________________
८४
ઉત્તરાધ્યયન સૂત્ર આસન પર લગોલગ બેસવાથી એક બીજા પ્રત્યે મોહ થવાનો અને તેને સ્થળે બંનેના બ્રહ્મચર્યમાં ઉપર્યુક્ત હાનિ થવાનો સંભવ છે. માટે બ્રહ્મચારી પુરુષ સ્ત્રી સાથે એક આસન પર બેસવું નહિ.'
નોંધ : જે આસન પર સ્ત્રી પૂર્વે બેઠેલ હોય તે આસને અંતર્મુહૂર્ત (૮ મિનિટ) સુધી પણ બેસવાનો જૈનશાસન બ્રહ્મચારીને નિષેધ કરે છે. જેવી રીતે બ્રહ્મચારીને જાગૃતિ રાખવાની છે તે જ પ્રકારે બ્રહ્મચારિણીને પણ જાતિ તો રાખવાની જ છે. ખાસ કરીને આવા પ્રસંગો એકાંતથી બને છે. આકસ્મિક આવી પડેલી આવી સ્થિતિમાં વિવેકપૂર્વક વર્તવું ઘટે.
૪. સ્ત્રીઓની સુંદર, મનોહર અને આકર્ષક ઇંદ્રિયોને (વિષય બુદ્ધિએ) જુએ (કેવાં સુંદર છે ? કેવાં ભોગયોગ્ય છે ?) કે ચિતવે નહિ તે જ સાધુ કહેવાય. “તો કેમ !' શિષ્ય પૂછ્યું. આચાર્ય કહ્યું : “ખરેખર સ્ત્રીઓની મનોહર અને આકર્ષક ઇંદ્રિયોને જોનાર કે ચિંતવનાર બ્રહ્મચારી (સાધુ)ના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્ય ખંડિત થાય, ઉન્માદ પ્રાપ્ત થાય અને પરિણામે દીર્ઘકાલિક રોગની પીડા થાય. તેમ જ (આંતરિક પણ) કેવળીએ ફરમાવેલ ધર્મથી પતિત થઈ જાય. માટે ખરેખર બ્રહ્મચારી સાધકે સ્ત્રીઓનાં મનોહર અને મનોરમ એવાં અંગોપાંગને (વિષય બુદ્ધિથી) જોવાં કે ચિંતવવાં નહિ.'
૫. વસ્ત્રના પડદાને આંતરે કે પાષાણની ભીંતને આંતરે સ્ત્રીઓના કૂજિત (કોયલના જેવા) શબ્દ, રોવાના શબ્દ, ગીતના શબ્દ તેમ જ (પતિના વિરહથી થયેલા) વિલાપના શબ્દને સાંભળે તે આદર્શ બ્રહ્મચારી કે નિગ્રંથ ન કહેવાય.
“તે શા માટે શિષ્ય પૂછ્યું. ગુરુએ કહ્યું : “ભીંતને આંતરે કે વસ્ત્રના પડદાને આંતરે રહેલી સ્ત્રીના કૂજિત, રૂદિત ગીત, હસિત, સ્વનિત (રતિ પ્રસંગના ધ્વનિ) આજંદય કે વિલાપમય શબ્દોને સાંભળવાથી બ્રહ્મચારીના 'બ્રહ્મચર્યમાં ક્ષતિ પડે કે ઉન્માદ થાય, શરીરમાં રોગ થાય માટે ખરેખર બ્રહ્મચારીએ વસ્ત્રના પડદા કે ભીંતને આંતરે સ્ત્રીના તેવા શબ્દો સાંભળવા
નોંધ : બ્રહ્મચારી જે સ્થળે હોય ત્યાં ભીતને આંતરે રહેલાં સ્ત્રી પુરુષો પરસ્પર શૃંગારક્રીડા કરતાં હોય તે વખતનાં વચનો પણ વિષયજનક હોય માટે તેવા શબ્દો સાંભળવા કે ચિંતવવા નહિ.