________________
૧૩૮
ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાન બોલ્યા : ૧. પૂર્વે શૌર્યપુર (સોરીપુર) નામના નગરમાં રાજલક્ષણોથી યુક્ત અને મહાન ઋદ્ધિમાન એક વસુદેવ નામના રાજા થઈ ગયા હતા.
નોંધ : આ કથા સંબંધ વખતે તે રાજગાદી પર આવ્યા ન હતા અર્થાત્ યુવરાજ હતા.
૨. તેને દેવકી અને રોહિણી નામની બે સ્ત્રીઓ હતી અને તે પૈકી રોહિણીને બલભદ્ર (બળદેવ) અને દેવકીને કૃષ્ણવાસુદેવ એવા બે મનોહર કુમારો હતા.
૩. તે જ શૌર્યપુર નગરમાં બીજા એક મહાન ઋદ્ધિમાન અને રાજલક્ષણોથી યુક્ત એવા સમુદ્રવિજય નામે રાજા હતા.
૪. તેમને શિવા નામે પત્ની હતાં અને તેની કુખેથી જન્મેલો એક મહાયશસ્વી આખા લોકનો નાથ અને ઇંદ્રિયોને દમન કરનારાઓમાં શ્રેષ્ઠ એવો અરિષ્ટનેમિ નામનો ભાગ્યવંત પુત્ર હતો.
૫. તે અરિષ્ટનેમિ શૌર્ય, ગાંભીર્ય આદિ ગુણોથી તેમ જ સુસ્વરથી યુક્ત અને સાથિયા, શંખ, ચક્ર અને ગદા વગેરે) એક હજારને આઠ ઉત્તમ લક્ષણોથી સહિત હતા. તેમનું ગોત્ર ગૌતમ હતું અને શરીરનો વર્ણ શ્યામ હતો.
૬. તેઓ વજઋષભનારા, સંઘયણ અને સમચતુરગ્ન સંસ્થાન (ચારે બાજુથી જે શરીરની આકૃતિ સમાન હોય તે)વાળા હતા. તેનું પેટ મચ્છ સમાન રમણીય હતું. તે નમીશ્વર સાથે પરણાવવા માટે કેશવ (શ્રીકૃષ્ણ) મહારાજાએ રાજીમતી નામની કન્યાનું માગુ કર્યું.
નોંધ : સંઘયણ એટલે શરીરનો બાંધો. તે બાંધાઓ પાંચ પ્રકારના હોય છે. તે પૈકી વજઋષભરાચ સંઘયણ સર્વ શ્રેષ્ઠ છે. તે શરીર એટલું તો મજબૂત હોય છે કે મહાપીડાને પણ તે સહજ રીતે સહી શકે છે. નેમિરાજ બાળપણથી જ સુસંસ્કારી હતા. ગૃહસ્થાશ્રમ ભોગવવાની તેમને લેશમાત્ર ઇચ્છા ન હતી. તે વૈરાગ્યમાં તરબોળ હતા. પરંતુ તેમના બંધુ કૃષ્ણમહારાજની આજ્ઞાને આધીન બની તે મૌન રહ્યા. તે મૌનનો લાભ લઈ કૃષ્ણમહારાજે ઉગ્રસેન મહારાજા પાસે રાજીમતીનું માગુ કર્યું હતું.
૭. તે રાજીમતી કન્યા પણ ઉત્તમ કુળના રાજવી ઉગ્રસેનની પુત્રી હતી. તે સુશીલ સુનયના અને સ્ત્રીઓનાં સર્વોત્તમ લક્ષણોથી સંપન્ન હતી. તેની કાન્તિ, સદામિની જેવી મનોહર અને વિદ્યુત જેવી તેજસ્વી હતી.