________________
કે અષ્ટમંગલિક માટે લઈ જવાતા અક્ષતેને અંગે હદ બહારની - સેવે છે. તેઓને એ વસ્તુ તે ખ્યાલમાં જ નથી હોતી કે ભગવાન જિનેશ્વર મહારાજને જે દ્રવ્ય ચઢાવવામાં આવે તે ઉત્તમોત્તમ હેવું જોઈએ. કઈ પણ પ્રકારે જિનેધર-ભગવાનની પૂજામાં અનુત્તમતા કે અધમતા ન હોવી જોઈએ, છતાં જે કંઈ પણ મનુષ્ય સાધનની ખામીને લીધે નહિ, પરંતુ માત્ર અજ્ઞનાતાને લીધે પોતાને ઉપભેગને માટે અખંડ ચોખા રાખી દહેરાસર માટે ખંડિત ચેખા એટલે જેને કણકી કહેવામાં આવે છે તે ઉપયોગમાં લેવાનું કરે, તે કેટલું બધુ હલકું છે ? અને આત્માને કેટલું બધું નુકશાન કરનારું છે, તે સામાન્ય રીતે શાસ્ત્રોના વાકયને વિચારનાર શ્રાવક સમજી શકે તેમ છે.
ધ્યાન રાખવું કે સામગ્રીની ખામીને લીધે પૂજાના સાધનોમાં થતી ન્યૂનતા સંતવ્ય બને છે, એટલું જ નહિ, પણ પૂજાથી થતા ફળને ન્યૂન કરનાર કે બાધા કરનાર પણ નથી, પરંતુ કંજૂસાઈને લીધે થતી પૂજાના સાધનોની ન્યૂનતા તે કેવળ ભગવાન જિનેશ્વર મહારાજના અનાદરમાં જ જાય છે. કંજૂસાઈથી થતે અનાદર આત્માને મલિન કરનારે જેવી રીતે પોતાના ઉપભેગને માટે ઉત્તમ સાધને રાખવા અને તેવાં ઉત્તમ સાધનોની પૂજામાં સામગ્રી ન મેળવવી તે ઓછું નુકશાનકારક નથી. પરંતુ તેના કરતાં સાધન-સામગ્રી પણ જેઓની પાસે છે, વળી જેઓ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજ્યતાને અગ્ર પદ આપનારા પણ છે, છતાં માત્ર ચેખા અને કણકીમાં શરીરના પિષણમાં ફેર નહિ છતાં માત્ર અજ્ઞાનતાને લીધે ખાવા માટે અખંડ ચેખાઓ રાખી દહેરાસરમાં સ્વસ્વિક કે અષ્ટમંગલિક માટે કણકી એટલે ખંડિત રેખાઓ ધરાવે તેઓની અજ્ઞાનતાનું કેટલું કટક પરિણામ છે? તેને વિચાર તે ભદ્રિક અજ્ઞાનીઓએ કરે છે આવશ્યક નથી.