Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૫, હસો-૩ 33 રના પદાર્થો ને પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાનપરિજ્ઞાની છોડે છે અને ફરી તેની ઇચ્છા કરે છે તે ગૃહસ્થની સમાન જ છે.એમ કેવળજ્ઞાન દ્વારા જાણી તીર્થંકર દેવોએ કહ્યું છે. [16] આ જૈનશાસનમાં તીર્થકરોની આજ્ઞાના આરાધક થવાની ઈચ્છાવાળા, વિવેકવાનું અને આસક્તિરહિત સાધકે રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં પયગપૂર્વક હમેશાં શીલને મોક્ષનું અંગ જાણી તેનું પાલન કરવું જોઇએ. શીલના લાભને સાંભળી વાસનારહિત અને લાલસારહિત થવું જોઈએ. [17] હે સાધક ! પોતાના આંતરિક શત્રુઓની સાથે જ યુદ્ધ કરો. બહારના યુદ્ધથી શું મળવાનું છે? આત્મયુદ્ધ કરવા માટે જે ઔદારિકશરીરાદિ સામગ્રી મળી છે, તે વારંવાર પ્રાપ્ત થવી દુર્લભ છે. તીર્થકર દેવે જે રીતે અધ્યવસાયોની ભિન્નતા કહી છે તેને તેવી જ રીતે માનવી જોઇએ. ધર્મથી પતિત થઈ અજ્ઞાની જીવ ગભદિકના દુઃખોનો અનુભવ કરે છે. આ જિન-શાસનમાં એવું કહ્યું છે, કે જે રૂપાદિ વિષયોમાં આસક્ત થાય છે તે હિંસામાં પ્રવૃત્ત થાય છે. તે જ સાચા મુનિ છે, જે લોકોને મોક્ષમાર્ગથી વિપરીત પ્રવૃત્તિ કરતા જોઈને તેમના દુઃખોનો વિચાર કરી, મોક્ષમાર્ગ તરફ દોરી જાય છે. આવા સાધક, કર્મના સ્વરૂપને જાણી પ્રત્યેક જીવના સુખ દુખ અલગ અલગ છે, આવો વિચાર કરી, કોઈપણ જીવને કષ્ટ પહોંચાડતા નથી. સંયમનું પાલન કરે છે. ધૃષ્ટતા કરતાં નથી. સુયશના અભિલાષી સાધક, સંસારમાં કોઈપણ પ્રકારની પાપ્રવૃત્તિ કરતા નથી. તે કેવળ મોક્ષ. તરફ દ્રષ્ટિ રાખી અહીં તહિં ભટકતા નથી, સ્ત્રીઓમાં ગૃદ્ધ થતા નથી અને સર્વઆરંભોથી દૂર રહે છે. [168] એવા સંયમવાનું સાધુ, સર્વ રીતે ઉત્તમ બોધને પ્રાપ્ત કરી, નહિ કરવા યોગ્ય પાપકર્મ તરફ દ્રષ્ટિ રાખતા નથી. જે સમ્યકત્વ છે તે મુનિધર્મ છે અને જે મુનિધર્મ છે તે સમ્યકત્વ છે, એમ જાણો, શિથિલાચારી, મમતાયુક્ત, વિષયોમાં આસક્ત, કપટી, અને પ્રમાદી તથા ઘરમાં રહેનાર, આ સમ્યકત્વ અથવા મુનિત્વનું પાલન કરી શકતા નથી. મુનિધર્મને ધારણ કરી, મુનિ શરીરને કૃશ કરે એવું કરવા માટે સમ્યગ્દર્શી વીર સાધક હલકું અને લૂખું ભોજન કરે છે. આવા સાધક જ સંસાર સમુદ્રથી પાર પામે છે. સાવધ અનુષ્ઠાનથી વિરત સાધક સંસારથી તરેલ અને મુક્ત કહેવાય. એમ હું કહું છું. | અધ્યયન ૫-હસો ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્વ (અધ્યયન પાઉસો-૪) [19] જ્ઞાન અને વયથી અપરિપક્વ સાધુ જો એકલા ગ્રામાનુગ્રામ વિચરે, તો તેનું આ વિચારવું અયોગ્ય છે. [17171 કોઈ મનુષ્ય હિતશિક્ષાના વચનમાત્રથી ક્રોધિત થઈ જાય છે. અભિમાની પુરુષ મહામોહથી વિવેકશૂન્ય બની ગચ્છથી અલગ થઈ જાય છે. એવા અજ્ઞાની, અતત્ત્વદર્શી પુરુષને વારંવાર અનેક બાધાઓ આવે છે, જેનું ઉલ્લંઘન કરવું તેના માટે કઠિન હોય છે. એટલા માટે હે શિષ્ય ! તારા માટે એવું ન થાય. આ વીર જિનેશ્વરનો અભિપ્રાય છે. તેથી સાધક, ગુરુની દ્રષ્ટિ અનુસાર અવલોકન કરવાનું શીખે અથવા ગુરુની સમીપે જ રહે. ગુરુદ્વારા બતાવેલી અનાસક્તિનું પાલન કરે. ગુરુને સર્વ કાયમાં આગળ કરે. બહુમાન કરી વિચરે, ગુરુમાં પૂર્ણ શ્રદ્ધા રાખે. સદ્ય ગુરુની પાસે [3] - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122