Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ થતખંઘ-૧, અધ્યયન-૨, ઉદેસી-૧ [so આ પ્રકારે બુદ્ધિમાન પુરુષ ઉત્તમ અવસર પામી સંયમના પાલનમાં ક્ષણમાત્રનો પણ પ્રમાદન કરે. કારકે યૌવન તથા વય વ્યતીત થઈ રહ્યું છે. [67] જેને જીવનની ક્ષણભંગુરતાનું જ્ઞાન નથી તે અસંયમમય જીવનમાં પ્રમત્ત બની છકાયના જીવોની ઘાત કરે છે, છેદન કરે છે, ભેદન કરે છે, લૂંટે છે, વિશેષરૂપથી તૂટે છે, પ્રાણહીન કરે છે. અને ત્રાસ આપે છે. તે એમ વિચારે છે કે “આજ સુધી કોઈએ નથી કર્યું એવું કાર્ય હું કરીશ મનુષ્ય જે કુટુંબીજનો સાથે વસે છે અને તેઓનું પોષણ કરે છે કદાચિતું તેનું પાલન પોષણ તે કુટુંબીજનોને કરવું પડે છે. કદાચિતુ, પુનઃઅર્થ પ્રાપ્તિ થઈ જાય તો તે મનુષ્ય પછી તે કુટુંબીજનોનું પાલન પોષણ કરે છે તો પણ તે કુટુંબીજનો તેની રક્ષા કરવામાં કે શરણ દેવામાં સમર્થ નથી. તેવી જ રીતે તે વ્યક્તિ પણ તેના કુટુંબીજનોનું રક્ષણ કરવામાં કે શરણ આપવામાં સમર્થ નથી. 6i8 કેટલાંક અસંયતિઓ ઉપભોગ પછી બચેલી વસ્તુઓ અથવા ભોગવ્યા વિનાની વસ્તુઓ બીજાની ઉપભોગ માટે ઉપયોગી થશે તેમ માની રાખી મૂકે છે પરંતુ પાપના ઉદયથી તેના શરીરમાં રોગ કે ઉપદ્રવ થતાં તે ધનનો ઉપભોગ કરી શકતો નથી. જેની સાથે વસે તે કુટુંબીજનો રોગાદિથી પીડીત થયેલ વ્યક્તિને પહેલા છોડી દે છે અથવા તે રોગી સ્વયં તેને છોડી દે છે. આ સમયે ધન અને સ્વજન કોઈપણ રક્ષા કરવામાં અથવા શરણ આપવામાં સમર્થ નથી. [69-71] પ્રત્યેક પ્રાણી સ્વયં પોતાના સુખ અને દુઃખનો નિમતા છે; ભોક્તા છે, તથા હજી પણ ધર્માચરણ કરવા યોગ્ય આયુષ્ય શેષ છે તેમ જાણી સમજી હે જીવ ! અવસરને ઓળખ. [72] હે શિષ્ય ! જ્યાં સુધી કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શન ઇન્દ્રિયોની જ્ઞાનશક્તિ મંદ થઈ નથી, ત્યાં સુધી આત્મકલ્યાણને માટે પ્રયત્ન કરવો યોગ્ય અને હિતકારી છે. એમ હું તમને કહું છું. | અધ્યયન-૨ ઉદસો-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] અધ્યયન-ર-ઉદ્દેસી 2) [73] બુદ્ધિમાન સાધકે સંયમમાં ઉત્પન્ન થયેલ અરુચિને દૂર કરવી, આમ કરવાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. - 7i4] અજ્ઞાની મોહથી ઘેરાયેલ કોઈ-કોઈ જીવ પરિષહ, ઉપસર્ગ આવતાં વીતરાગની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. “અમે પરિગ્રહથી રહિત થઈશું' એમ બોલી કેટલાક દીક્ષિત થવા છતાં પ્રાપ્ત થયેલા કાવ્યોગોનું સેવન કરે છે અને વીતરાગની આજ્ઞાથી વિપરીત આચરણ કરી મુનિવેશને લજવે છે અને કામભોગના ઉપાયોમાં તલ્લીન રહી વિષયોમાં અત્યંત આસક્ત થાય છે. તે પાર પામતા નથી. 7i5-76o તે જ પુરુષો વિમુક્ત છે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રના પારગામી છે. જે નિલભથી લોભને જીતી પ્રાપ્ત થયેલા કામભોગોને ઇચ્છતા નથી. જે પ્રથમથી જે લોભનો ત્યાગ કરીને ત્યાગી બને છે તે કર્મથી રહિત થઈ સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે. લોભની ઈચ્છા કરતા નથી તે જ સાચા અણગાર કહેવાય છે. અજ્ઞાની જીવ રાત દિવસ દુઃખી થઈ, કાળઅકાળની પરવા કર્યા વિના માતા, પિતાદિમાં તથા ધનાદિમાં આસક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122