________________
૯૦
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૦. ગૃહસ્થાશ્રમમાં જે ગૃહસ્થીઓ સાથે અતિપરિચય થયો હોય તે અને ત્યાગાશ્રમમાં જે ગૃહસ્થીના સહવાસમાં આવેલ હોય તેઓમાંના કોઈ સાથે આ લોક સંબંધી ફળની ઈચ્છા માટે પરિચય ન કરે તે જ સાધુ કહેવાય.
નોંધ : ગૃહસ્થોના ગાઢ પરિચયથી તેના નિમિત્તે કદી આત્મધર્મને હણી નાખે તેવાં કાર્યો કરી નાખવાં પડે માટે ગૃહસ્થોને આ લોકના કોઈ પણ સ્વાર્થ માટે પરિચય ન વધારવો. સૌ સાથે મુનિરાજને કેવળ પારમાર્થિક (ધાર્મિક) જ સંબંધ હોવી જોઈએ.
૧૧. આવશ્યક શય્યા (ઘાસની શય્યા વપરાતી તે) પાટ, પાટલા, આહાર પાણી કે બીજી કોઈ ખાવાલાયક વસ્તુ કિવા મુખવાસાદિની ગૃહસ્થ પાસે ભિક્ષુ યાચના કરે અને કદાચ કોઈ ન આપે તો તેના પર જરાયે મન કે વચનથી લેષ ન કરે કે ખોટું ન લગાડે તે જ સાધુ કહેવાય.
નોંધ : ત્યાગીને માન અને અપમાન બંને સરખાં છે.
૧૨. અનેક પ્રકારના અન્ન પાણી (અચિત્ત) મેવા કે મુખવાસ વગેરે ગૃહસ્થ પાસેથી મેળવીને સંગાથી સાધુને ભાગ આપીને પછી ભોજન કરે તેમજ મન, વાણી અને કાયાનું સંવરણ કરે તે જ ભિક્ષુ કહેવાય.
નોંધ : અથવા ‘તિબિપી નાગુ' એટલે મન, વચન કે કાયાથી ભિક્ષુ ધર્મ દ્વારા મેળવેલા આહાર પૈકી અન્ય કોઈને આપી ન દે તેમ કરવાથી ભવિષ્યમાં ભિક્ષુધર્મના ભંગનો વિશેષ સંદેહ રહે છે.
૧૩. ઓસામણ, જવનું ભોજન, ગૃહસ્થનો ઠંડો આહાર, જેવા કે કાંજીનું પાણી ઇત્યાદિ ખોરાક (રસ કે અન્ન) મેળવીને તે ભોજનની નિંદા ન કરે તથા સામાન્ય સ્થિતિનાં ઘરોને વિશે પણ ભિક્ષાને અર્થે વિચરે તે જ સાધુ કહેવાય.
નોંધ : ભિક્ષુને સંયમી જીવનના નિર્વાહ માટે જ ભોજન કરવાનું હોય છે. રસાળ અને સ્વાદુ ભોજનોની વાંચ્છના રાખી ધનવાનને ત્યાં ભિક્ષાર્થ જવું એ સાધુતાની ત્રુટી ગણાય.
૧૪. આ લોકમાં દેવ, પશુ કે મનુષ્યોના અનેક પ્રકારના અત્યંત ભયંકર અને દ્વેષ ઉત્પન્ન કરાવનાર શબ્દો થાય છે. તેને સાંભળીને બીએ નહિ તે જ સાધુ કહેવાય.
નોંધ : અગાઉના ભિક્ષુઓ જંગલોમાં વિશેષ ભાગે રહેતા તે પરિસ્થિતિને અંગે આવી પરિસ્થિતિનો વિશેષ સંભવ રહેતો.