________________
૧૭)
ઉત્તરાધ્યયન સૂત્ર ૩૦. હે વિજયઘોષ ! જે વેદો પશુવધને નિરૂપનારા છે તે અને પાપ કર્મો કરી હોમાયેલી આહુતિઓ તે યજ્ઞ કરનાર દુરાચારીને જ શરણભૂત થતાં નથી. કારણ કે કર્મો ફળ આપવામાં બળવાન હોય છે.
૩૧. હે વિજયઘોષ ! મસ્તક મુંડન કરવાથી સાધુ થવાતું નથી. ૐ કારના ઉચ્ચારણથી બ્રાહ્મણ થવાતું નથી, તેમ અરણ્યવાસથી મુનિ કે ભગવાં વસ્ત્ર પહેવાથી તાપસ થવાતું નથી.
૩૨. સમભાવથી સાધુ થવાય છે. બ્રહ્મચર્યપાલનથી બ્રાહ્મણ થવાય છે અને જ્ઞાન હોય તે મુનિ તથા તપસ્વી હોય તે જ તાપસ કહેવાય છે.
૩૩. વાસ્તવિક રીતે વર્ણવ્યવસ્થા જન્મગત નથી, પણ કર્મગત છે. કર્મથી જ બ્રાહ્મણ થવાય છે. કર્મથી જ ક્ષત્રિય થવાય છે, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર થવાય છે.
૩૪. આ વસ્તુઓને ભગવાને ખુલ્લી રીતે કહી બતાવી છે. સ્નાતક (ઉચ્ચ બ્રાહ્મણ) પણ તેવા જ ગુણોથી થઈ શકાય છે. માટે જ બધાં કર્મોથી મુક્ત હોય, અથવા મુક્ત થવાનો પ્રયત્ન કરે તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૩૫. ઉપરના ગુણોથી યુક્ત જે ઉત્તમ બ્રાહ્મણો હોય છે તેઓ જ પોતાના અને પરના આત્માનો ઉદ્ધાર કરવાને માટે સમર્થ છે. - ૩૬. આ પ્રકારે સંશયનું સમાધાન થયા પછી તે વિજયઘોષ બ્રાહ્મણ તે પવિત્ર વચનોને હૃદયમાં ઉતારીને પછી જયઘોષ મુનિને સંબોધીને
૩૭. સંતુષ્ટ થયેલો તે વિજયઘોષ હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યો : હે ભગવાન્ ! આપે યથાર્થ બ્રાહ્મણપણું મને સમજાવ્યું.
૩૮. ખરેખર આપ જ યજ્ઞોના યાજક (કરનાર) છો. આપ જ વેદોના જાણકાર છો. આપ જ જ્યોતિષશાસ્ત્રાદિ અંગોના જાણકાર વિદ્વાન છો અને આપ જ ધર્મોના પારગામી છો.
૩૯. આપ આપના અને પના આત્માનો ઉદ્ધાર કરવાને સમર્થ છો. માટે હે ભિક્ષુત્તમ, ! ભિક્ષા ગ્રહણ કરવાની અમારા પર કૃપા કરો.
૪૦. હે દ્વિજ ! મને તારી ભિક્ષાથી કશું પ્રયોજન નથી. જલદી સંયમમાર્ગની આરાધના કર. જન્મ, જરા, મૃત્યુ, રોગ એવા એવા ભયથી ઘેરાયેલા આ સંસાર સાગરમાં પરિભ્રમણ ન કર.