________________
પુસ્તક ૩જુ
૧૩. જાય ત્યારે કહે, દર્શન કરવા જોઈએ, તેને બદલે તે દર્શન કરવા તે નથી ગયે. છતાં તે આરાધક ખરે ને? શાથી? શાસ્ત્રના આધારે વતે છે, તેથી.
આગમનું આલંબન આગળ કરીને તીર્થકર કે ગુરુની કારણવશાત્ સેવા ન કરે તે પણ તે દેવ અને ગુને માનનારે છે. પણ ક્યારે? આગમને આગળ કરીને આગમ ના કહે ત્યારે ન આચરે. આગમ ના ન કહેતું હોય ત્યાં તે દેવ, ગુરુ અને ધર્મને આચરે જ. દેવ, ગુરુ ધર્મમાં બહુમાનની મનમાં શ્રેષ્ઠતા ન હોય તે તે કામનું નથી. આગમનો આદર કરવાવાળા જ ખરેખર તે તત્ત્વત્રયીને સેવવાવાળો ગણાય.
આ વાત ધ્યાનમાં લેશે ત્યારે સમજાશે કે “હું અહિં #હૃદુતા” એ વસ્તુ યથાર્થ છે. આ આત્માને દોરનાર કેશુ? આગમ અને એથી જ કહ્યું કે “દુતો નો નિબળા મો” જે જિનાગમ ન હોત તે અમારું શું થાત? આથી સ્પષ્ટ છે કે દેવ અને ગુરૂની ઓળખાણ આપનાર આગમ જ છે. ધર્મને પણ તે જ ઓળખાવે છે.
આવી આગમની મહત્તા સમજશે ત્યારે ખ્યાલમાં આવશે કે તીર્થંકર મહારાજાઓએ સ્થાપેલા ગણધર ભગવંતએ કરેલ દ્વાદશાંગીની રચના વખતે દેવતાઓએ વાસક્ષેપ કર્યો, તે પણ આગમની મહત્તા ને અંગે જ.
તે વખતે સામાન્ય-કેવલીઓ પણ ગણધર ભગવંતની પાછળ બેસે. કેમ? આશાતના નહિ? નહિ જ. કારણ કે કેવલજ્ઞાન કરતાં આગમ ઉત્કૃષ્ટ છે. કેવલીમાં રહેલ કેવલજ્ઞાનના આધારે કઈ સ્વરૂપ આપણુથી જાણ શકાતું નથી. કેવલી પણ બેલે ત્યારે આપણે દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ જાણી શકીયે? કેવલી ન બોલે તે તે તત્વત્રયીનું સ્વરૂપ છદ્મસ્થ શી રીતે જાણી શકે? કેવલી પતે જાણે તે વાત જુદી! પરંતુ શાસનવતી જીવેને તો તે