Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 120
________________ શ્રુતસ્કંથ-ર, અધ્યયન-૧૬, 119 પ્રાપ્તિ થાય છે. આવા પ્રકારનું તીર્થંકર ભગવાનનું ઉત્કૃષ્ટ પ્રવચન સાંભળી વિચારવું જોઈએ. વિચારીને જ્ઞાનવાન પર નિર્ભય થઈને ગૃહ સંબંધી બંધનો તથા આરંભપરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. પિ૪૨-૫૪૩ગૃહબંધન તેમજ આરંભ પરિગ્રહનો ત્યાગી, સંયમવાન, અનુપમ જ્ઞાનવાન તથા નિદૉષ આહાર આદિની એષણા કરનાર મુનિને કોઈ કોઈ મિથ્યાદ્રષ્ટિ પાપીજન અયોગ્ય વચન કહીને પીડા પહોંચાડે છે, જેમ રણભૂમિમાં અગ્રેસર થનાર હાથીને શત્રુસેના પીડા આપે છે. અસંસ્કૃત તેમજ અસભ્ય પુરુષો દ્વારા કઠોર શબ્દોથી તથા અનુકૂલ-પ્રતિકૂલ અશથી પીડિત થયેલા જ્ઞાનયુક્ત સંતો પરીષહ-ઉપસર્ગોને શાંતિપૂર્વક નિર્વિકાર ચિત્તથી સહન કરે છે. જેમ વાયુના પ્રબળ વેગથી પર્વત કંપાયમાન થતો નથી, તેમ સંયમશીલ મુનિરાજો-પાપીજનોનાં દુવ્યવહારથી વિચલિત થતા નથી. પરંતુ સંયમમાં દ્રઢ રહે છે. [54] અજ્ઞાનીજનો દ્વારા દેવાતા કોને સમભાવપૂર્વક સહન કરતા મુનિ ગીતાર્થ સાધુઓની સાથે નિવાસ કરે. અને ત્રણ-સ્થાવર બધા પ્રાણીઓને દુઃખ અપ્રિય છે, એમ જાણીને કોઈ જીવોને સંતાપ ન પહોંચાડે. બધું જ સહન કરે. આવું કરનાર મુનિને જ સુશ્રમણ કહેલ છે. [55] અવસરના જાણકાર, ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મો પ્રતિ વિનમ્ર, તૃષ્ણાના ત્યાગી, ધર્મધ્યાની, હમેશાં સાવધાન રહેનાર, તપસ્તેજથી અગ્નિ શિખા સમાન તેજસ્વી મુનિના તપ, બુદ્ધિ અને યશની વૃદ્ધિ થાય છે. [પ૪૬ પ્રાણી માત્રના રક્ષક અનન્ત જિનેશ્વર ભગવંતોએ સર્વ દિશાઓમા સ્થિતિ જીવોની રક્ષાના સ્થાનરૂપ મહાવ્રતોની પ્રરૂપણા કરી છે. તે મહાવ્રતો ઘણા કઠિન છે. છતાં કર્મોનો નાશ કરનાર છે. જેમ પ્રકાશ અંધકારનો નાશ કરે છે તેમ આ મહાવ્રત ઊધ્વદિશા, અધોદિશા તથા તિર્લ્ડ દિશાને પ્રકાશિત કરે છે. [54] સાધુને કર્મપાશથી બંધાયેલા તથા રાગ-દ્વેષના બંધનમાં બંધાયેલા લોકો સાથે સંસર્ગ રાખવો ન જોઈએ. સ્ત્રીઓમાં આસક્ત થવું ન જોઈએ અને પૂજાપ્રતિષ્ઠાની કામના કરવી ન જોઈએ. [548) પંડિત આ લોક પરલોકની કામના તથા શબ્દાદિ વિષયમાં ફસાયા વિના કવિપાકના જાણકાર થઈને વિચરે છે સમસ્ત બંધનોથી મુક્ત, વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરનાર, ધૈર્યવાન તથા દુઃખ સહન કરવામાં સમર્થ મુનિરાજેના પૂર્વ કાળમાં સંચિત કર્મરૂપ મલ દૂર થાય છે, જેમ આગમાં તપાવેલ ચાંદીનો મેલ દૂર થાય છે. 54] મૂળ અને ઉત્તર ગુણોના ધારક મુનિ સુબુદ્ધિથી યુક્ત થઇને ક્રિયા કરે છે, આ લોક પરલોક સંબંધી કામના તથા મૈથુનથી ઉપરત થાય છે. જેમ સર્ષ જૂની કાંચળી નો ત્યાગ કરે છે, તેમ મુનિ દુખશધ્યા (નરકાદિ ગતિઓ)થી મુક્ત થાય છે. પિપળે ભુજાઓથી પાર ન કરી શકાય તેવા મહાસમુદ્રની સમાન સંસાર કહેલ છે. જ્ઞાની તો સંસારને જ્ઞપરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગી દે. તેવા જ્ઞાની મુનિ જ કર્મોનો અંત કરનાર કહેવાય છે. _પપ૧] જે પ્રકારે મનુષ્યોએ કર્મ બાંધેલ છે અને જે પ્રકારે તેઓએ મુક્તિ પ્રાપ્તકરેલ છે, તે પ્રકારે વાસ્તવિક રૂપથી બંધ અને મોક્ષ ને જે જાણે છે, તેજ મુનિ કર્મોનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122