Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ મુતસ્કંથ-૧, અધ્યયન-૨, ઉદેસો-૫ 23 દુગંધી પદાર્થોને તથા અંદરની અવસ્થાને જુએ છે કે હમેશાં આ શરીરમાંથી મળાદિક પદાર્થો નીકળતા રહે છે એવું જાણી પંડિત પુરુષ શરીરના યથાર્થ સ્વરૂપને સમજે છે. 9i6-97 બુદ્ધિમાનું પુરુષ “આ કર્યું. આ કરીશ' આ પ્રકારના વિચારથી વ્યાકુળ રહે છે અને અત્યંત માયા કરે છે. પોતાના કાર્યોથીજ મૂઢ બની ફરી એવો લોભ કરે છે જેનાથી પોતાના આત્મા સાથે શત્રુતા વધે છે. એટલા માટે કહેવાય છે કે ભોગોમાં અતિ આસક્ત પુરુષ ક્ષણભંગુર શરીરને પુષ્ટ બનાવવા માટે પ્રયત્ન કરે છે કે જાણે કે તે અજર અમર હોય એવા પ્રાણીને દુઃખી જાણીને કાયાદિમાં આસક્ત ન થવું. જે મૂઢ પ્રાણી વસ્તુસ્વરૂપને જાણતા નથી, તે શોક કરે છે. માટે કામપરિત્યાગનો ઉપદેશ આપું છું. તેને ધારણ કરો. પરમાર્થને નહીં જાણવા છતાં પણ પાંડિત્યનું અભિમાન કરનાર કામવિકારોને શમન કરવાના ઉપદેશક બની રહે છે અને અમે કાંઇક નવું કાર્ય કરશે, એવું અભિમાન રાખી ફરે છે. પરંતુ તેઓ જીવોને મારનારા, છેદનારા, શૂળાદિથી ભેદનારા, લૂંટનારા, ઝૂંટનારા, પ્રાણથી રહિત કરનારા હોય છે. આવા અજ્ઞાની જેને ઉપદેશ આપે છે, જે એના સંસર્ગમાં આવે છે તેઓ પણ કર્મબંધના ભાગી બને છે, માટે આવા અજ્ઞાનીઓનો અને આવી ચિકિત્સા કરાવનારનો સંગ ન કરવો જોઈએ. જે સાચા ગૃહત્યાગી સાધુ છે તેને આવો ઉપદેશ અથવા ચિકિત્સા કરવી યોગ્ય નથી. અધ્યયન-૨-ઉદેસો પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનદર-ઉદેસો દો [98] પહેલાં કહેલ વસ્તસ્વરૂપને સમજી જ્ઞાન, દર્શન, ચારિત્રમય સંયમમાં પ્રયત્નશીલ રહેનાર સાધક સ્વયં પાપકર્મ કરે નહિ. બીજા પાસે કરાવે નહિ. [99] પાપારંભમાં પ્રવૃત્ત પ્રાણી છકાય જીવોમાંથી કોઈ પણ એક કાયનો. સમારંભ કરે છે તે છકાયમાંથી પ્રત્યેકનો આરંભ કરનારો ગણાય છે અથવા જે પૂવક્ત પાપસ્થાનોમાંથી કોઈ એકનું સેવન કરે છે તે વારંવાર છકાયમાંથી પ્રત્યેક કાર્યમાં ઉત્પન્ન થાય છે. સુખના અભિલાષી, સુખ માટે દોડધામ કરનાર જીવ પોતાના હાથથી ઉત્પન્ન કરેલ દુઃખથી મૂઢ બની વિશેષ દુઃખી થાય છે. પોતે કરેલા પ્રમાદના કારણે વ્રતોનો ભંગ કરે છે જે દશાઓમાં પ્રાણી અત્યંત દુખી થાય છે. આ વાત જાણી પરપીડાકારી કોઈ કામ ન કરે, આ વિવેક કહ્યો છે. આ વિવેકથી કર્મોનો ક્ષય થાય છે. " [100] જે મમત્વ બુદ્ધિને છોડી શકે છે તે મમત્વને છોડી શકે છે. જેને મમત્વ નથી તે મોક્ષના માર્ગને જાણનાર મુનિ છે. એવું જાણી ચતુર મુનિ લોકના સ્વરૂપને જાણીને લોકસંજ્ઞા દૂર કરી વિવેકપૂર્વક સંયમમાં પરાક્રમ કરે, એમ હું કહું છું. 101 પરાક્રમી સાધક સંયમમાં ઉત્પન્ન થયેલ અરુચિને સહન કરતો નથી અને બાહ્ય પદાર્થોમાં થતી રતિ-રુચિને પણ સહન કરતો નથી. કારણ કે વીર સાધુ અન્યમનસ્ક થતા નથી. માટે વીરસાધક, કોઈ પદાર્થ પર રાગવૃત્તિ ન કરે. 104-10 તીર્થંકરની આજ્ઞાને નહિ માનનાર, સ્વચ્છંદી બની વિચરનાર મુનિ મોક્ષ પ્રાપ્ત કરવા માટે અયોગ્ય છે. તે સાધક પ્રશ્ન પૂછવા પર પ્રત્યુતર દેવામાં) ગ્લાનિ, અનુભવે છે. આરાધક બની, સંસારની જંજાળથી પાર થઈ જાય છે તે જ મુનિ પ્રશંસનીય છે. તીર્થકર દ્વારા પ્રરૂપિત આ જ માર્ગ ન્યાયમાર્ગ કહેવાય છે. મનુષ્યોના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122