________________
४८
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : દસમું
દ્રુમપત્રક વૃક્ષનું પાંદડું
વૃક્ષનું પાંદડું ખરી જાય છે, તેમ શરીર જીર્ણ થઈ ખરી જાય છે. મનુષ્યદેહનું પણ તેમ જ સમજવું. અનંત સંસારમાં ક્રમપૂર્વક ઉન્નતિક્રમે માનવદેહ મળે છે. તે માનવદેહ પામ્યા પછી પણ સુંદર સાધનો, આર્યભૂમિ અને સાચો ધર્મ પણ અનેક સંકટો પછી જ પ્રાપ્ત થાય છે. ભોગો ભોગવવાની અતૃપ્ત વૃત્તિ તો દરેક જન્મતા, તે તે જન્મયોગ્ય શરીર દ્વારા આપણને રહ્યા જ કરે છે. માટે અલ્પકાળમાં અલ્પ પ્રયત્ન સાધ્ય સધર્મ શા માટે ન આરાધીએ ?
પ્રમાદ એ રોગ છે, પ્રમાદ એ જ દુઃખ છે. પ્રમાદને પરહરી પુરુષાર્થ કરવો તે જ અમૃત છે. તે જ સુખ છે.
ગૌતમને ઉદેશીને ભગવાન બોલ્યા : ૧. પીળું જીર્ણ પાંદડું જેમ રાત્રિના સમૂહો પસાર થયે (કાળ પૂરો થઈ ગયા પછી) પડી જાય છે. તેમ મનુષ્યોનું જીવિત પણ આયુષ્ય પૂર્ણ થયેથી પડી જાય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ન કર.
૨. દાભડાના અગ્ર ભાગ પર અવલંબીને રહેલું ઝાકળનું બિંદુ જેમ થોડીવાર જ રહી શકે છે તે જ પ્રકારે મનુષ્યોના જીવનનું સમજી છે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : આ અસારતા સૂચવીને કહેવા માંગે છે કે અપ્રમત્ત થવું.
૩. વળી બહુ વિપ્નોથી ભરપૂર અને ઝડપથી ચાલ્યા જતા (નાશવંત) આયુષ્યવાળા જીવતરમાં પૂર્વે કરેલા દુષ્કર્મને જલદી દૂર કર. હે ગૌતમ ! એમાં સમયનો પણ પ્રમાદ ન કર.
૪. બધા જીવોને ખરેખર લાંબા કાળે પણ દુ:ખે કરીને મળી શકે તેવો આ મનુષ્યભવ છે. કારણ કે કર્મોના વિપાકો (પરિણામો ગાઢ હોય છે. (પરિપક્વ હોય છે, માટે હે ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન કર.
નોંધ : ગાઢ એટલે ભોગવ્યા વિના ન છૂટે તેવાં ઘટ હોય છે.