________________
પ૦
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ જીવો હોય છે એમ હવે તો વૈજ્ઞાનિક શોધ જગજાહેર થઈ છે. તે સ્થિતિમાં જે ચેતન રહે છે તેમને સ્થૂલ માનસ કે બુદ્ધિવિકાસ હોતો જ નથી. અને તેવી સ્થિતિમાં રહીને જે વિકાસ થાય છે, તે (અવ્યક્ત) પરાધીન હોય છે. આ બધું જણાવીને શાસ્ત્રકાર એ કહેવા માગે છે કે મનુષ્યદેહ એજ પુરુષાર્થનું પરમસ્થાન છે માટે ત્યાં પ્રમાદ કરવો એ તો ન પૂરી શકાય તેવી ખોટ છે.
૧૦. બે ઇંદ્રિય (શરીર અને જીભવાળા) કામમાં ગયેલો જીવ વધુ રહે તો સંખ્યાત કાળ પ્રમાણ સુધી રહે છે. માટે હે ગૌતમ સમય માત્રનો પ્રસાદ ન કર.
નોંધ : કાળનું ભિન્નભિન્ન પ્રમાણ ભિન્ન ભિન્ન ઠાણાંગાદિ શાસ્ત્રોમાં છે. ગણિતશાસ્ત્ર પરાર્ધ સુધીની સંખ્યાને સંખ્યાત કાળ માને છે. પણ જેનશાસ્ત્ર તો તેથી પણ આગળ એકમ, દશક, સો એમ ઉત્તરોત્તર અઠાવીસ રકમ સુધી સંખ્યાતકાળ માન્યો છે. અસંખ્યાતકાળ સંબંધી એટલે કે જેની સંખ્યા ન ગણાય તે કાળ અસંખ્યાત એમ બતાવ્યું નથી. બલ્બ અસંખ્યાત માટે પણ ચોક્કસ પ્રમાણ છે. અને તે બંનેથી આગળની સંખ્યા કે જેનો મનુષ્ય બુદ્ધિથી કશો નિર્ણય ન થઈ શકે તેને અનંતકાળ કહ્યો છે.
૧૧. ત્રણ ઇંદ્રિય (શરીર, જીભ તથા નાક)વાળા શરીરમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટકાળ રહે તો સંખ્યાતકાળ સુધી રહે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ન કર.
૧૨. ચાર ઇંદ્રિય (શરીર, જીભ, નાક અને આંખોવાળા શરીરમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટકાળ રહે તો સંખ્યાતકાળ સુધી રહે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ન કર,
૧૩. પાંચ ઇંદ્રિય (શરીર, જીભ, નાક, આંખ અને કાન) કાયામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ રીતે ફરી ફરી સાત કે આઠ જન્મો ગ્રહણ કરી શકે છે. માટે હે ગૌતમ ! સમય માત્રને પ્રમાદ ન કર.
૧૪. તેમાં પણ દેવ કે નરકગતિમાં ગયેલો જીવ તો માત્ર એક જ વાર સળંગ રીતે ભવ ગ્રહણ કરી શકે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : દેવ અને નરક બંને ગતિને ઔપપાતિક કહે છે. કારણ કે ત્યાં જીવ સ્વયં (વિના યોનીએ) ઉત્પન્ન થાય છે. તેનાં શરીર પણ જુદા પ્રકારનાં