Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 59
________________ * ***' ' . . 58 આયા- 2/13348 (અધ્યયનઃ ૧-ઉસો 3) [348] સાધુ કદાચિત કોઈ પ્રકારની જમણવારીમાં જાય અધિક જમે, અથવા પીવે તો તેનાથી તે સાધુને દસ્ત યા વમન થાય. ભોજનનું બરાબર પરિણમન થાય નહિ. તો વિચિકા આદિ કોઈ પણ દુઃખ અથવા શૂલાદિ આતંક ઉત્પન્ન થઈ જાય. માટે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે, કે મણવારીમાં જવું તે કર્મના આશ્રવનું કારણ છે. . 349ii જમણવારીમાં જવાથી દુર્ગતિગમન આદિ પારલૌકિક અનર્થ તો છે જ. પણ સાધુ ઘણા-ગૃહસ્થો અથવા ગૃહસ્થ સ્ત્રીઓ, પરિવ્રાજકો અથવા પરિવારિકાઓની સાથે એક સ્થાન પર મળશે. અને ગરિષ્ઠ આહારને પચાવવા માટે કદાચિત્ મદ્યપાન પણ કરશે. મદ્યપાન કરવાથી બેભાન થઈને પોતાના ઉપાશ્રયને શોધશે પણ તે મળશે નહિ, તેથી ફરી પાછો ત્યાં જ આવી ગૃહસ્થ આદિની સાથે હળી મળી રહેશે. મધના નશામાં બેહોશ હોવાને કારણે તે સાધુ અથવા તો ગૃહસ્થ આદિને પોતાનો ખ્યાલ નહિ રહે, તેથી તે સ્ત્રી અથવા નપુંસક પર આસક્ત થઈ જાય, અથવા સ્ત્રી-નપુંસક તેના ઉપર આસક્ત થઈ જાય અને સાધુની પાસે આવીને કહેશે - હે આયુષ્યનું શ્રમણ ! આપણે કોઈ પણ બગીચામાં અથવા ઉપાશ્રયમાં રાત્રે અથવા સંધ્યા સમયે રહીશું અને ત્યાં ભોગ ભોગવશું. એમ તે સાધુને ભોગ ભોગવવા માટે પ્રતિજ્ઞાબદ્ધ કરી લેશે. તે એકલો સાધુ તેની ભોગપ્રાર્થનાનો સ્વીકાર કરી લેશે. આ બધું સાધુને માટે અકર્તવ્ય કર્મ છે, તેથી સાધુને જમણવારમાં ન જવું જોઈએ. ત્યાં જવાથી કર્મનો બંધ તથા અનેક હાનિઓ થાય છે. તેથી સંયમવાનું નિગ્રંથ મુનિ પૂર્વજમણવારી અથવા પશ્ચાતું જમણવારીમાં જવાનો વિચાર પણ ન કરે. [૩પ સાધુ અથવા સાધ્વી કોઈ પ્રકારની જમણવાર સાંભળીને તે વાત લક્ષમાં રાખી ઉત્કંઠિત ચિત્તવાળો થઈને તે તરફ દોડશે અને વિચારશે કે ત્યાં તો નક્કી જમણવાર છે,” તે ત્યાં જઈને ઉદ્દગમ અને ઉત્પાદન આદિ દોષોથી રહિત, ભિન્ન ભિન્ન કુલોમાંથી સામુદાયિક ભિક્ષા લાવીને આહાર કરવાનો પરિશ્રમ નહીં કરે, પરંતુ ત્યાંથી જ સદોષ આહાર લાવીને કરશે. તે સાધુ માતૃસ્થાન (માયા)નો સ્પર્શ કરશે, એટલા માટે જમણવારમાં જવું ન જોઈએ. પરંતુ ભિક્ષાના સમયપર ઘણા ઘરોથી ઉદ્ગમ ઉત્પાદના આદિ દોષોથી રહિતનિદોંષ ભિક્ષા લાવીને આહાર કરવો જોઈએ. [૩પ૧] સાધુ અથવા, સાધ્વી એમ જાણે કે આ ગ્રામ યાવતુ રાજધાનીમાં જમણવાર થશે તો તે ગ્રામ પાવતુ નગરમાં જમણવારના વિચારથી જવાની ઈચ્છા પણ ન કરે. કેવળી ભગવાનને ફરમાવ્યું છે કે એમ કરવાથી કમનું બંધન થાય છે. અગર તે જમણવારમાં ઘણી ભીડ થશે અથવા થોડા માટે ભોજન બનાવવા પર ઘણા લોકો પહોંચી જશે તો ત્યાં સાધુના પગથી બીજાના પગ અથવા બીજાના પગથી સાધુના પગ કચડાઈ જશે. એવી જ રીતે હાથથી હાથની ઠોકર લાગશે, પાત્રની ઠોકરથી પાત્ર પડી જશે, માથા સાથે માથું ભટકાઈ પડે, કાયાથી કાયાને વિક્ષોભ ઉત્પન્ન થાય અને બીજા લોકો કુપિત થઈ તે સાધુને દંડથી, હાડકાથી, મુઠીથી, ઢેફાથી, ઠીકરાથી. પ્રહાર પણ કરે અથવા સચિત્ત પાણી પણ તેના પર છાંટી દે, અથવા ધૂળથી તેને ભરી દે, વળી તેને અનેપણીય જમવું પડે. વળી બીજાને દેવાનું લેવું પડે. તેથી તે સંયમી નિગ્રંથ તે પ્રકારની આકીર્ણ અને અવમ એવી જમણવારીમાં જવાનો વિચાર જ ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122