Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 112
________________ શ્રત -ર, અધ્યયન-૧૫, ઉત્પન્ન વિશિષ્ટ દેહના ધારક, વિદેહદત્તાવત્રિશલા માતાના સુપુત્ર, કંદર્પવિજેતા ગૃહવાસસ્થ સદા ઉદાસ શ્રમણ ભગવાન્ મહાવીરે ત્રીસ વર્ષ સુધી ઉદાસીન ભાવે ગહસ્થાશ્રમમાં રહી, માતા-પિતાના સ્વર્ગવાસી થયા પછી અને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ જાણી હિરણ્ય-સુવર્ણ, બલ, વાહનને ત્યાગી, ધન-ધાન્ય, કનક-રત્નાદિ, બહુમૂલ્ય દ્રવ્યોનું દાન આપી, તેની વહેંચણી કરી, પ્રકટ રૂપથી દાન, કરી, યાચકોને ધનનો વિભાગ કરી, વર્ષીદાન દઈ શીત ઋતુના પ્રથમ માસના પ્રથમ પક્ષે માગશર વદિ દસમીના. દિવસે, ઉત્તરા ફાલ્યુની નક્ષત્રના યોગે દિક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા કરી. પિ૧૪-૫૧ જિનેન્દ્ર ભગવા વર્ધમાન એક વર્ષ પછી દીક્ષા લેશે, તેથી સૂર્યોદય પહેલા દ્રવ્ય દાન થતું હતું. પ્રતિદિન સૂર્યોદયથી આરંભ કરી એક પ્રહર સુધી એક કરોડ આઠ લાખ સુવર્ણ-મહોરોનું દાન દેવાતું હતું. એક વર્ષમાં સર્વે મળીને ત્રણસો અક્યાશી કરોડ અને એસી લાખ સુવર્ણ-મહોરો દાનમાં આપી. મહાન્ ઋદ્ધિધારક કુબેર તથા કુંડળધારક દેવ અને લૌકાન્તિક દેવ પંદર કર્મભૂમિઓમાં તીર્થકર ભગવાનને પ્રતિબોધ કરે છે. બ્રહ્મ નામના પાંચમા દેવલોકમાં આઠ કૃષ્ણરાજિઓના મધ્યમધ્યમાં લૌકાંતિક દેવોનાં વિમાનો છે. તે અસંખ્યાત યોજનાના વિસ્તારવાળા છે. આ લૌકાન્તિક દેવ ભગવાનને પ્રતિબોધ કરે છે. આ વ્યવહારોનુસાર જગતના સમસ્ત જીવોના હિત માટે નિવેદન કર્યું કે હે અહ! તીર્થની પ્રવૃત્તિ કરો. પિ૨ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીરનો સંયમ ગ્રહણ કરવાનો અભિપ્રાય જાણીને ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવોએ તથા દેવીઓએ પોત-પોતાનાં વેશમાં અને પોત-પોતાનાં ચિહ્ન લઈને સર્વ ઋદ્ધિ, સર્વ શ્રુતિ તથા સમસ્ત સેના સમૂહની સાથે પોત-પોતાના વિમાનો પર આરૂઢ થઈને બાદર-સ્કૂલ પુદ્ગલોનો પરિત્યાગ કરી અને સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરી ઊંચે ઊડયા, ઊંચે ઊડીને ઉત્કૃષ્ટ, શીધ્રતાપૂર્ણ, ચપલ તથા ત્વરાયુક્ત દિવ્યગતિથી નીચે ઊતરીને તિરછી દિશામાં અસંખ્ય દ્વીપ સમુદ્રોને ઓળંગતાં જેબૂદ્વીપમાં આવ્યાં. જંબૂદ્વીપમાં આવીને ઉત્તર ક્ષત્રિય કુંડ નગર નામના સન્નિવેશમાં આવ્યા અને ઉત્તર ક્ષત્રિય કુંડનગરના ઉત્તર-પૂર્વનાં ઈશાન ખૂણાની દિશામાં વેગપૂર્વક ઉતર્યા. તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર ધીરે ધીરે વિમાનને સ્થિર કર્યું વળી તે ધીમે ધીમે વિમાનથી નીચે ઊતર્યા અને એકાંતમાં ગયા. એકાન્તમાં જઈને મહાનું વૈક્રિય સમુદ્યાતથી આત્મપ્રદેશોને બહાર કાઢ્યા. બહાર કાઢીને એક મહાનું તથા વિવિધ મણિ, કનક, અન રત્નોથી જડિત, સુંદર વર્ણવાળી, શુભ સુંદર કમનીય રૂ૫ વાળી દેવચ્છંદકની વિક્રિયા કરી. તે દેવચ્છંદકની મધ્ય ભાગમાં એક મહાન પીઠિકાયુક્ત, વિવિધ પ્રકારના મણિ-સુવણ-રત્નોથી જડેલ શુભ સુંદર કમનીય સિંહાસનની વિક્રિયા કરી. વિક્રિયા કરીને ઈન્દ્ર શ્રમણ ભગવાનું મહાવીરને ત્રણવાર દક્ષિણ બાજુથી આરંભીને પ્રદક્ષિણા કરી, વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના. નમસ્કાર કરીને શ્રમણ ભગવાન મહાવીરને લઈને દેવચ્છુકદની સમીપે આવ્યા. ધીરેધીરે પૂર્વ તરફ મુખ કરીને સિંહાસન પર બિરાજિત કર્યા. ફરી. શતપાક અને સહસ્ત્રપાક તેલથી માલિશ કર્યું. સુગંધયુક્ત કાષાયિક વસ્ત્રથી શરીરને લૂછ્યું. ત્યારપછી શુદ્ધ જલથી સ્નાન કરાવ્યું. સ્નાન પછી સુગંધિત કાષાયિક વસ્ત્રથી શરીરને સાફ કર્યું. ત્યાર પછી લાખ મહોરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122