Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 114
________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧૫, દેવગણોથી આકાશ શોભવા લાગ્યું. પિ૩૧-૫૩૨]ઉત્તમઢોલ ભેરી, ઝાલર, શંખાદિ લાખો વાદ્યોથી પૃથ્વી અને આકાશમાં અતિ રમણીય ધ્વનિ થવા લાગી. દેવ તત, વિતત, ઘન અને શુષિર, આ ચાર પ્રકારનાં વાજિંત્રો વગાડવા લાગ્યા અને સેંકડો પ્રકારનાં નૃત્ય કરવા લાગ્યા. પિ૩૨] તે કાળ તે સમયમાં શીત ઋતુનો પ્રથમ માસ અને પ્રથમ પક્ષ, જે માગશર માસનો કૃષ્ણ પક્ષ હતો એટલે કે માગશર વદી દસમી, સુવ્રત નામના દિવસે, વિજય મુહૂર્તે. ઉત્તરાફાલ્યુની નક્ષત્રના યોગમાં, છાયા જ્યારે પૂર્વ દિશામાં ઢળી રહી હતી ત્યારે, અંતિમ પ્રહરમાં ચોવિહાર, ષષ્ઠ ભક્ત-છઠની તપસ્યા સહિત, એક વસ્ત્ર ધારણ કરી, પુરૂષ સહસવાહિની ચન્દ્રપ્રભા નામની શિબિકામાં, દેવો, મનુષ્યો અને અસુર કુમારોના સમૂહસહિત ઉત્તર ક્ષત્રિય કુડપુર સન્નિવેશના મધ્યમાં થઈને જ્યાં જ્ઞાતખંડ ઉદ્યાન હતું ત્યાં આવ્યા. આવીને ભૂમિથી રાત્નિપ્રમાણ ઉંચાઈ પર ધીમે ધીમે સહસ્ત્રવાહિની ચન્દ્રપ્રભા શિબિકાને સ્થિર કરી. ભગવાન તે શિબિકામાંથી ધીરે ધીરે નીચે ઉતર્યા. ઉતરીને પૂર્વદિશામાં મુખ કરીને સિંહાસન પર બિરાજમાન થયા. ત્યાર પછી આભૂષણો અલંકાર ઉતારે છે. વૈશ્રમણ દેવ ગોદોહાસને બેસીને ભગવાનું મહાવીરના આભૂષણો અને અલંકારોને હંસ લક્ષણવાળા વસ્ત્રમાં ગ્રહણ કરે છે. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર જમણા હાથથી જમણી તરફના અને ડાબા હાથથી ડાબા તરફના દેશોનું પંચ મુષ્ઠિક ઉંચન કરે છે. તે સમયે શક્ર દેવેન્દ્ર દેવરાજ શ્રમણ ભગવાન મહાવીરના સામે ગોદોહાસને બેસીને હીરકમય થાળમાં કેશોને ગ્રહણ કરીને ભગવાન! આપની આજ્ઞા હજો એમ કહી તે કેશોને ક્ષીર સમુદ્રમાં લઈ જાય છે, ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે લોચ કરીને સિદ્ધોને નમસ્કાર કર્યો. મારા માટે સમસ્ત પાપકર્મ અકર્તવ્ય છે. આ પ્રમાણે પ્રતિજ્ઞા અંગીકાર કરી સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર અંગીકાર કરતાં જોઈ દેવો અને મનુષ્યોની પરિષદ ચિત્રવતુ બની ગઈ. પ૩૩-પ૩૪] જે સમયે ભગવાન મહાવીરે ચારિત્ર ગ્રહણ કર્યું. તે સમયે શકેન્દ્રની આજ્ઞાથી દેવો, મનુષ્યો ને વાદ્યોનાં અવાજ બંધ થઈ ગયા. પૂર્ણ શાંતિ છવાઈ ગઈ. સર્વ જીવોને હિતકર ચારિત્ર અંગીકાર કરીને શ્રમણ ભગવાન મહાવીર સર્વદા પ્રાણિઓ અને ભૂતોના હિતમાં પ્રવૃત્ત થયા. સર્વ દેવો રોમાંચ યુક્ત થઈને તેની વાણી સાંભળતા હતા. પિ૩પ) ત્યાર પછી ક્ષાયોપથમિક સામાયિક ચારિત્ર સ્વીકાર કરતાં જ શ્રમણ ભગવાન મહાવીરને મન પયય જ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનથી ભગવાન અઢી દ્વિીપ તથા બે સમુદ્રના પર્યાપ્ત વ્યક્ત મનવાળા સંશી પંચેદ્રિય જીવોના મનનાં પયયો જાણવા લાગ્યા. ત્યાર પછી દીક્ષિત થયેલા શ્રમણ ભગવાન મહાવીરે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીજનો વગેરેને વિસર્જિત કર્યા. વિસર્જિત કરીને આ પ્રકારની પ્રતિજ્ઞા અંગીકાર કરી-બાર વર્ષ સુધી શરીરની મમતા ત્યાગી તથા સાર-સંભાળનો ત્યાગ કરી વિચરતાં મારા ઉપર દેવો, મનુષ્યો કે તિર્યંચોના જે જે ઉપસર્ગો આવશે, તે સર્વે ઉપસર્ગો હું સમ્યક્ પ્રકારથી સહન કરીશ. સહન કરવામાં સમર્થ રહીશ. લેશમાત્ર પણ ચલાયમાન થયા વિના સહન કરીશ. R Ja education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122