Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 108
________________ - - - - - - શ્રુતસ્કંથ-૨, અધ્યયન-૧૩, 107 (અધ્યયનઃ૧૩-પરકિયાવિષયક ચૂલિકા- 2) [૫૦]સાધુ-સાધ્વી બીજા દ્વારા પોતા માટે કરાતી કર્મજનક ક્રિયાની ઈચ્છા ન કરે કે બીજા પાસે કહીને પણ ન કરાવે. કદાચ કોઈ ગૃહસ્થ પગને સાફ કરે કે વિશેષ રૂપથી સાફ કરે તો મુનિ સાફ કરાવવાની ઈચ્છા ન કરે તેમજ સાફ કરવાનું પણ ન કહે. કોઈ ગૃહસ્થ પગ દબાવે કે તેલથી માલિશ કરે તો તે ક્રિયાનો આસ્વાદન ન કરે કે કહીને ન કરાવે કોઈ પગને ધૂએ કે રંગે, તેલ, ઘી, કે ચરબી આદિ ચોપડે કે મસળે તો પણ તેનો આસ્વાદન ન કરે અથવા કહીને ન કરાવે. કોઈ ગૃહસ્થ લોધ્ર ચૂર્ણથી, કર્ક-સુગંધિત દ્રવ્યથી, ચૂર્ણથી અથવા વર્ણથી ઉબટન કરે અથવા લેપ કરે તો મુનિ તે ક્રિયાનો આસ્વાદન ન કરે કે કરવાનું ન કહે. કોઈ ગૃહસ્થનું ઠંડું કે ગરમ પાણી પગ ઉપર છાંટે કે પગો ધૂએ તો મુનિ તે ક્રિયાને મનથી ન ઈચ્છે કે વચનથી ન કરાવે. કોઈ ગૃહસ્થ મુનિના પગો-કોઈ પણ પ્રકારનાં વિલેપનથી મશળે કે લેપ કરે, કે કોઈ પ્રકારનાં ધૂપથી ધૂપિત કરે અથવા સુવાસિત કરે તો મુનિ તેનો મનથી સ્વાદ ન માણે અથવા વચનથી કહી તેવું ન કરાવે, કોઈ ગૃહસ્થ મુનિના પગમાં વાગેલ કંટકને કાઢી સાફ કરે અથવા પર કે લોહી કાઢી સાફ કરે તો મુનિ ઈચ્છે નહિ તેમ તેવું કરવાનું કહે પણ નહિ. કોઈ બીજો સાધુના શરીરને સાફ કરે, લૂંછે કે કોઈ શરીરની માલિશ કરે અથવા મર્દન કરે. તેલ, ઘી, ચરબી ચોપડે, અથવા લોધ્ર સુગંધિત, દ્રવ્ય, સુગંધિત ચૂર્ણ કે વર્ણથી ઉબટન કરે ત્યા લેપ કરે. અથવા ઠંડા કે ગરમ પાણીથી થોડું કે ઘણું શરીરને ધૂએ અથવા શરીરે કોઈપણ પ્રકારના લેપ કરે તેમજ ધૂપથી ધૂપિત કરે, કે સુવાસિત કરે તો તે સઘળી ક્રિયાઓને મુનિ ન ઈચ્છે, ન બીજાને કરવાનું કહે. કદાચ કોઈ ગૃહસ્થ મુનિના શરીરના ઘાવને સાફ કરે અથવા વિશેષ રૂપથી સાફ કરે, ઘાવને દબાવે કે મસળે, ઘાવ પર તેલ ઘી કે ચરબી ઘસે કે ચોપડે અથવા ઘાવ પર લોધ્ર, કર્ક, ચૂર્ણ કે વર્ણથી લેપ કરે કે લગાવે અથવા ઘાવ પર ઠંડું કે ગરમ પાણી છાંટે તથા ધૂએ, અથવા શસ્ત્રક્રિયા કરે કે વિશેષ રૂપથી કરે, અથવા શસ્ત્રથી છેદન કરી વિશેષ રૂપથી છેદન કરી પરુ, લોહી કાઢે તો મુનિ તેવી સઘળી ક્રિયા મનથી ન ઈચ્છે કે બીજાને વચનથી તેવું કરવાનું ન કહે. કોઈ ગૃહસ્થ સાધુના શરીરમાં થયેલ ગુમડું, ઘાવ, વ્રણ, અર્શ, ભગંદર વગેરે સાફ કરે કે વિશેષ રૂપથી સાફ કરે, અથવા કોઈ દબાવે, તૈલાદિ ચોપડે, લોધાદિ ચૂર્ણનો લેપ કરે, ઠંડા કે ગરમ પાણીથી ધૂએ, અથવા છાંટે, શસ્ત્રક્રિયા કરી છેદન ભેદન કરી લોહી, પરૂ કાઢે તેની સફાઈ કરે તો મુનિ તે ક્રિયા નો આસ્વાદન ન કરે. બીજાને એમ કરવા માટે પણ ન કહે. કોઈ ગૃહસ્થ મુનિના શરીરનો મેલ ઉતારે, સાફ કરે, આંખનો મેલ, કાનનો મેલ, દાંતનો મેલ, નખનો મેલ, કાઢે કે સાફ કરે, અથવા ગૃહસ્થ સાધુના લાંબા વાળ રોમ, ભવાં કાખના વાળ કે ગુહ્ય અંગના લાંબા વાળ કાપે તથા સવારે, અથવા કોઈ ગૃહસ્થ સાધુના માથામાંથી જૂ, લખ કાઢે, કે શોધે, અથવા કોઈ ગૃહસ્થ મુનિને ખોળામાં કે પલંગમાં સુવડાવીને તેના પગ સાફ કરે. લૂંછે પૂવૉક્ત કોઈ પણ ક્રિયા કરે, અથવા કોઈ ગૃહસ્થ મુનિને ખોળામાં કે પલંગમાં સુવરાવીને હાર, અર્ધહાર, ઉરસ્થ વક્ષસ્થળનું આભરણ, ગ્રીવાનું આભરણ, મુકુટ, માળા, સુવર્ણ સુત્રાદિ પહેરાવે અથવા કોઈ મુનિને બગીચામાં લઈ જઈ કે પ્રવેશ કરીને પગ પોછે કે સાફ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122