________________
ક્ષુલ્લક નિગ્રંથ
૨૯
૧૧. જુદી જુદી જાતની (વિચિત્ર) ભાષાઓ શરણરૂપ થતી નથી. તો વિદ્યાનું અનુસાશન પણ ક્યાંથી શરણભૂત થાય ! પાપ કર્મોથી પકડાયેલા મૂર્ખાઓ નહિ જાણવા છતાં પોતાને પંડિત માનનારા હોય છે.
૧૨. જે કેટલાક બાલજીવો (અજ્ઞાની) શરીરમાં, શરીરના વર્ણ અને સૌંદર્યમાં સર્વ પ્રકારે એટલે મન, વચન અને કાયાથી આસક્ત હોય છે તે સૌ દુઃખના જ ભોગી બને છે.
૧૩. તેઓ અનંત એવા આ સંસારમાં લાંબે માર્ગે પડે છે. (સંસારચક્રમાં ખૂબ ભમે છે.) માટે બધી બાજુથી જોઈ તપાસીને મુનિ અપ્રમત્ત થઈને જ વિચરે. ૧૪. બાહ્યસુખને આગળ કરીને કદી પણ કશું ન ઇચ્છે. માત્ર પૂર્વે થયેલાં (સંચિત) કર્મના ક્ષયને માટે જ આ દેહનો સદુપયોગ કરે.
::
નોંધ : શરીર, ધન, સ્વજન આદિ સામગ્રી મુખ્ય નથી પણ ગૌણ છે. તેનો સદુપયોગ કરવાથી જ સુખ મળે. તેની લાલસામાં જીવન ખર્ચે તો બધુંય ગુમાવે.
૧૫. કર્મના મૂળ કારણો (બીજ)નો વિવેક કરીને (વિચાર કરીને) અવસર (યોગ્યતા) જોઈને સંયમી બને. (સંયમી બન્યા પછી) નિર્દોષ ભોજન અને પાણીને પણ માપથી ગ્રહણ કરે.
નોંધ : યોગ્યતા વિના સંયમ ન ટકે માટે ‘અવસર, જોનાર એ વિશેષણ લીધું છે. તેમ જ ત્યાગ અને તપ વિના પૂર્વ કર્મોનો ક્ષય અસંભવિત છે માટે ત્યાગને અનિવાર્ય બતાવ્યો છે.
૧૬. ત્યાગીએ લેશ માત્ર પણ સંગ્રહ ન કરવો, જેમ પક્ષી પાંખને સાથે લઈને જ ફરે છે તેમ મુનિ પણ (સર્વ વસ્તુ પરથી) નિરપેક્ષ (મમત્વ રહિત) થઈ વિચરે.
૧૭. લજ્જાળુ (સંયમની લાજ ધરાવનાર) અને ગ્રહણ કરવામાં પણ મર્યાદા રાખનાર ભિક્ષુ ગામ, નગર ઇત્યાદિ સ્થળે, બંધન રહિત (નિરાસક્ત) થઈ વિચરે. અને પ્રમાદીઓમાં (એટલે ગૃહસ્થોના સંસર્ગમાં રહેવા છતાં) પણ અપ્રમત્ત રહી ભિક્ષાની ગવેષણા (શોધ) કરે.
‘એ પ્રમાણે તે અનુત્તર જ્ઞાની અને અનુત્તર દર્શનધારી અર્હન્ પ્રભુ જ્ઞાનપુત્ર મહાવીર વિશાલી નગરીમાં આ પ્રમાણે વ્યાખ્યાન કરતા હતા. (એમ) જંબુસ્વામીને સુધર્મસ્વામીએ કહ્યું :
એ પ્રમાણે કહું છું.
એવી રીતે ક્ષુલ્લક નિથ સંબંધીનું છઠ્ઠું અધ્યયન સમાપ્ત થયું.