SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન : દસમું દ્રુમપત્રક વૃક્ષનું પાંદડું વૃક્ષનું પાંદડું ખરી જાય છે, તેમ શરીર જીર્ણ થઈ ખરી જાય છે. મનુષ્યદેહનું પણ તેમ જ સમજવું. અનંત સંસારમાં ક્રમપૂર્વક ઉન્નતિક્રમે માનવદેહ મળે છે. તે માનવદેહ પામ્યા પછી પણ સુંદર સાધનો, આર્યભૂમિ અને સાચો ધર્મ પણ અનેક સંકટો પછી જ પ્રાપ્ત થાય છે. ભોગો ભોગવવાની અતૃપ્ત વૃત્તિ તો દરેક જન્મતા, તે તે જન્મયોગ્ય શરીર દ્વારા આપણને રહ્યા જ કરે છે. માટે અલ્પકાળમાં અલ્પ પ્રયત્ન સાધ્ય સધર્મ શા માટે ન આરાધીએ ? પ્રમાદ એ રોગ છે, પ્રમાદ એ જ દુઃખ છે. પ્રમાદને પરહરી પુરુષાર્થ કરવો તે જ અમૃત છે. તે જ સુખ છે. ગૌતમને ઉદેશીને ભગવાન બોલ્યા : ૧. પીળું જીર્ણ પાંદડું જેમ રાત્રિના સમૂહો પસાર થયે (કાળ પૂરો થઈ ગયા પછી) પડી જાય છે. તેમ મનુષ્યોનું જીવિત પણ આયુષ્ય પૂર્ણ થયેથી પડી જાય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ન કર. ૨. દાભડાના અગ્ર ભાગ પર અવલંબીને રહેલું ઝાકળનું બિંદુ જેમ થોડીવાર જ રહી શકે છે તે જ પ્રકારે મનુષ્યોના જીવનનું સમજી છે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. નોંધ : આ અસારતા સૂચવીને કહેવા માંગે છે કે અપ્રમત્ત થવું. ૩. વળી બહુ વિપ્નોથી ભરપૂર અને ઝડપથી ચાલ્યા જતા (નાશવંત) આયુષ્યવાળા જીવતરમાં પૂર્વે કરેલા દુષ્કર્મને જલદી દૂર કર. હે ગૌતમ ! એમાં સમયનો પણ પ્રમાદ ન કર. ૪. બધા જીવોને ખરેખર લાંબા કાળે પણ દુ:ખે કરીને મળી શકે તેવો આ મનુષ્યભવ છે. કારણ કે કર્મોના વિપાકો (પરિણામો ગાઢ હોય છે. (પરિપક્વ હોય છે, માટે હે ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન કર. નોંધ : ગાઢ એટલે ભોગવ્યા વિના ન છૂટે તેવાં ઘટ હોય છે.
SR No.008087
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy