________________
પર
આગમજ્યોત. - ઘણી પવિત્રતાના કારણ તરીકે આરતિ મંગળદીવાની ચોગ્યતા જણાવ્યા પછી બીજા હેતુ તરીકે જણાવે છે કે અત્યંત પ્રસિદ્ધ એવા પૂર્વધર વિગેરે મહાપુરુષોએ અવિરુદ્ધપણે આ " મંગલદીપ આદિ દ્રવ્યસ્તવનું આચરણ કરેલું છે માટે તે
છે.
આ સ્થાને આચાર્ય ભગવંત આચરણની અંદર જે બે વિશેષણે આપે છે તે ખરેખર વિચારવા જેવાં છે. તેઓ એક વિશેષણ તે બહુખ્યાત એમ કહીને આપે છે અને બીજું વિશેષણ અવિરુદ્ધ એમ કહીને આપે છે. અર્થાત્ આચરવા લાયક એ આચરણાનો વિષય તે જ ગણાય કે જે બહુ પ્રસિદ્ધ પુરુષ તરફથી આચરાયેલું હોય, તથા પ્રવર્તે હેય, અને જે વિષયની શાસનના ધુરંધરેએ વિરોધ કરેલ ન હોય. (ક્રમશ:)
' મોક્ષ એ મહેલાત તરીકે છે, અને ધર્મ એ તે એ મહેલાતમાં જવા માટેના વાહન તરીકે છે.
એટલા જ માટે તમારે સમજવાનું છે કે, શ્રીમાન તીર્થંકર દેવોને મેઢે, ગુરૂદેવોને મઢે, શાસ્ત્રો દ્વારા ધર્મની જે વાત થાય છે, તે બીજા કશા માટે નહિ, પરંતુ એક મહા મહેલાતમાં પહોંચવા માટે છે.
જ્યાં તમે મહેલાતમાં પહોંચી ગયા કે તે પછી તમોને એની જરૂર રહેવા પામતી નથી. તીર્થકર ભગવાનને આપણે નમસ્કાર કરીએ, તેનું કારણ પણ એ જ છે કે, તેઓશ્રી આપણને મોક્ષ માર્ગ બતાવે છે. છે. જે તેને મોક્ષ માર્ગના શોધક, પ્રરૂપક અને પ્રચારક ન હેત તો આપણે તેમને નમત ખરા ? * તેઓ તીર્થકરના પૂર્વ સમયમાં રાજકુમારો હતા, અથવા સમૃદ્ધિશાળી હતા તે માટે કદી નમસકાર ન કરત.
તેમને નમસ્કાર કરવાનું કારણ એ છે, કે તેમણે આપણને ધર્મ અને મેક્ષ બતાવ્યું છે.
જેમ તીર્થંકર ભગવાને આપણને ધર્મ અને મેક્ષ બતાવે છે તે જ પ્રમાણે ગુરુઓ પણ એજ વસ્તુ બતાવવાવાળા છે. ગુરુઓ
જનતાને મોક્ષમાર્ગે પ્રવેશ કરવામાં મદદ કરવાવાળા હોય છે, તેથી [ જ આપણે શ્રીમાન જૈન ગુરુદેવને પણ આરાધવાના છે.