Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 98
________________ કુતસ્કંધ-૨, અધ્યયન-૬, ઉદેસો-૧ એક સ્વધર્મી સાધુને ઉદેશ્ય કરીને કે ઘણા સ્વધર્મીનો ઉદેશ્ય કરીને એક સ્વધર્મિક સાધ્વી કે ઘણા સ્વધાર્મિક-સાધ્વીઓને ઉદેશ્ય કરીને બનાવવામાં આવ્યું છે. જેમાં ઘણાં પ્રાણી, ભૂત જીવો. અને સત્વોની હિંસા થઈ છે. તે આ ચાર આલાપક થયા અને પાંચમાં આલાપકમાં ઘણા શ્રમણો બ્રાહ્મણો આદિને ગણી-ગણીને બનાવવામાં આવ્યું છે. તેથી તેમાં પણ હિંસા થઈ છે. માટે તેના પાત્રને ગ્રહણ ન કરે. ઈત્યાદિ કથન જે આહાર ગ્રહણ કરવાની વિધિ-પિંડષણા અધ્યયનમાં બતાવેલ છે તે પ્રમાણે અહીં સમજી લેવું. ગૃહસ્થ ભિક્ષના નિમિત્તે અથવા શ્રમણ બ્રાહ્મણ વગેરે માટે જે પાત્ર બનાવ્યું હોય તે ન લેવાય, તેનું વિશેષ વર્ણન વચ્ચેષણા અધ્યયનથી જાણી લેવું. સાધુ કે સાધ્વીને ન લેવા યોગ્ય વિવિધ પાત્રોની જાતો બતાવી છે. તે આ પ્રમાણે લોખંડપાત્ર. કથીરપાત્ર, તામ્રપાત્ર, શીશાનું પાત્ર, ચાંદીપાત્ર, સુવર્ણપાત્ર, પીત્તળપાત્ર, પોલાદપાત્ર, મણિપાત્ર, કાચપાત્ર, કાંસાનું પાત્ર, શંખપાત્ર, શૃંગપાત્ર, દેતપાત્ર, વસ્ત્રપાત્ર, પાષાણપાત્ર, અથવા ચમપાત્ર, બહુમૂલ્ય કોઈ પણ બીજા વિવિધ પાત્રોને જણે અને અપ્રાસુક અનેષણિક જાણી ગ્રહણ ન કરે. સાધુ અને સાધ્વી જે પાત્રોને મૂલ્યવાન લોખંડ કે ચામડાનું બંધન લાગ્યું હોય અથવા અન્ય કોઈ મૂલ્યવાન બંધન હોય તેવા પાત્રોને દૂષિત ગણે. અને ગ્રહણ ન કરે. - સાધુ અને સાધ્વીજીઓ આ દોષો ત્યાગી પાત્ર ગ્રહણ કરવાની ચાર પ્રતિજ્ઞાઓ જાણે. સાધુ કે સાધ્વી પહેલી પ્રતિજ્ઞા એમ ધારણ કરે કે કાષ્ઠના તુંબડા કે માટીના આ ત્રણેય પ્રકારના પાત્રોમાંથી કોઈ એક પ્રકારનાંજ ગ્રહણ કરીશ અને ત્યાર પછી સ્વયં યાચના કરી લાવે અથવા ગૃહસ્થ આપે તો નિદોંષ જાણી ગ્રહણ કરે. સાધુ કે સાધ્વી એવી ધારણા કરે કે ગૃહસ્થને ત્યાં પાત્ર જોઈશ પછી ગ્રહણ કરીશ. જ્યારે સાધુ ગૃહસ્થના ઘેર જાય, પાત્ર જુએ અને પછી ગૃહસ્થથી માંડી દાસ ઘસી કોઈ પણ હાજર હોય તો તેમને દેખાડીને કહે કે મને આ પાત્ર આપશો? ત્યારે ગૃહસ્થ જે આપે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે. સાધુ કે સાધ્વી એવી ધારણા કરે કે ગૃહસ્થનું વાપરેલું અથવા બે-ત્રણમાંથી વપરાતું પાત્ર મળશે. તો ગ્રહણ કરીશ ત્યાર પછી ગૃહસ્થના ઘેર જઈ યાચના કરે. નિર્દોષ મળે તો ગ્રહણ કરે અથવા બીને સાધુ લાવીને આપે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે.સાધુ તે સાધ્વી એવી ધારણા કરે કે માટી, તુંબડા કે કાષ્ઠનું પાત્ર ભ્રમણ બ્રાહ્મણ, અતિથી, રાંક, ભિખારીના પણ ઉપયોગમાં ન આવે તેવું પાત્ર યાચના કરતાં મળી જાય અથવા તો ગૃહસ્થ યાચના વિના જ આપે તો નિદૉષ જાણી ગ્રહણ કરે. આ ચાર અભિગ- હોમાંથી કોઈ પણ અભિગ્રહને ધારણ કરે. શેષ પિંડષણા સમાન જાણી લેવું. આ રીતે પાત્રની યાચના કરતા દેખીને કદાચ ગૃહસ્થ કહે કે-આયુષ્માનું શ્રમણ ! એક મહિના પછી પધારજો અમે તમને કોઈ એક પાત્ર આપીશું. ત્યારે શ્રમણ કહે કે આયુષ્યનું ગૃહસ્થ ! અમારે આવા વાયદા કરવા કલ્પતા નથી. વગેરે જેમ વષણામાં કહ્યું છે તેમ અહીં પણ સમજી લેવું. સાધુ કે સાધ્વી પાત્રની યાચના કરે ત્યારે ગૃહસ્થ તેમના પરિવારને કહે કે પેલું પાત્ર અહીં લાવો, આપણે તે પાત્રને તેલથી, ઘીથી, માખણથી કે ચરબીથી, લેપન કરીને આપીએ અથવા કંદ, બીજ, લીલોતરી કે કોઈપણ સચિત્ત દ્રવ્યોથી ખાલી કરીને આપીએ, તો એવા પ્રકારનો વાર્તાલાપ સાંભળી શ્રમણે શું શું કરવું, Jahredication International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122