Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 119
________________ 118 આયારો- ર૧પ-પ૪૦ પરંતુ મુનિ તે શબ્દોમાં રાગદ્વેષનો ત્યાગ કરે. જીવ કાન દ્વારા મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દ સાંભળે છે, તેમાં રાગદ્વેષ ન કરે. તે પહેલી ભાવના. નેત્રો દ્વારા જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપને દેખે છે, પરંતુ સાધકોએ તે રૂપોમાં આસક્ત થવું ન જોઈએ, રાગી કે ગૃદ્ધ કે મોહિત કે તલ્લીન થવું ન જોઈએ અને વિવેકનો પરિત્યાગ કરવો ન જોઇએ. સર્વજ્ઞ દેવનું કથન છે કે મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપોમાં આસક્ત થનાર યાવતુ વિવેક ત્યાગનાર સાધુ શાનિનો ભંગ કરે છે વાવ કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. ચક્ષુ સમક્ષ આવેલ રૂપ ન જોવું તે શક્ય નથી. તે તો દેખાય જ છે, પરંતુ દેખાતા રૂપમાં સાધુએ રાગ-દ્વેષ ધારણ કરવો ન જોઈએ. આ બીજી ભાવના. જીવ નાસિકા દ્વારા મનોજ્ઞઅમનોજ્ઞ ગંધ ગ્રહણ કરે છે. પરન્તુ તે મનોજ્ઞ -અમનોજ્ઞ ગંધમાં આસક્ત ન થાય, યાવત્ વિવેકનો ત્યાગ ન કરે. સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધમાં આસક્ત થનાર તથા વિવેક ભૂલનાર સાધુ પોતાની શાન્તિનો ભંગ કરે છે યાવતુ કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. ધ્રાણેન્દ્રિયનો વિષય થયેલ ગંધ ન સૂંઘાય તેવો સંભવ નથી, પરંતુ તે ગંધમાં રાગદ્વેષથી સાધુએ બચવું જોઈએ ધાણેન્દ્રિયથી જીવ ગંધ-ગ્રહણ કરે છે તેમાં રાગ દ્વેષ ન કરે આ ત્રીજી ભાવના. જિહવા દ્વારા જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રસનું આસ્વાદનું કરે છે. પરંતુ તે મનોજ્ઞ-અમનોજ્ઞ રસમાં આસક્તિ કરવી ન જોઈએ યાવતુ વિવેકનો ત્યાગ કરવો ન જોઇએ. સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે મનોજ્ઞ-અમનોજ્ઞ રસોમાં આસક્ત એવું વિવેકહીન થનાર સાધુ પોતાની શાંતિનો ભંગ કરે છે. યાવતુ કેવળીભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. જિહુવા પર આવેલ રસનું આસ્વાદન ન થાય તે શક્ય નથી, પરંતુ મુનિએ રસોમાં રાગ દ્વેષ કરવો ન જોઇએ. જીભથી રસનો આસ્વાદન કરે છે છતાં તે રસોમાં આસક્ત ન થાય તથા વિવેક ન ત્યાગે આ ચોથી ભાવના. કાય-સ્પર્શનેન્દ્રિય દ્વારા જીવ મનોજ્ઞ એવું અમનોજ્ઞ સ્પર્શમાં આસક્તિ ધરે નહીં વાવત વિવેકહીન બને નહીં. કેવળી કહે છે, કે મનોજ્ઞઅમનોજ્ઞ સ્પર્શમાં આસક્ત એવું વિવેકહીન થનાર સાધુ પોતાની શાંતિનો ભંગ કરે છે અને ફલસ્વરૂપે શાન્તિથી તથા કેવળપ્રજ્ઞપ્ત ધર્મથી શ્રુત થાય છે. સ્પર્શનેન્દ્રિયનો વિષય થયેલ સ્પર્શનો અનુભવ ન થાય તે શક્ય નથી, પરંતુ મુનિએ તે સ્પર્શમાં રાગ-દ્વેષ કરવો ન જોઈએ. સ્પર્શનેન્દ્રિયથી જીવ મનોરા-અમનો સ્પર્શનો અનુભવ કરે છે, પરન્તુ તેમાં આસક્ત ન થાયઆ પાંચમીભાવના, આ ભાવનાઓથી પાંચમું મહાવ્રત પૂર્ણ રૂપથી કાયાથી સ્પષ્ટ, પાલિત એવું આશાનુસાર આરાધિત હોય છે. આ પાંચમું પરિગ્રહ વિરમણ મહાવ્રત છે. આ રીતે પાંચમહાવ્રત અને પચ્ચીસભાવનાઓથી સંપન્ન મુનિ અનુસાર, કા, માર્ગને યથાર્થ પણે સારી રીતે કાયાથી, સ્પર્શ, પાળી, પાર પહોંચાડી, કીર્તિત કરી આજ્ઞાના આરાધક થાય છે. ' અધ્યયન ૧૫-ચૂલિકાઃ ૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપણી (અધ્યયન ૧દવિમુક્તિ ચૂલિકા-૪) [પ૪૧ સંસારના પ્રાણીઓને અનિત્ય આવાસ (શરીર પર્યાય-આદિ)ની જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122