Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ - - - - - - આયારો- ૧૨૪ર૭૭ થઈ વિષયોમાં ચિત્ત જેડી, કર્તવ્યાકર્તવ્યનો વિચાર કર્યા વિના નિર્ભયતાથી લૂંટફાટ મચાવે છે અને અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. શરીરબળ, જાતિબળ, મિત્રબળ, પરલોકબળ, દેવબળ, રાજબળ, ચોરબળ, અતિથિબળ, ભિક્ષુકબળ, શ્રમણબળાદિ વિવિધ બળોની પ્રાપ્તી માટે આ અજ્ઞાની પ્રાણી વિવિધ પ્રકારની હિંસક પ્રવૃત્તિમાં પડી જીવ હિંસા કરે છે. પાપથી છૂટવા માટે અથવા કોઈ બીજી કામનાથી પ્રેરિત થઈને અજ્ઞાની પ્રાણી સાવધ કર્મ કરે છે. 7i7 ઉપર કહેલ હિંસા અહિતરૂપ છે તે જાણી બુદ્ધિમાન સાધક સ્વયં હિંસા કરે નહિ. બીજા પાસે કરાવે નહિ, અન્ય કરતું હોય તેને અનુમોદન આપે નહિ. આ અહિંસાનો માર્ગ તીર્થકરોએ બતાવ્યો છે. તેથી કુશળ વ્યક્તિ પોતાના આત્માને હિંસાદિક વૃત્તિથી લિપ્ત ન કરે. એમ હું કહું છું. અધ્યયન ર-ઉદ્દેસ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (અધ્યયનઃ૨-ઉદેસોઃ 3) 78-79] આ જીવ અનેકવાર ઊંચ ગોત્રમાં તથા અનેકવાર નીચ ગોત્રમાં ઉત્પન્ન થયો છે, એમાં કોઈ પણ પ્રકારની વિશેષતા અને હીનતા નથી. એવું જાણી કોઈ પણ જાતનો ગર્વ ન કરવો જોઈએ. પ્રભુનું આવું ફરમાન જાણી કોણ પોતાના ગોત્રનો ગર્વ કરે? કોણ અભિમાન કરે? અથવા શેમાં આસક્તિ કરે ? તેથી બુદ્ધિમાન પુરુષ હર્ષ ન કરે, રોષ ન કરે, દરેક પ્રાણીને સખ પ્રિય છે એવું જાણી પાંચ પ્રકારની સમિતિથી યુક્ત થઈ સર્વની સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરે. એ યાદ રાખવું જોઈએ કે જીવ પોતાના જ પ્રમાદથી આંધળો. બહેરો, મૂંગો, સૂંઠો, કાણો, કુબડો, વાંકો, કાળો, કાબરો થાય છે અને અનેક યોનિઓમાં જન્મ ધારણ કરે છે. તેમજ વિવિધ પ્રકારની યાતનાઓને સહન કરે છે. [8] અજ્ઞાની જીવ રોગાદિથી પીડીત થઈ, અપયશથી કલંકિત થઇ જન્મ-મરણના ચક્રમાં પરિભ્રમણ કરે છે. ક્ષેત્ર તથા વાસ્તુ વિગેરેમાં મમત્વ રાખનાર પ્રત્યેક પ્રાણીને પોતાનું જીવન બહુ જ પ્રિય લાગે છે. અજ્ઞાની પ્રાણી રંગબેરંગી વસ્ત્ર, મણિરત્ન, કુંડલ, સોના ચાંદીમાં તથા સ્ત્રીઓમાં આસક્ત બને છે. એવા અજ્ઞાની જીવો, મૂઢ પ્રાણીઓ અસંયમિત જીવનની ઈચ્છા કરનાર હોય છે, તેઓ ભોગોની લાલસાથી વિપરીત પ્રવૃત્તિ કરતા થકા વ્યર્થ બકવાદ કરે છે કે, [1] જે સાચા અને શાશ્વત સુખના અભિલાષી છે તે અસંયમી જીવનની ઈચ્છા કરતા નથી. જન્મ મરણના સ્વરૂપ સારી રીતે જાણી ચારિત્રમાં વૃઢ થઈ વિચરે છે. 82] મૃત્યુના માટે કોઈ અકાળ નથી. સર્વ પ્રાણીઓને પોતાનું આયુ પ્રિય છે, સર્વ સુખના ઈચ્છુક છે, દુઃખ અને મરણ સર્વને પ્રતિકૂળ લાગે છે, અને પ્રત્યેક પ્રાણી જીવનની અભિલાષા રાખે છે. જીવવું બધાને પ્રિય લાગે છે. અસંયમી જીવન પ્રિય હોવાથી પ્રાણી દ્વિપદ, ચતુપદને કામમાં જોડીને તેના દ્વારા ધન એકત્રિત કરે છે. આ પ્રકારે ભોગપભોગના માટે થોડું અથવા ઘણું ધન એકઠું કરીને તેમાં આસક્ત રહે છે. વિવિધ પ્રકારના ભોગો પછી તેની પાસે બચેલ ઘણી સંપત્તિ એકત્રિત થઈ જાય છે. તેને પણ કોઈ વખત સ્વજનો પરસ્પર વહેંચી લે છે, ચોર ચોરી લે છે, રાજા લૂંટી લે છે, વ્યાપારાદિમાં હાનિ થવાથી નષ્ટ થઈ જાય છે અથવા ઘરમાં આગ લાગવાથી બળી જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122