Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 109
________________ 108 આયારો- 213-506 વગેરે સઘળી ઉપરોક્ત ક્રિયાઓને મનથી મુનિ ન ઈચ્છે, વચનથી તેવું કરવાનું ન કહે અને કાયાથી તેવું આચરણ ન કરે. એ જ પ્રમાણે સાધુઓ સાધુઓ દ્વારા પરસ્પરમાં કરવામાં આવતી પૂવક્ત સમસ્ત ક્રિયાઓના વિષયમાં જાણી લેવું જોઈએ. [૫૦૭]કદાચ કોઈ ગૃહસ્થ શુદ્ધ વચન બળથી અથત વિદ્યા કે મંત્રની શક્તિથી સાધુનો ચિકિત્સા કરે, કોઈ અશુદ્ધ વચનબળથી સાધુની ચિકિત્સા કરે અથવા કોઈ સચિત્ત કંદ, સચિત્ત મૂળ, સચિત્ત છાલ અથવા હરિતકાયને ખોદી કાઢી અથવા કઢાવીને બીમાર સાધુની ચિકિત્સા કરે તો સાધુ આ ક્રિયાઓનો આસ્વાદન ન કરે. બીજાને કહીને એવું ન કરાવે. કારણ કે પ્રાણી, ભૂત, જીવ અને સત્વને વેદના પહોંચાડવાથી પોતાને વેદના ભોગવવી પડે છે. સાધુ-સાધ્વીના આચારની એજ પૂર્ણતા છે. એને સમિતિથી યુક્ત થઈને નાનાદિની સાથે હંમેશાં પાલન કરતાં સંયમમાં યતનાવાન બને અને એમાં જ પોતાનું શ્રય માને એમ હું કહું છું. અધ્યયન ૧૩-ચૂલિકા-રદની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ ૧૪-અન્યોન્યતિયા-વિષયક - ચૂલિક 27 [પ૦૮]સાધુ અથવા સાધ્વી, પરસ્પર પોતાના વિષયમાં કર્મબંધનના કારણભૂત કરાતી ક્રિયાને મનથી ન ઈચ્છે, વચનથી ન કહે અને કાયાથી ન કરાવે. જેમ કે એક સાધુ બીજા સાધુના ચરણોનું પ્રમાર્જનાદિ કરે તો તે સાધુ, જેના ચરણો પ્રમાર્જિત થઈ રહ્યા છે, તે ક્રિયાનું મનથી આસ્વાદન ન કરે. ન કરવાનું કહે. શેષ વર્ણન બાવીસમાં પરક્રિયા અધ્યયનની સમાન જાણી લેવું જોઈએ. આ સાધુ અને સાધ્વીના આચારની પૂર્ણતા છે. સમિતિ યુક્ત થઈને સાધુએ તેનું પાલન કરી સંયમમાં પરાક્રમ કરવું જોઈએ. | અધ્યયનઃ ૧૪-ચૂલિકા-રાહનીમુનિદીપરતનસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | અધ્યયનઃ૧૫-ભાવના- ચૂલિકા-૩ ) પ૦૯તે કાળ અને તે સમયમાં અર્થાત્ ચોથા આરામાં અને વિવક્ષિત સમયમાં શ્રમણ ભગવાન્ મહાવીરનાં સંબંધમાં પાંચ વખતે ઉત્તરા ફાલ્ગણી નક્ષત્રનો સંયોગ થયો. ભગવાન ઉત્તરા ફાગુની નક્ષત્રમાં દસમાં દિવલોકથી) ચ્યવીને દેવાન દા બ્રાહ્મણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં જન્મ થયો, ઉત્તરા ફાલ્ગની નક્ષત્રમાં સંપૂર્ણ પ્રતિપૂર્ણ વ્યાઘાત રહિત, આવરણ, વિહીન, અનંત, સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાન તથા કેવળ દર્શન પામ્યા અને સ્વાતિ નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. પિ૧૦]શ્રમણ ભગવાન મહાવીર આ અવસર્પિણી કાળનાં સુષમ-સુષમાં નામનો પ્રથમ આરો પૂર્ણરૂપે વ્યતીત થતાં. સુષમાં નામનો બીજો આરો પણ પૂર્ણરૂપે વ્યતીત થતાં, સુષમ-દુષમ નામના ચોથા આરાનો અધિકાંશ વીતી જતાં, કેવળ પંચોતેર વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ અને આઠમા પક્ષમાં અષાઢ શુક્લ આવે છે, તે અષાઢ માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ ઉત્તરા ફાળુની નક્ષત્રનો યોગ થતાં, મહાવિજય સિદ્ધાર્થ-પુષ્પોત્તરવર પુંડરીક દિશા સ્વસ્તિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122