Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 117
________________ 116 આયારો- ૨/૧૫/પ૩૮ મુનિ હાસ્યના સ્વરૂપને સમજે અને મશ્કરખોર ન બને કેવળી ભગવાનું કહે છેહાસ્યને વશીભૂત થયેલ મશ્કરીખોર મૃષાવાદને પ્રાપ્ત થાય છે. એ કારણથી મુનિએ હાંસી કરનાર થવું ન જોઈએ અને હાસ્યનાં સ્વરૂપને સમજવું જોઈએ. એ પાંચમી ભાવના. આ પાંચ ભાવનાઓથી બીજું મૃષાવાદ વિરમણ મહાવ્રત સમ્યક પ્રકારથી કાયાવડ સૃષ્ટ થાય છે. યાવતુ તીર્થંકર ભગવાનની આજ્ઞાનુસાર આરાધિત થાય છે. બીજા મહાવ્રતમાં અસત્યનો ત્યાગ કરાય છે. [38] તેના પછી, હે ભગવાન્ ! હું ત્રીજું મહાવ્રત ધારણ કરું છું સમસ્ત અદત્તાધનનો ત્યાગ કરું છું. ગામમાં, નગરમાં, અરયમાં, અલ્પ કે બહુ સૂક્ષ્મ કે સ્કૂલ, સચિત્ત કે અચિત્ત કોઇ પણ અદત્ત વસ્તુ-સ્વયં ગ્રહણ કરીશ નહીં. ગ્રહણ કરાવીશ નહિ, ગ્રહણ કરનારને અનુમોદન આપીશ નહિ. જીવનપર્યત ત્રણ કરણ, ત્રણ યોગથી યાવતુ અદત્તાદાનનો ત્યાગ કરું છું. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ આ છે. સાધુ વિચારી-વિચારીને પરિમિત અવગ્રહની યાચના કરે, વિચાર્યા વિના પરિમિત અવગ્રહની યાચના ન કરે, કેવળી ભગવાનું કહે છે કે વિચાર્યા વિના પરિમિત અવગ્રહની યાચના કરનાર મુનિ અદતનો ગ્રાહક થાય છે. માટે મુનિએ વિચારીને અવગ્રહયાચક થવું જોઈએ. એ પહેલી ભાવના. - સાધુએ, આચાર્ય આદિની અનુમતિથી આહાર-પાણીનો ઉપભોગ કરવો જોઇએ. તેઓની અનુમતિ મેળવ્યા વિના આહાર પાણીનો ઉપભોગ કરવો ન જોઈએ. કેવળી કહે છે-અનુમતિ વિના આહાર પાણી આદિ કરે તો અદત્તાદાનનો ભોગવનાર છે. માટે આજ્ઞાપૂર્વક આહાર પાણી કરનાર હોય તે નિગ્રંથ છે. એ બીજી ભાવના. નિગ્રંથ સાધુ ક્ષેત્ર અને કાળના પ્રમાણપૂર્વક અવગ્રહ ગ્રહણ કરનાર હોય છે. કેવળી ભગવાન કહે છે કે જે સાધુ મર્યાદાપૂર્વક અવગ્રહની યાચના કરતો નથી તે. અદત્તાદાન સેવી છે. માટે પ્રમાણપૂર્વક અવગ્રહનું ગ્રહણ કરવું એ ત્રીજી ભાવના. - સાધુ વારંવાર પરિમાણનું ધ્યાન રાખી અવગ્રહ ગ્રહણ કરનારા હોય છે. કેવળી ભગવાન કહે છે, કે નિગ્રંથ વારંવાર પરિમાણનું ધ્યાન ન રાખી અવગ્રહને ગ્રહણ કરે તો તેને અદત્તાદાનનો દોષ લાગશે. માટે જે વારંવાર મર્યાદા બાંધનાર થાય છે તે આ વ્રતની આરાધના કરી શકે છે. એ ચોથી ભાવના સાધક સાધર્મિક પાસેથી પણ વિચારપૂર્વક પરિમિત અવગ્રહની યાચના કરે. તે નિગ્રંથ છે. કેમ કે કેવળી કહે છે કે તેમ ન કરનાર નિગ્રંથ અદત્ત ગ્રહનાર થઈ જાય. માટે સાધર્મિક પાસેથી પણ વિચારીને પરિમિત અવગ્રહ યાચવો જોઈએ. એ પાંચમી ભાવના. આ પ્રમાણે પાંચ ભાવનાઓથી સમ્ય રૂપથી ત્રીજા મહાવ્રતનું આરાધન થાય. છે. ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાન સર્વથા ત્યાગ કરાય છે. પિ૩૯] ભગવાન ! હું દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી સર્વ પ્રકારના મૈથુનનો ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરું છું. શેષ વર્ણન અદત્તાદાનની સમાન જાણવું જોઈએ. યાવત મૈથુન સ્વભાવથી નિવૃત્ત થાઉં છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122