________________
૨૧૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૪૭. પરંતુ શબ્દમાં વિરક્ત મનુષ્ય તે શોકથી રહિત હોય છે, જેમ (જળમાં ઊગેલું) કમળપત્ર જળથી લેવાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં તે જીવ ઉપરના દુઃખસમૂહની પરંપરાથી લપાતો નથી.
૪૮. ગંધ એ પ્રાણેન્દ્રિયનો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞ ગંધ રાગના હેતુભૂત છે. અને અમનોજ્ઞ ગંધ વૈષના હેતુભૂત છે. જે (જીવ) તે બંનેમાં સમભાવ રાખી શકે છે તે જ વીતરાગી છે.
૪૯. નાસિકા ગંધની ગ્રાહક છે અને ગંધ એ નાસિકાનો ગ્રાહ્ય વિષય છે. તેથી મનોજ્ઞ ગંધ રાગના હેતુરૂપ છે અને અમનોજ્ઞ ગંધ એ વૈષના હેતુરૂપ છે એમ મહાપુરુષો કહે છે.
૫૦. જે મનુષ્ય ગંધોમાં તીવ્ર આસક્તિ રાખે છે તે (ચંદનાદિ) ઔષધિની સુગંધમાં આસક્ત થઈ પોતાના રાફડામાંથી બહાર નીકળેલા સર્પની માફક અકાલિક મૃત્યુને પામે છે.
પ૧. વળી જે જીવ અમનોજ્ઞ ગંધ પર તીવ્ર દ્વેષ રાખે છે તે જીવ તે જ ક્ષણે દુ:ખ પામે છે. આવી રીતે જીવ પોતાના જ દુર્દમ્ય દોષથી દુ:ખી થાય છે. તેમાં ગંધનો જરાપણ દોષ નથી.
પ૨. જે કોઈ સુગંધ પર અતિશય રાગ કરે છે; એકાંત રક્ત રહેલા તેને અમનોજ્ઞ ગંધ પર દ્વેષ ઊપજે છે. અને આખરે તો તે અજ્ઞાની દુઃખથી ખૂબ પીડાય છે. પણ આવા ષથી વીતરાગી મુનિ લપાતો નથી.
૫૩. અત્યંત સ્વાર્થમાં ડૂબેલો બાલ અને મલિન જીવ સુગંધમાં લુબ્ધ બનીને અનેક પ્રકારના ચરાચર જીવોની હિંસા કરે છે અને ભિન્ન ભિન્ન પ્રકારે તેઓને પરિતાપ અને પીડા ઉપજાવે છે.
૫૪. છતાં ગંધની આસક્તિથી અને મૂછથી મનોજ્ઞ ગંધને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાંથી મળે ? તેનો ઉપયોગ કરતી વખતે પણ અતૃપ્તિ જ હોય છે.
૫૫. જયારે ગંધને ભોગવવા છતાં અસંતુષ્ટ રહે છે ત્યારે તેના પરિગ્રહમાં આસક્તિ વધે છે અને અતિ આસક્ત રહેલો તે જીવ કદીએ સંતોષ પામતો નથી, અને અસંતોષના દોષથી લોભાકૃષ્ટ તેમ જ દુઃખી તે જીવાત્મા બીજાના સુગંધવાળા પદાર્થોને પણ ચોરી લે છે.
પ૬. એ પ્રમાણે અદત્તનું ગ્રહણ કરનાર, તૃષ્ણાથી પરાભવ પામેલો અને સુગંધ ભોગવવા તથા મેળવવામાં અસંતુષ્ટ પ્રાણી લોભના દોષથી