Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 69
________________ 68 આયારો- 21/9384 જવાનો પ્રસંગ આવી જાય અને આહાર આદિનો સમય ન થયો હોય તો તુરત પાછા ફરી અને જ્યાં સંબંધીજનોના આવાગમન ન હોય અને દેખાય નહિ એવા એકાન્ત સ્થાનમાં ઊભા રહે. તથા ભિક્ષાના સમયે જ પ્રવેશ કરે અને તે તેના માટે આધાકર્મી અશન આદિ બનાવવાની તૈયારી કરે અથવા બનાવે અને એકલો આવેલો સાધુ ઉપેક્ષા કરે, તો તે મુનિ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. સાધુ પહેલાં જ દેખે અને કહી દે કે હે આયુષ્યનું આધાકમઆહાર-પાણી ખાવા-પીવા મને કહ્યું નહિ આ કારણથી ભોજનની સામગ્રી એકઠી કરો નહિ, તેમજ ભોજન બનાવ નહિ. સાધુના એમ કહેવા પર પણ ગૃહસ્થ તેને માટે આધાકમાં અશન આદિ તૈયાર કરીને અને લાવીને આપે તો તે અશન આદિ પ્રાસુક છે, દૂષિતછે. યાવતું ગ્રહણ ન કરે. " [૩૮૫]સાધુ અને સાધ્વી ગૂધ, અથવા મત્ય (વનસ્પતિ વિશેષ, ભૂંજાતા દેખીને અથવા અતિથિને માટે તેલમાં તળેલ પુરી કે પુડલા બનતા દેખીને લોલુપ થઈને જલદી જલદી જઈ યાચના ન કરે, બીમાર સાધુને ગરમ પુરીની આવશ્યકતા હોય તો લઈ શકે છે. અભિપ્રાય એ છે કે બીમારી આદિ કારણો સિવાય એવા કુળોમાં જવું ન જોઈએ. કચિત જવું પડે તો નિર્દોષ અને મર્યાદ્યનુકુળ વસ્તુ જ ગ્રહણ કરવી જોઈએ. [૩૮]સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં જઈને અને કોઈ પણ પ્રકારના આહાર લઈને સ્વાદિષ્ટ ખાઈ જાય અને નિઃસ્વાદ પરઠી દે તો તે માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. સરસ અને નિરસ બધું ખાવું જોઈએ. છોડવું ન જોઈએ અને છાંડવું ન જોઈએ. [૩૮૭|સાધુ અથવા સાધ્વી સાનરસું કોઈ પણ પ્રકારનું પાણી લઈને સારા વર્ણ, ગંધવાળું પાણી પીવે અને અમનોજ્ઞવર્ણ-ગંધવાળાને પરઠી દે તો સંયમમાં દોષ લાગે છે. તેથી સાધુએ એવું કરવું ન જોઈએ. સારા વર્ણગંધવાળું હોય કે ખરાબ વર્ણ-ગંધવાળુ હોય, બધાંને પીવે, પરઠે નહિ. ૩િ૮૮]સાધુ અથવા સાધ્વી પ્રાપ્ત થયેલા ઘણા ભોજનાદિને ગ્રહણ કરીને લાવેલ હોય અને તે પોતાની આવશ્યકતાથી અધિક હોય અને ત્યાં ઘણાં સંભોગી, પોતાના જ ગચ્છના, મૂલોત્તર ગુણોનાં ધારક મુનિ બિરાજમાન હોય, તેઓને કહ્યા વિના તેમ જ ભોજનને માટે આમંત્રિત કર્યા વિના પરઠવી દે તો તે માતૃસ્થાનને સ્પર્શ કરે છે, સાધુએ એવું કરવું ન જોઈએ બચેલો આહાર લઈને તે મુનિઓની પાસે જાય અને પહેલાં બતાવે ત્યારે પછી કહેઃઆયુષ્યનું શ્રમણો! આ ભોજન પાણી અને વધુ થાય છે, તો આપ એનો ઉપભોગ કરો. જો તે મુનિ કહે અમારે આટલું જોઈએ છે. આટલું આપી દીઓ અથવા તે કહે - આ સઘળો આહાર અમારે વપરાઈ જશે, તો તે પ્રમાણે આપી દે. ૩૮]સાધુ અને સાધ્વી જાણે કે- આ આસન પાણી આદિ કોઈ બીજાને ઉદ્દેશીની બહાર લાવેલ છે અને તેણે મને આપવાની અનુમતિ આપી નથી, અથવા આપનાર અને લેનાર બંનેમાંથી એકની ઈચ્છા નથી. તો એવું અસન પાણી આદિ અપ્રાસુક છે. માટે મળવા છતાં લેવું ન જોઈએ. જો તે આહાર-પાણી જેના માટે લાવ્યા હતા તેની આજ્ઞાથી આપે અથવા તો તેનો ભાગ તેને આપી દેવામાં આવે અને પછી ઘતા તો તે પ્રાસુક છે, યાવત્ ગ્રહણ કરી શકે. સાધુ અને સાધ્વીની આ સમાચારી છે. એનું યતના પૂર્વક પાલન કરવું જોઈએ. અધ્યયનઃ૧-ઉદેસો ૯-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122