Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 75
________________ 74 આયારો- 222401 અલગ (હાથ પગ શૂન્ય થવાથી થનારી વિશેષ પ્રકારની બીમારીઓ વિશુચિકા, વમન, અથવા બીજી કોઈ વ્યાધિ થઈ જાય, અચાનક ફૂલ ઉપડી જાય, તે સમયે સાથે વસનાર ગૃહસ્થ કરૂણાથી પ્રેરાઈને સાધુની સેવા કરવા માટે, તેલથી, ઘીથી, માખણથી, અથવા ચર્નીથી સાધુને માલિશ કે મદન કરશે, સ્થાન કરાવશે કે કવાથાદિ ઉકાળો વિગેરેથી બનાવશે. અથવા લોઇ-વર્ણ-ચૂર્ણ કે પદમ વગેરેથી ઘસી ઘસીને માલિશ કરશે, મસળશે, પીઠી આદિથી મર્દન કરશે, ઠંડા કે ગરમ જલથી પ્રક્ષાલન કરશે, મસ્તકથી પગ સુધી નવરાવશે, સિંચન કરશે, લાકડા સાથે સાકડાને ઘસીને અગ્નિ પ્રગટાવશે, પ્રજવલિત કરશે. આગ લાવીને શરીરને શેકશે કે તપાવશે. આ સઘળા કર્મબંધનના કારણો છે. આ દોષોથી બચવા માટે સાધુનો પૂર્વોપદિ આચાર છે ગૃહસ્થ સાથે તેના મકાનમાં સાધુ-સાધ્વીઓએ નિવાસ, શવ્યા, સ્વાધ્યાયાદિ ન કરવું. ૪િ૦૨ગૃહસ્થના સંસર્ગવાળા મકાનમાં રહેવું તે સાધું માટે કર્મબંધનનું કારણ છે. કારણ કે ગૃહસ્થથી માંડી કર્મચારિણીઓ વગેરે એક બીજા આપસ આપસમાં ઝગડતાં હોય. કુવચન બોલતા હોય, એકબીજાને રોકતા હોય, બંધ કરતા હોય, મારતા હોય, આવું બધું દેખીને મુનિનું મન ઉંચું નીચું થઈ જાય. અને મનમાં વિચાર આવે કે આ લોકો ઝગડે તો સારૂં, અગર ન ઝગડે તો સારૂં, યાવતુ મારે તો સારું કે ન મારે તો સાર વગેરે વગેરે. માટેજ મુનિઓનો આ આચાર છે, પ્રતિજ્ઞા છે અને તેના માટે એજ હિતકર છે, કે ગૃહસ્થના મકાનમાં વાસ શયન આદિ ન કરે. ૪૦૩ગૃહસ્થ સાથે વાસ કરનાર સાધુને કર્મબંધન થાય છે. જેમ કે - ગૃહસ્થ પોતા માટે, આગ જલાવશે, પ્રગટાવશે, તે જોઈ મુનિનું મન ઉંચુ-નીચું થશે અને વિચારશે, આ આગ સળગાવે કે ન સળગાવે. જલાવે કે ન જલાવે, અથવા ઠાકે કે ન ઠારે તો સારું, વગેરે વગેરે. તેથી જ સાધુ માટે પૂર્વોપદિષ્ટ આચાર-પ્રતિજ્ઞા અને એજ હિતકર છે કે ગૃહસ્થના સંસર્ગવાળા એક જ મકાનમાં રહેવું. શય્યા-સ્વાધ્યાયાદિ કાયો કરવાં નહીં. [૪૦]ગૃહસ્થ સાથે નિવાસ કરનાર સાધુને કર્મ બંધાય છે જેમકે :મકાનમાં રહેનાર ગૃહસ્થના કુંડળ, કંદોરો, મણિ, મોતી, સોનું, ચાંદી, કડા, બાજુબંધ, ત્રણ સરો, નવસરો, અઢાર સરોહાર અર્પહાર, લાંબી માળા, એકાવલી, કતનકાવલી. મુક્તાવલી કે રત્નાવલી હાર વગેરે આભૂષણોને તથા વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત તરૂણી અગર કુમારીને દેખી મુનિનું મન ઉંચુંનીચું થઈ જશે. અથવા તેણીને જોઈ આવા પ્રકારની વાતો કરશે- આ તરૂણી આવી લાગે છે. આવી નથી લાગતી, ઘણી સુંદર દેખાય છે. અથવા સુંદર નથી લ ગતી વગેરે વગેરે અથવા તો સઘળી વસ્તુઓનો ઉપ ભોગ કરવાની ઈચ્છા કરશે. માટે સાધુનો આ પૂવોપદિષ્ટ આચાર છે, પ્રતિજ્ઞા છે અને તેના માટે એજ હિતકર છે, તે ગૃહસ્થના નિવાસવાળા મકાનમાં વાસ, શય્યા, સ્વાધ્યાય વગેરે ન કરે.. ૪િ૦૫ગૃહસ્થ સાથે રહેવાથી સાધુને કર્મબંધન થાય છે. જેમકે - તે સ્થાનમાં વસનાર ગૃહસ્થની પત્નીઓ, પુત્રીઓ, પુત્રવધુઓ, ગૃહસ્થધાત્રી, દાસીઓ, અને ગૃહસ્થની કર્મચારિણીઓ અરસ પરસ મૂનિને દેખી વાર્તાલાપ કરશે કે આ શ્રમણ ભગવંત છે, મૈથુન કર્મથી વિરત થયેલા છે, તેઓને મિથુન સેવન, કે તેની અભિલાષા કરવી પણ કલ્પતી નથી. આવા સાધુ સાથે કોઈ સ્ત્રી કદાચ મૈથુન સેવે તો તેણીને પુત્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122