________________
ક
પુસ્તક ૧૯
આ સ્થાને શાસ્ત્રના રહસ્યને નહિં સમજનારા કેટલાક મહાનુભાવો શ્રી પંચાશકસૂત્ર અને શ્રી સ્થાનાંગજીની ટીકાને આધાર લઈને ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં સવરૂપહિંસાને લીધે પણ ભવાંતરમાં વેચવા લાયક અલપ પાપ પણ બંધાય છે, એમ માનવા અને પ્રરૂપવા તૈયાર થાય છે પરંતુ તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે શ્રી સ્થાનાગજી, શ્રી ભગવતીજી અને શ્રી પંચાશક વિગેરેની ટીકાઓમાં તે અ૫ પાપને બાંધનાર પાપનું વર્ણન કરતાં જિનેશ્વર મહારાજના ગુણમાં પક્ષપાતી હેય એમ જણાવ્યું છે. અર્થાત્ ગુણાનુરાગીપણું જે નિજેરાનું આવશ્યક અંગ છે ત્યાં તે લેવામાં આવ્યું નથી, તેમ જ ત્યાં જલ કે પુષ્પ વિગેરેની થતી હિંસા નહિં લેતાં પૂજામાં ઉપયોગી નહિં એવી પૃથ્વીકાયાદિની હિંસા લીધી છે.
એટલે કહેવું જોઈએ કે યથાસ્થિત જેનપણને કે જૈનધર્મને નહિં સમજનાર એ ભદ્રિક શ્રાવક માત્ર પોતાના જેનપણાને આગળ કરીને પૂજામાં ઉપયેગી નહીં એવી પૃથ્વી આદિ કાર્યોની યતના અને વિવેક-રહિતપણાને અંગે થતી હિંસાની અપેક્ષાએ તેમ જ જુડા દસ્તાવેજો, જુઠી સાક્ષીએ આદિ અનર્થો મૃષાવાદ સંબંધીના કરીને યાવત્ ચેરી કરીને, લુંટ કરીને કે ધાડ પાડીને પણ મેળવેલું ધન છે પૂજાના ઉપયોગમાં લેવામાં આવે તો તેવાઓને પણ ભવાંતરે વેદવા લાયક માત્ર અલ જ પાપ બંધાય, પણ નિર્જરા ધણ થાય, અગર શુભ જ અપાયુષ્ય બાંધે એમ એફખું છે. - આ વાત ધ્યાનમાં લઈશું ત્યારે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમા કરાવવામાં દેરાસર કરાવવામાં અને પ્રતિષ્ઠા કરાવવામાં દ્રવ્યની શુદ્ધિની વાતને સ્વાશયવૃદ્ધિને નામે મોટું સ્થાન કેમ આપ્યું છે? તે સમજાશે.