________________
દ્રુમપત્રક
૫૧
હોય છે. તેથી માનવ કે પશુના શરીરની માફક આયુષ્ય પૂર્ણ થયા પહેલાં કોઈ શસ્ત્રોથી નાશ પામતો નથી. દેવ કે નરક યોનિનો જીવ એકવાર ત્યાં જઈ આવ્યો હોય તે ફરીને બીજી કોઈ ગતિમાં ગયા બાદ જ દેવ કે નરકતમાં જઈ શકે. આવી કર્માનુસાર ત્યાંની ઘટના શાસ્ત્રકારોએ કલ્પેલી છે.
૧૫. શુભ (સારાં) અને અશુભ (ખરાબ) કર્મોને લઈને બહુ પ્રમાદવાળો જીવ આ પ્રમાણે (ઉપ૨ના ક્રમથી) આ ભવરૂપ સંસારચક્રમાં ભમ્યા કરે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : અહીં સુધી અધોગતિમાંથી ઊર્ધ્વગતિ અને અવિકસિત જીવનમાંથી વિકસિત જીવન સુધીનો સંપૂર્ણ ક્રમ બતાવી દીધો છે. આ ક્રમમાં સામાન્ય રીતે શાસ્ત્રોક્ત બધી ઉત્ક્રમણ ભૂમિકાઓનો સમાવેશ થઈ ગયો છે.
૧૬. મનુષ્યભવ પામીને પણ ઘણા જીવો ચોર અને મ્લેચ્છ ભૂમિમાં ઉત્પન્ન થાય છે તેથી આર્યભાવ (આર્યભૂમિનું વાતાવરણ) પામવો તે પણ દુર્લભ છે. માટે સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : આર્યધર્મનો અર્થ સાચો ધર્મ કે જેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને ત્યાગ એ પાંચ અંગોનો સમાવેશ થાય છે. મનુષ્ય શરીર પામ્યા છતાં ઘણા જીવો મનુષ્યશરીરે પશુ કે પિશાચ જેવા હોય છે.
૧૭. આર્ય દેહને પામીને પણ અખંડ પંચેન્દ્રિપણું (બધી ઇંદ્રિયો અખંડ હોય તેવી સ્થિતિ) ખરેખર વિશેષ દુર્લભ છે. કારણ કે (ઘણે સ્થળે) ઇંદ્રિયોની વિકળતા (અપૂર્ણ ઇંદ્રિયો) દેખાય છે. હે ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન
કર.
નોંધ : ઇંદ્રિયો અને શરીર એ બધાં સાધનો છે. જો સાધનો સુંદર ન હોય તો પણ પુરુષાર્થમાં ફેર પડે છે.
૧૮. જીવ સંપૂર્ણ પંચેન્દ્રિયપણું (સંપૂર્ણ સાધનો) પણ મેળવી શકે છે છતાં ખરેખર સાચા ધર્મનું શ્રવણ અતિ દુર્લભ છે. કારણ કે કુતીર્થ (અધર્મ) ને સેવના૨ સમૂહ ઘણો દેખાય છે. માટે (તને તો ઉચ્ચ સાધનો મળ્યાં છે તો) હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
૧૯. ઉત્તમ શ્રવણ (સતસંગ-સદધર્મ) પામીને પણ (સત્ય પર) યથાર્થ શ્રદ્ધા થવી બહુ દુર્લભ છે. કારણ કે અવિદ્યાને સેવનાર (અજ્ઞાની) સમૂહ સંસારમાં બહુ દેખાય છે. માટે હે ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન કર. ૨૦. સદધર્મ પર વિશ્વાસ કરનારને પણ સાચા ધર્મને કાયાથી સ્પર્શ