________________
કુમપત્રક
૪૯
મનુષ્ય જીવન પામવા પહેલાં ક્રમથી જે સ્થિતિમાંનો
વિકાસ થાય છે તે અને ત્યાંનું કાળપ્રમાણ બતાવે છે. ૫. પૃથ્વીકાય (પૃથ્વીરૂપ)માં ગયેલો જીવ ઉત્કૃષ્ટ (વધુમાં વધુ પૃથ્વીના ભવ કરે તો) અસંખ્યાત (કાળ પ્રમાણ) વર્ષો સુધી રહે છે. માટે હૈ ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : જો વિકાસભૂમિ રૂપ નરદેહમાં કર્તવ્ય ચૂક્યો તો નીચે જવું પડે છે કે જ્યાં ઘણો કાળ અવ્યક્ત સ્થિતિમાં જ રહેવાનું હોય છે.
૬. કદાચ જળકાયમાં (જળયોનિમાં) જાય તો ત્યાં પણ ઉત્કૃષ્ટ રીતે વારંવાર તે જ યોનિમાં ઉત્પન્ન થઈ અસંખ્યાત કાળપ્રમાણ સુધી રહેવું પડે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : પ્રમાદ એટલે આત્મખલના અને આત્મખલના એ જ પતન. આપણી સૌની પ્રત્યેક ઇચ્છા વિકાસ અર્થે જ હોય છે. આત્મવિકાસ માટે જ આપણે માનવદેહ મેળવી ગૌરવ લઈ રહ્યા છીએ. આપણો પ્રયત્ન એ વિકાસ અર્થે જ છે. તેથી આત્મવિકાસમાં જાગરૂક રહેવું કે સાવધાન થવું તે જ આપણું ધ્યેય હોવું જોઈએ અને તેનું જ નામ અપ્રમત્તતા છે.
જૈનદર્શન આત્મસ્મલનાને પાંચ પ્રકારમાં વિભક્ત કરે છે.
(૧) મદ (સાધનો મેળવી અભિમાન-અહંકાર રાખવો) (૨) વિષય (ઇંદ્રિયોના કામભોગોમાં) આસક્ત રહેવું (૩) ક્રોધ, કપટ, રાગ અને દ્વેષ કર્યા કરવાં (૪) નિંદા (૫) વિકથા (આત્મોપયોગ રહિત કથા) પ્રલાપો કર્યા કરવા.
આ જ પાંચ પ્રમાદો ઝેરરૂપ છે અને અધોગતિમાં લઈ જનાર લૂંટારુઓ છે. તેથી પાંચ ઝેરોથી અલગ રહી પુરુષાર્થ કરવો તે જ અપ્રમત્તતા છે. તે જ અમૃત છે.
૭. અગ્નિકાયમાં જાય તો પણ ઉત્કૃષ્ટ આયુષ્ય અસંખ્યાત કાળ સુધી ભોગવે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ન કર.
૮, વાયુકામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ આયુષ્ય અસંખ્યાત કાળ સુધી ભોગવે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
૯. વનસ્પતિકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ આયુષ્ય અનંતકાળ સુધી અને દુઃખે કરીને અંત આવે તેવી રીતે ભોગવ્યા કરે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.