Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 4s આયારો-૧દાર૩પ આશ્રમ, સન્નિવેશ, નિગમ અથવા રાજધાનીમાં પ્રવેશ કરી ઘાસની યાચના કરવી, ઘાસ લઈ એકાંત સ્થાનમાં જવું, ત્યાં ઈંડા, પ્રાણી, બીજ, લીલોતરી, ઝાકળ, પાણી, કીડીઓના દર, લીલFગ, ભીની માટી, કરોળિયાના જાળાદિથી રહિત જમીનનું વારંવાર પ્રતિલેખન કરે અને પ્રમાર્જન કરે, તેમ કરી ઘાસની શૈયા પાથરે અને તેના પર ઇંગિતમરણ અંગીકાર કરે. સત્યવાદી, પરાક્રમી, સંસારથી તરેલાની સમાન. કેમ કરીશ' આ પ્રકારના ડર અને નિરાશાથી રહિત સારી રીતે વસ્તુ સ્વરૂપને જાણનાર, સાંસારિક બંધનોથી મુક્ત મુનિ શરીરની મમતાનો ત્યાગ કરી, અનેક પ્રકારના પરીષહો અને ઉપસર્ગોની અવગણના કરી તથા સર્વજ્ઞપ્રણીત આગમમાં શ્રદ્ધા કરી કઠિનતાથી આચરવા યોગ્ય અને ઈંગિત મરણનું આચરણ કરે છે. આવું મરણ કાલાયિની સમાન છે. તે હિતકર, સુખકર, કલ્યાણકર છે યાવતુ પુણ્યનું કારણ છે. એમ હું કહું છું. અધ્યયનઃ૮-ઉદેસોઃ દની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૮-ઉદેસી 7) [236] જે ભિક્ષુ વસ્ત્રરહિત થઈ સંયમમાં સ્થિત છે તેને એવો વિચાર હોય છે કે હું તૃણઘાસનો સ્પર્શ સહન કરી શકું છું, ઠંડી-ગરમીને સહન કરી શકું છું, ડાંસમચ્છરની વેદના સહન કરી શકું છું. એક અથવા અનેક પ્રકારની અનુકૂળવ-પ્રતિકૂળ વેદના સહન કરવામાં સમર્થ છું પરંતુ લજ્જાના કારણે વસ્ત્રનો ત્યાગ કરવા અસમર્થ છું. એવા સાધુને કટિવસ્ત્ર (ચોલપટ્ટક) ધારણ કરવું કહ્યું છે. - ર૩૭] લા જીતી શકે તો અચલ રહે) અચલક થઇ વિચરનાર સાધુ જે ફરી તૃણસ્પર્શની વેદના, ઠંડી-ગરમીની વેદના, ડાંસ-મચ્છરની વેદના થાય, એક યા અનેક પ્રકારના કષ્ટો આવે તો તેને સારી રીતે સહન કરે, અચલક, સાધુ ઉપકરણ અને કર્મભારથી હળવો થઈ જાય છે. તેને તપની પ્રાપ્તિ થાય છે. વાવતુ સમભાવ રાખે. [238] કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય કે- હું બીજા મુનિઓને અશન, પાનાદિ આહાર લાવી આપીશ અને બીજા મુનિઓ દ્વારા લાયેલા આહારનો સ્વીકાર કરીશ કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય છે, કે હું અશનાદિ આહાર લાવી બીજા મુનિઓને આપીશ પણ તે મુનિઓ દ્વારા લાવેલનો સ્વીકાર નહિ કરીશ કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય છે કે હું અશનાદિ આહાર લાવી આપીશ નહિ પણ બીજા મુનિઓ લાવ્યા હશે તે લઈશ, કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય છે, કે હું તે લઈશ નહિ. કોઈ મુનિ એવો અભિગ્રહ કરે કે પોતાના ઉપભોગ પછી વધેલા, વિધિપૂર્વક પોતાના માટે ગ્રહણ કરેલા, એષણીય આહારપાણીથી પોતાના કર્મોની નિર્જરા માટે સમાન આચારવાળા સાધુની વૈયાવૃત્ય કરીશ અને બીજા મૂનિઓના ઉપભોગ પછી વધેલા વિધિપૂર્વક લાવેલ. એષણીય આહાર - પાણીને તેઓની નિર્જરાની અભિલાષાથી અપાયેલા અશનાદિ ને ગ્રહણ કરીશ. આવી પ્રતિજ્ઞા ધારણ કરનાર મુનિને લઘુતા આવે છે અને તપની પ્રાપ્તિ થાય છે. યાવતુ સમ્યક પ્રકારે સમજી મુનિ સમભાવને ધારણ કરે. [23] જ્યારે મુનિને સમજાય કે હવે હું આ શરીરને અનુક્રમથી ધારણ કરવામાં અસમર્થ છું ત્યારે તે ક્રમશઃ આહારને ઓછો કરી કષાયોને ક્રશ કરે. શરીરના વ્યાપારને નિયમિત કરી લાકડાના પાટિયાની જેમ સહનશીલ બની મૃત્યુ માટે તૈયાર થઈ શરીરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122