________________
મૃગાપુત્રીય
૧૧૫
૯. સાધુપણું યાદ આવ્યા પછી ચારિત્રને વિશે ખૂબ પ્રીતિ ઉદ્ભવી અને વિષયને વિશે તેટલી જ વિરક્તિ (વૈરાગ્ય) ઉત્પન્ન થઈ. આથી માતાપિતાની સમીપમાં આવી આ વચન કહ્યું :
૧૦. હે માતાપિતા ! પૂર્વકાળમાં મેં પાંચ મહાવ્રતરૂપ સંયમ ધર્મ પાળેલો તેનું સ્મરણ થયું છે. અને તેથી નરક, પશુ ઇત્યાદિ અનેક ગતિના દુઃખથી ભરેલા સંસાર સમુદ્રથી નિવૃત્ત થવાને ઇચ્છું છું. માટે મને આજ્ઞા આપો. હું પવિત્ર પ્રવજા (ગૃહત્યાગ) અંગીકાર કરીશ.
નોંધ : પૂર્વકાળમાં પંચમહાવ્રતનું કહે છે તેથી જણાય છે કે પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના વખતમાં મૃગાપુત્ર સંયમી થયા હશે.
૧૧. હે માતાપિતા ! પરિણામે વિષ (કિપાકો ફળની પેઠે નિરંતર કડવા ફળ દેનારા અને એકાંત દુઃખની પરંપરાથી જ વિટળાયેલા એવા ભોગો મેં (પૂર્વકાળમાં અને હમણાં) ખૂબ ભોગવી લીધા છે.
૧૨. આ શરીર અશુચિ (શુક્રવીર્યાદિ)થી ઉત્પન્ન થયેલું હોઈ કેવળ અપવિત્ર અને અનિત્ય છે. (રોગ, જરા ઇત્યાદિના) દુઃખ અને કલેશોનું જ માત્ર ભાજન છે. તેમજ અશાશ્વત (અસ્થિર) દશાવાળું છે.
૧૩. પાણીના ફીણ કે પરપોટા જેવા ક્ષણિક શરીરમાં આસક્તિ શી ? તે હમણાં કે પછી (બાલ, તરુણ કે જરાવસ્થામાં) જરૂર જવાનું છે તો તેમાં હું કેમ લોભાઉં ?
૧૪. પીડા અને કુષ્ટાદિ રોગનું ઘર અને જરા તથા મરણથી ઘેરાયેલી આ અસાર અને ક્ષણભંગુર મનુષ્ય દેહમાં હવે એક ક્ષણ માત્ર હું રતિ (આનંદ) પામી શકતો નથી.
૧૫. અહો ! આ આખો સંસાર ખરેખર દુ:ખમય છે. ત્યાં રહેલા પ્રાણીઓ બિચારાં જન્મ, જરા, રોગ અને મરણનાં દુઃખોથી પીડાઈ રહ્યાં છે.
૧૬. (હે માતાપિતા !) આ બધા ક્ષેત્ર (ઉઘાડી જમીન), ઘર, સુવર્ણ, પુત્ર, સ્ત્રી, બંધુઓ અને શરીરને છોડીને પણ પરાધીનપણે મારે વહેલું કે મોડું અવશ્ય જવાનું છે.
નોંધ : જે જીવાત્મા કામભોગોને સ્વયં નથી તજતો તેને કામભોગો તજી દે છે, માટે પોતાની જાતે તાજેલા કામભોગો દુઃખકર નહિ પણ સુખકર નીવડે છે.
૧૮. જૈમ કિપાક ફળનું પરિણામ સુંદર નથી તેમ ભોગવેલા ભોગોનું પણ પરિણામ સુંદર નથી.