Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ 32 આયારો-૧/પર/૧દા ચલાવે છે. સાધક સાવદ્ય પ્રવૃત્તિથી દૂર રહી, પાપકમોનો સંયમ દ્વારા ક્ષય કરી “આ અપૂર્વ અવસર પ્રાપ્ત છે” એમ વિચાર કરે. શરીર અને સંયમના અનુકૂળ સાધનો વારંવાર મળતા નથી, આ વાતનું વારંવાર અન્વેષણ કરી અપ્રમત્ત રહે. તીર્થકરોએ કહ્યું છે કે, પ્રત્યેક પ્રાણીના દુઃખ અને સુખ અલગ અલગ છે, એવું જાણી સંયમી પુરુષે પ્રમાદ ન કરવો જોઈએ. આ સંસારમાં મનુષ્યોમાં અભિપ્રાય ભિન્ન ભિન્ન છે અને તેના દુઃખ પણ ભિન્ન ભિન્ન છે, માટે જે કોઈ પણ પ્રકારની હિંસા કરતા નથી, અસત્ય બોલતા નથી, આવેલા પરીષહોને સમ્યક પ્રકારે સહન કરે છે. તે જ પ્રશંસનીય-જે પાપકમમાં આસક્ત નથી તેને કદાચિત કર્મોદયથી રોગ ઉત્પન્ન થઈ જાય તો પણ સમભાવથી દુઃખ સહન કરવું જોઇએ. આ પ્રકારે તીર્થકરોએ કહ્યું છે. આ દુઃખ આગળ પાછળ મારે જ સહન કરવાનું છે. આ ઔદારિક શરીર છિન્નભિન્ન થનારું છે. વિધ્વંસન સ્વભાવવાળું છે અધ્રુવ, અનિત્ય, અશાશ્વત છે. વધવા-ઘટવાવાળું છે. નાશવાનું છે. માટે આ શરીરના સ્વરૂપનો અને અવસરનો વિચાર કરવો જોઈએ. એવા વિચારથી દેહના સ્વરૂપને જોનારા, આત્માના ગુણોમાં રમણ કરનારા, શરીરાદિમાં અનાસક્ત, ત્યાગી સાધકને સંસારનું પરિભ્રમણ કરવું નહીં પડે. એમ હું કહું છું.. [12] લોકમાં કેટલાક સાધુવેશધારી પણ પરિગ્રહવાનું હોય છે, તે પરિગ્રહ થોડો હોય કે ઘણો હોય, સૂક્ષ્મ હોય કે સ્કૂલ હોય, સચિત્ત હોય કે અચિત્ત હોય, તે પરિગ્રહધારી ગૃહસ્થોની સમાન જ છે. આ પરિગ્રહ નરકાદિના મહાભયનું કારણ છે. તેમજ આહારાદિ લોકસંજ્ઞા પણ ભયરૂપ છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. દ્રવ્યરૂપ અને ભાવરૂપ પરિગ્રહને ધારણ નહિ કરનાર સંયમીનું ચારિત્ર પ્રશસ્ત છે. [13] તેને જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ હોય છે. એવું જાણી હે સાધકો ! તમે દિવ્યદ્રષ્ટિ (સમ્યગ્દષ્ટિ) ને ધારણ કરી સંયમમાં પરાક્રમ કરો. અપરિગ્રહી અને દિવ્ય વૃષ્ટિવાળા સાધકને જ બ્રહ્મચર્યઆત્માની પ્રાપ્તિ થાય છે. એમ હું કહું છું. મેં સાંભળ્યું છે, અને અનુભવ કર્યો છે, કે બંધનથી છૂટકારો પોતાના આત્માથી જ થાય છે. માટે સાધક પરિગ્રહથી મુક્ત થઈ જીવનપર્યન્ત પરિષહો અને ઉપસર્ગોને સહન કરે. પ્રમાદીઓને ધર્મથી વિમુખ જોઈ અપ્રમત્ત થઈને સંયમમાં વિચરે. આ તીર્થંકરભાષિત સંયમાનુષ્ઠાનનું સમ્યક પ્રકારે પાલન કરો! એમ હું કહું છું. | અધ્યયનઃપ-ઉદેસોઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન ૫-ઉસો 3) [14] આ લોકમાં જે કોઈ અપરિગ્રહી થાય છે તે સર્વ તીર્થંકરની વાણી સાંભળી તથા ગણધરાદિ મહાપુરુષોના વચનોને સાંભળી વિવેકી બની, સર્વપ્રકારના પદાર્થોનો ત્યાગ કરીને જ અપરિગ્રહી બને છે. તીર્થકરોએ સમતામાં ધર્મ કહ્યો છે “જે રીતે મેં કર્મોનો ક્ષય કહ્યો છે, તે રીતે બીજા માર્ગમાં કમ ક્ષીણ કરવા કઠિન છે. તેથી હું કહું છું કે પોતાની શક્તિનું ગોપન ન કરતાં, કમને ક્ષય કરો! [૧૬પ કેટલાંક પહેલાં ત્યાગમાર્ગ અંગીકાર કરે છે અને તે જ રીતે અંત સુધી પાલન કરે છે. કેટલાંક પ્રથમ ત્યાગ અંગીકાર કરે છે અને પછી પતિત થઈ જાય છે. કેટલાંક પહેલાં ત્યાગમાર્ગ-સ્વીકારતા નથી અને પાછળથી પતિત પણ થતા નથી. જે સંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122