Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 293
________________ જીવાજીવવિભક્તિ ૨૫૯ ૨૦૪. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિસિકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર. એમ દશ પ્રકારના વનવાસી દેવો હોય છે. ૨૦૫. ૧. પિશાચ, ૨. ભૂત, ૩. યક્ષ, ૪. રાક્ષસ, ૫. કિન્નર, ૬. કિંગુરુષ, ૭. મહોરગ અને ૮. ગાંધર્વ. એમ આઠ પ્રકારના વ્યંતર દેવો છે. - ૨૦૬. ૧. ચંદ્ર, ૨. સૂર્ય, ૩. નક્ષત્ર, ૪. ગ્રહ અને ૫. તારાઓ એમ પાંચ પ્રકારના જયોતિષિ દેવતાઓ હોય છે. આમાંના જીવ જે મનુષ્યક્ષેત્રમાં છે તે બધા ગતિ કરનારા અને મનુષ્ય ક્ષેત્રની બહાર રહેનારા સ્થિર હોય છે. ૨૦૭. વૈમાનિક દેવો પણ બે પ્રકારના કહ્યા છે. ૧. કલ્પવાસી અને ૨. અકલ્પવાસી (કલ્પાતીત). ૨૦૮. કલ્પવાસી દેવો બાર પ્રકારના હોય છે : ૧. સૌધર્મ, ૨. ઈશાન, ૩. સનતકુમાર, ૪. મહેન્દ્ર, પ. બ્રહ્મલોક, ૬. લાંતક. ૨૦૯. ૭. મહાશુક્ર, ૮. સહસ્ત્રાર, ૯, આનત, ૧૦. પ્રાણ, ૧૧. આરણ અને ૧૨. અય્યત તે બધા દેવલોકમાં વસતા દેવો બાર પ્રકારના કલ્પવાસી દેવો કહેવાય છે. ૨૧૦. ૧. રૈવેયક અને ૨. અનુત્તર એમ બે પ્રકારના કલ્પાતીત દેવો કહ્યા છે. ત્યાં રૈવેયક નવ પ્રકારના છે. ૨૧૧. રૈવેયક દેવોની ત્રણ ત્રિકો છે : ૧. હેઠેની, ૨. મધ્યમ અને ૩. ઉપરની. અને તેના પણ એક એક ત્રિકના ૧. નીચેનું, ૨. મધ્યમ અને ૩. ઉપર (એમ પેટા ભેદો મળી કુલ નવ થાય છે.) ૧. હેઠલી ત્રિકની નીચેના સ્થાનના દેવો, ૨. હેઠલી ત્રિકના મધ્યમ સ્થાનના દેવો, ૩. હેઠેલી ત્રિકની ઉપરના સ્થાનના દેવો. - ૨૧૨. ૪. મધ્યમત્રિકના હેઠેના સ્થાનના દેવો, ૫. મધ્યમત્રિકના મધ્યમસ્થાનના દેવો અને ૬. મધ્યમત્રિકના ઉપરના સ્થાનના દેવો. ર૧૩. ૭. ઉપલીત્રિકના હેઠેના સ્થાનના દેવો, ૮. ઉપલત્રિકના મધ્યમસ્થાનના દેવો અને ૯. ઉપલીનિકના ઉપરના સ્થાનના દેવો. એમ નવ પ્રકારના રૈવેયક દેવો કહ્યા છે. અને ૧. વિજય, ૨. વૈજયંત, ૩. જયંત, ૪. અપરાજિત

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299