________________
ચિત્તસંભૂતીય
૯. (બ્રહ્મદત્તે કહ્યું, પૂર્વ કાળમાં સત્ય અને કપટ રહિત તપશ્ચર્યાદિ શુભકર્મો મેં કર્યા તેથી જ તેનું ફળ આજ (ઉત્તમ સમૃદ્ધિ પામી) હું ભોગવું છું. પરંતુ તે ચિત્ત ! તારી દશા આવી શાથી થઈ ? તારા શુભકર્મ બધાં ક્યાં ગયાં ?
૧૦. (હ રાજેન્દ્ર !) જીવોએ આચરેલાં સર્વ (સુંદર કે અસુંદર બધાં) કર્મો ફળવાળાં જ હોય છે. કરેલાં કર્મોને ભોગવ્યા વિના મુક્તિ થતી જ નથી. તેથી મારો જીવાત્મા પણ પુણ્યકર્મના પરિણામે ઉત્તમ પ્રકારની સંપત્તિ અને કામભોગોથી યુક્ત થયો હતો.
૧૧. હે સંભૂતિ ! જેમ તું પોતાને ભાગ્યવાન માને છે તેમ પુણ્યનાં ફળથી યુક્ત ચિત્તને પણ મહાન ઋદ્ધિમાન જાણ. વળી હે રાજન જેવી તે (ચિત્ત)ની સમૃદ્ધિ હતી તેવી જ પ્રભાવશાળી કાંતિ પણ હતી.
નોંધ : ઉપરના બે શ્લોકો ચિત્તમુનિએ કહ્યા. આજે તે મુનિ થયા હતા. ઈદ્રિયનિયમનાદિ કઠણ તપશ્ચર્યા અને શરીર વિભૂષાના ત્યાગથી તેની દેહકાંતિ બહારથી ઝાંખી દેખાતી હતી છતાં તેના આત્માઓજસ તો કોઈ અપૂર્વજ હતાં.
૧૨. નૃપતિએ પૂછ્યું કે, જો એવી સમૃદ્ધિ હતી તો ત્યાગ શા માટે કર્યો ? જવાબમાં ચિત્તમુનિ કહે છે : પરમાર્થથી પૂર્ણ છતાં અલ્પ વચનવાળી ગંભીર ગાથા (કોઈ મુનીશ્વરે એકદા) અનેક મનુષ્યોના સમૂહમાં ફરમાવી. કે જે ગાથાને સાંભળીને ઘણા ભિક્ષુકો ચારિત્રગુણમાં વધુ અને વધુ લીન બને છે. તે ગાથા સાંભળીને હું શ્રમણ (તપસ્વી) થયો.
નોંધ : સમૃદ્ધિ પામ્યા છતાં સંતોષ ન હતો. આ ગાથા સાંભળ્યા પછી બંધનો તરત જ દૂર થયાં અને ત્યાગ ગ્રહણ કર્યો.
૧૩. (બ્રહ્મદત્ત આસક્ત હતો. તેને ત્યાગ નહોતો ગમતો તેથી તેણે ચિત્તને ભોગો માટે આમંત્રણ કર્યું :) ઉચ્ચ, ઉદય, મધુ, કર્ક અને બ્રહ્મ નામના પાંચ સુંદર મહેલો, ભિન્નભિન્ન પ્રકારનાં દશ્યો તેમજ મંદિરો અને પાંચલ દેશનું રાજય આ બધું તમારું જ છે. તે ચિત્ત ! તેને પ્રેમપૂર્વક ભોગવો.
૧૪. વળી તે ભિક્ષુ ! વાજિંત્ર સાથે નૃત્ય તથા સંગીત તેમજ મનોહર યુવતીઓના સંગથી વિટળાઈને આવા રમ્ય ભોગોને ભોગવો. તે જ મન ગમે છે. ત્યાગ એ તો ખરેખર મહાન કષ્ટ છે.