________________
૩૭
કાપિલિક
૬. અધીર (આસક્તો પુરુષોથી તો આ કામભોગો ખરેખર દુઃખે કરીને તજાય છે. સુખેથી ત્યાજ્ય નથી. જે સદાચારી સાધુઓ હોય છે તે જ દુસ્તર એવા આ સંસારને તરી જાય છે.
છે. કેટલાક દુષ્ટ અને અજ્ઞાની ભિક્ષુકો એમ કહેતા હોય છે કે પ્રાણીવધ થાય તેમાં શું ? આમ કહેનારા મૃગલા (આસક્ત) અને મંદબુદ્ધિવાળા અજ્ઞાનીઓ, પાપી દષ્ટિઓ વડે કરીને નરકમાં જાય છે.
નોંધ : કોઈ બીજાઓ (અન્ય માણસો) પ્રાણીઓનો વધ કરી આહાર ઉપજાવે તો તે પણ સાધુને માટે અકથ્ય છે.
૮. ખરેખર પ્રાણીવધ કરવો તો શું પણ તેને અનુમોદન આપતાં પણ કદી સર્વ દુ:ખોથી તે જીવ છૂટી શકતો નથી. જે આચાર્યોએ સાચા ધર્મની નિરૂપણ કરી છે તે બધાએ આ પ્રમાણે ફરમાવેલું છે.
નોધ : કોઈ પણ મત, વાદ કે દર્શનમાં અહિંસાતત્ત્વ સિવાય ધર્મ બતાવ્યો નથી. જેનદર્શન અહિંસાની ખૂબ ગંભીર સમાલોચના કરે છે. તે કહે છે કે તમો બીજાને દુ:ખ ન દો તેટલામાં જ અહિંસા સમાપ્ત થતી નથી પરંતુ કોઈપણ હિંસાના કાર્યને ઉત્તેજના ન મળે તેવો વિવેક રાખવો તે અહિંસા છે.
૯. જે પ્રાણોનો અતિપાત (ઘાત) ન કરે તે સમિતિ યુક્ત, અને સર્વજીવોનું રક્ષણ કરનાર (અહિંસક) કહેવાય છે. આવો બનવાથી સ્થળમાંથી પાણીની પેઠે તેમનું પાપકર્મ નીકળી જવા માંડે છે.
નોંધ : જૈનદર્શનમાં પાંચ સમિતિઓ છે. તેમાં આહાર, ભાષા શોધન, વ્યવસ્થા તથા પ્રતિષ્ઠાપન (ભિક્ષાદિ વધે તે કેવે સ્થળે મૂકવી) વિધિનો સમાવેશ થાય છે.
૧૦. જગતમાં વ્યાપ્ત થયેલા ત્રસ્ત હાલતા ચાલતા) અને (સ્થિર રહેલા) જીવો પર મન, વચન અને કાયાથી દંડ ન આરંભવો.
નોંધ : સૂક્ષ્મ કે ધૂળ જીવોની હિંસા, મન, વાણી કે વર્તનથી ન જ કરવી.
૧૧. શુદ્ધ ભિક્ષાને જાણીને તેમાં જ ભિક્ષુ પોતાના આત્માને સ્થાપે. સ્યમયાત્રા માટે ગ્રાસ (કોળિયા) પ્રમાણે (મર્યાદાપૂર્વક) ભિક્ષા કરે અને રસમાં આસક્ત ન થાય.