Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ લ મુસ્કે-૧, અધ્યયન-૮, ઉદેસો-૮ શુશ્રષાનો ત્યાગ કરી, ગામ, નગર, થાવત રાજધાનીમાં જઈ ઘાસની યાચના કરે. યાવત ઘાસની શૈયા બિછાવે. યોગ્ય સમયે તે પર બેસી શરીરનો, શરીરના વ્યાપારનો અને સૂક્ષ્મ હલનચલનનો ત્યાગ કરી દે. સત્યવાદી, પરાક્રમી, રાગ-દ્વેષ રહિત, સંસારથી તરેલાની સમાન, ભય અને શંકાથી મુક્ત, જીવાદિના સ્વરૂપના જ્ઞાતા, સાંસારિક બંધનોથી રહિત મુનિ શરીરનો ત્યાગ કરી, વિવિધ પ્રકારના પરીષહો અને ઉપસર્ગોની અવગણના કરી, ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખી કાયરજનો દ્વારા આચરી ન શકાય તેવા -પાદપોપગમન મરણને અંગીકાર કરે છે. આ પાદપોપગમન સમાધિમરણ કાળપર્યાયિની સમાન છે. હિતકર છે. સુખકર છે. યોગ્ય છે. કલ્યાણકર છે. પુણ્યમય છે. આવા મરણને પ્રાપ્ત કરનાર સાધુ કમોને ખપાવે છે, એમ હું કહું છું. { અધ્યનનઃ૮-ઉદ્યોઃ ૭ની અનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૮-ઉદેસી 8) [240] દીક્ષાગ્રહણાદિના અનુક્રમથી મોહરહિત-ભક્ત પરિજ્ઞા આદિ) મરણને પ્રાપ્ત કરી ધીર સંયમી અને મતિમાનું મુનિ સર્વ કૃત્ય અકત્યને જાણી અદ્વિતીય જિનશાસન સિવાય બીજે ક્યાંય જેનું વિધાન નથી એવી સમાધિનું પાલન કરે. [41] શ્રુત-ચારિત્ર રૂપ ધર્મના પારગામી, તત્ત્વના જ્ઞાતા મુનિઓ બાહ્ય અને આત્યંતર તપને જાણી, અનુકમથી શરીરત્યાગનો અવસર જાણી સંલેખના સ્વીકારી શરીરના પોષણરૂપ આરંભને છોડી દે છે. [242-243] સંલેખના ધારણ કરનાર મુનિ કષાયોને પાતળા કરી અલ્પ આહાર કરતા ક્ષમાશીલ રહે. અલ્પાહારના કારણે ગ્લાન થાય તો મુનિ આહારનો સર્વથા ત્યાગ કરી અનશન ધારણ કરે. વધારે જીવવાની ઈચ્છા ન રાખે કષ્ટથી ભયભીત થઇ મૃત્યુની ઈચ્છા ન કરે. જીવન અને મરણ બંને અવસ્થામાં સમભાવ રાખતા મુનિ કોઇની પણ ઈચ્છા ન કરે. [24] મધ્યસ્થભાવમાં સ્થિત, એકાંત નિર્જરાનો અભિલાષી મુનિ સમાધિનું પાલન કરે. કષાયાદિ આંતરિક અને ઉપકરણાદિ બાહ્ય ઉપધિનો ત્યાગ કરી, પોતાના અંતઃકરણને વિકાર રહિત બનાવી આત્મચિંતન કરે. [25-249 સંલેખનામાં સ્થિત મુનિને કદાચિત પોતાના આયુષ્યનો અંત લાવવાનું કોઈ કારણ જણાય તો બુદ્ધિમાનું સાધુ જલદી ભક્તપરિ- જ્ઞાદિને અંગીકાર કરી લ્ય. ગામમાં યા નિર્જન વનમાં ભૂમિને જોઈને અને તેને જીવ -જંતુરહિત જાણીને ઘાસની પથારી પાથરે. પછી આહારનો ત્યાગ કરે અને તેના ઉપર સૂવે, આવનાર પરીષહો અને ઉપસર્ગોને સમભાવથી સહન કરે. મનુષ્ય સંબંધી ઉપસર્ગો આવે તો મર્યાદાનું ઉલ્લંઘન કરે નહિ. કીડી આદિ ફરતા જંતુઓ, ગિદ્ધાદિ ઊડનાર પક્ષીઓ, બિલમાં રહેનાર સપદિ પ્રાણીઓ અથવા ડાંસ-મચ્છાદિને દૂર ન કરે ! આ પ્રાણીઓ મારા દેહની જ હિંસા કરે છે. મારા જ્ઞાન, દર્શનાદિને બગાડી શકતા નથી એવો વિચાર કરી તે સ્થાનથી બીજે ક્યાંય ન જાય. આસ્ત્રવોથી દૂર રહી વેદના સહન કરે. [25] બાહ્ય, આત્યંતર ગ્રંથિઓને છોડી અંતિમ સમય શુદ્ધ ધ્યાનમાં રહે. અહીં સુધી ભક્ત પરિજ્ઞાનું કથન કર્યું. હવે ઈગિતમરણ કહે છે. આ ગિતમરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122