________________
૧૧૮
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : જૈન મુનિઓને જીવનપર્યત કેશોને હાથવડે કાઢી નાખવાની તપશ્ચર્યા પણ કરવાની હોય છે.
૩૪. માતાપિતાએ કહ્યું : હે પુત્ર ! તું સુકોમળ, સુમસ્જિત (ભોગમાં ડૂબેલો) અને ભોગ સુખને યોગ્ય છે. હે પુત્ર ! સાધુપણું પાળવા માટે ખરેખર તું સમર્થ નથી.
૩૫. હે પુત્ર ! ભારે લોખંડના ભારની જેમ જીવનપર્યત અવિશ્રાંતપણે સંયમીના ઉચિત ગુણોનો ભાર વહન કરવો દુષ્કર છે.
૩૬. આકાશમાં ઊંચા એવા ચુલ હિમવંત પર્વતથી પડતી ગંગા નદીના સામે પૂરે જવું અને બે હાથથી સાગર તરવો જેટલો કઠણ છે તેટલું જ સંયમીના ગુણોને તરી જવું (પ્રાપ્ત કરવા) દુર્લભ છે.
નોંધ : સંસારની આસક્તિ જેટલી ઘટે તેટલી જ સંયમગુણની પ્રાપ્તિ થાય.
૩૭. વેળનો કોળિયો જેટલો નીરસ છે. તેટલો જ (વિષય સુખથી રહિત) સંયમ પણ નીરસ છે. તરવારની ધાર પર જવું જેટલું કઠણ છે તેટલું જ તપશ્ચર્યાના માર્ગમાં પ્રયાણ કરવું કઠણ છે.
૩૮. વળી હે પુત્ર ! સર્પની માફક એકાંત આત્મદષ્ટિથી ચારિત્ર માર્ગમાં ચાલવું દુષ્કર છે. લોખંડના જવ ચાવવા જેટલા દુષ્કર છે તેટલું જ સંયમ પાલન પણ દુષ્કર છે.
૩૯. જેમ બળતી અગ્નિની ઝાળ પીવી દોહ્યલી છે તેમ તરુણ વયમાં સાધુપણું પાળવું દુષ્કર છે.
૪૦. વાયુનો કોથળો ભરવો જેટલો મુશ્કેલ કે અશક્ય છે તેટલું કાયરને સાધુપણું પાળવું મુશ્કેલ છે.
૪૧. જેમ ત્રાજવેથી લક્ષ યોજનનો મેરૂ પર્વત તોળવો દુષ્કર છે તેમ શંકા રહિત અને નિશ્ચળ સંયમ પાળવો દુષ્કર છે.
૪૨. જેમ બે હાથથી આખો સમુદ્ર તરી જવો અશક્ય છે. તેમ અનુશાંત (અશક્ત) જીવ વડ દમનો સાગર તરવો દુષ્કર છે.
નોંધ : દમ એટલે ઈદ્રિય તથા મનને દમવું તે કઠણ છે.
૪૩. માટે હે પુત્ર ! તું શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચે વિષયોના મનુષ્ય સંબંધી ભોગો ભોગવ, અને ભક્ત ભોગી થઈને પછી ચારિત્ર ધર્મને ખુશીથી સ્વીકારજે.
૪૪. આ પ્રમાણે માતાપિતાનાં વચન સાંભળીને મૃગાપુત્રે કહ્યું : હે