Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 283
________________ જીવાજીવવિભક્તિ ૨૪૯ ૮૮. જળકાયના જીવોની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત સુધી અને વધુમાં વધુ સાત હજાર વર્ષ સુધીની છે. ૮૯. જળકાયના જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની (ફરી ફરી ત્યાં જ જન્મે) તો ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્ય કાળની કહી છે. ૯૦. જળકાયના જીવો પોતાની જળકાયને છોડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે. ૯૧. જે જળકાય જીવોના વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે. ૯૨. વનસ્પતિકાયના જીવો સૂક્ષ્મ અને સ્થળ એમ બે પ્રકારના હોય છે અને તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદો છે. ૯૩. ધૂળ પર્યાપ્ત વનસ્પતિકાયના જીવોના બે પ્રકાર છે. ૧. સાધારણ (એક શરીરમાં અનંત જીવો રહે તે) શરીરવાળા, ૨. પ્રત્યેક શરીરવાળા. ૯૪. જુદા જુદા શરીરમાં જુદા જુદા રહેલા પ્રત્યેક શરીર જીવો અનેક પ્રકારના કહ્યા છે. ૧. વૃક્ષ (તેના બે ભેદ છે એક બીજવાળા અને બહુ બીજવાળા.) ૨. ગુચ્છાઓ, ૩. વનમાલતી વગેરે, ૪. લતાઓ (ચંપકલતાઓ) ૫. વેલા (તુંબડી) ૭. ધાસ. ૫. ૭. નાળિયેરી, ૮. શેરડી, વાંસ વગેરે, ૯. બિલાડીના ટોપ, ૧૦. કમળ, સાલી વગેરે, ૧૧. હરિકાય ઔષધિ, એ બધાને પ્રત્યેક વનસ્પતિકાયના જીવો કહે છે. ૯૬. સાધારણ શરીરવાળા જીવો પણ અનેક પ્રકારના કહ્યા છે. ૧. બટાટા, ૨. મૂળા, ૩. આદુ. ૯૭. ૪. હરિલી કંદ, ૫. વિરીલીકંદ, ૬. સિસિરિલી કંદ, ૭, જાવંત્રી કંદ, ૮, કંદલી કંદ, ૯. ડુંગળી, ૧૦. લસણ, ૧૧. પલાંડુ કંદ, ૧૨. કુડુવ કંદ. ૯૮. ૧૩. લોહની કંદ ૧૪. હુતાશી કંદ, ૧૫. હૂતકંદ, ૧૬. કુહક કંદ, ૧૭. કૃષ્ણ કંદ, ૧૮. વજ કંદ, ૧૯. સૂરણ કંદ, ૯૯. ૨૦. અશ્વકર્ણી કંદ, ૨૧. સિહકર્મી કંદ, ૨૨. મુસુંઢી કંદ, ૨૩. લીલી હળદર, એ પ્રકારે અનેક જાતના સાધારણ શરીરવાળા જીવો કહ્યા છે.

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299