________________
નમિપ્રવ્રજ્યા
૪૭ ચાર કષાયોનાં પરિણામ દર્શાવે છે. ૫૪. ક્રોધથી અધોગતિમાં જવાય છે. માનથી અધમગતિ થાય છે. માયા (કપટ)થી સગતિ મળતી નથી. પણ લોભથી તો આ લોક અને પરલોક બંનેનો ભય રહેલો છે.
નોંધ : શાસ્ત્રકારોએ ચારે કષાયોનું પરિણામ બહુ દુઃખકર બતાવ્યું છે. પરંતુ તેમાં પણ લોભ તો ઘણો જ હાનિકર્તા છે. લોભીનું વર્તમાનજીવન પણ અપકીર્તિવાળું હોય છે. અને તે પાપનો સંચય પણ ખૂબ કરતો હોય છે. આથી જ “લોભને સર્વ વિનાશક કહ્યો છે.'
પપ. તેવે જ ટાણે બ્રાહ્મણનું રૂપ છોડી દઈને અને ઇંદ્રનું રૂપ ધારણ કરીને આવા પ્રકારની મધુરવાણીઓથી સ્તુતિ કરતો છતો ઇંદ્ર વંદન કરે છે. અને કહે છે :
પ૬. અહો ! તમે ક્રોધને જીતી લીધો છે. માનને (અભિમાનને) દૂર કર્યું છે. માયાને હઠાવી છે અને લોભને સંપૂર્ણ વશ કર્યો છે. - પ૭. વાહ ! હે સાધુજી ! શું તમારું સરળપણું ! શું તમારી કોમળતા ! કેવી તમારી અનુપમ સહનશીલતા ! શું તમારું તપ ! અને શી તમારી નિરાસક્તિ!
૫૮. હે ભગવન્ ! અહીં પણ આપ ઉત્તમ છો, પછી પણ ઉત્તમ થવાના. સર્વશ્રેષ્ઠ સ્થાન એવી મુક્તિને તમે નિષ્કર્મી થઈને અવશ્ય પામવાના.
પ૯. ઇન્દ્રદેવ એ પ્રમાણે ઉત્તમ શ્રદ્ધાપૂર્વક નમિરાજર્ષિની સ્તુતિ કરતા અને પ્રદક્ષિણા કરતા કરતા વારંવાર લળી લળી વંદન કરે છે.
૬૦. ત્યારબાદ ચક્ર તથા અંકુશ ઇત્યાદિ લક્ષણોથી અંકિત થયેલાં મુનીશ્વરનાં ચરણોને પૂજીને લલિત અને ચપલ કુંડલ તથા મુકુટને ધારણ કરનાર ઇન્દ્રરાજ આકાશમાં અંતધ્યન થયા.
૬૧. વિદેહનો રાજવી નમિ મુનિ કે જે ઘરબાર તજીને શ્રમણ ભાવમાં બરાબર સ્થિર રહેલ છે તે સાક્ષાત્ ઇન્દ્ર દ્વારા પ્રેરાઈને પોતાના આત્માને વિશેષ નમ્ર બનાવે છે.
૬૨. આ પ્રમાણે વિશેષ શાણા અને બુદ્ધિમાન સાધકો સ્વયં બોધ પામીને જેમ નમિરાજર્ષિ થયા તેમ ભોગોથી નિવૃત્ત થયા છે.
નોંધ : ભોગોનો ત્યાગ એ જ ત્યાગ. આસક્તિનો ત્યાગ એ જ ત્યાગ. કષાયોનો ત્યાગ એ જ ત્યાગ. સાચા ત્યાગ વિના આનંદ ક્યાં છે ?
એ પ્રમાણે નમિ પ્રવ્રજયા નામનું નવમું અધ્યયન સમાપ્ત થયું.