________________
પર
ઉત્તરાધ્યયન સૂત્ર
કરવો (તે પ્રમાણે વર્તન કરવું) તે અતિ દુર્લભ છે. કારણ કે કામભોગોમાં આસક્ત થયેલા જીવો સંસારમાં બહુ દેખાય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
કામભોગો જે દ્વારા ભોગવાય છે તેની વખત જતાં શી સ્થિતિ થાય છે? તે સ્પષ્ટ બતાવે છે.
૨૧. તારું શરીર જીર્ણ થવા લાગ્યું છે. તારા કેશ શ્વેત થવા લાગ્યા છે. તારા કાનોની શક્તિ ક્ષીણ થવા લાગી છે. હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કરે.
૨૨. તારું શરી૨ જીર્ણ થવા લાગ્યું છે. તારા કેશ શ્વેત થવા લાગ્યા છે. તારી આંખોનું બળ હણાઈ રહ્યું છે. હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન
કર.
૨૩. તારું શરીર જીર્ણ થવા લાગ્યું છે. તારા કેશ શ્વેત થવા લાગ્યા છે. તારું નાસિકાબળ હીન થયું છે. હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. ૨૪. તારું શરીર જીર્ણ થવા લાગ્યું છે. તારા કેશ ફીકા પડી ગયા છે. તારી સ્પર્શેન્દ્રિયની શક્તિ ક્ષીણ થવા લાગી છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ ન કર.
૨૬. તારું શરીર જીર્ણ થયું છે. તારા કેશ ફીકા પડી ગયા છે. તારું સર્વબળ હરાઈ રહ્યું છે. માટે હવે તું સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : આ કથન ભગવાને ગૌતમને ઉદ્દેશી આપણ સૌને ફરમાવ્યું છે. એટલે આપણે આપણા જીવનમાં ઉતારવું એ જ ઉત્તમ છે. આપણામાંના કોઈ તરુણ, કોઈ યુવાન અને કોઈ વૃદ્ધ પણ થયા હશે, કોઈ ઉપરની સ્થિતિ અનુભવતા હશે અને કોઈ હવે અનુભવવાના હશે. પરંતુ સૌની આ જ સ્થિતિ વહેલી મોડી થતી રહે છે. ઉપરના શ્લોકમાં ચાલુ વર્તમાનકાળના પ્રયોગો હોવા છતાં સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે અદ્યતન, પૂર્ણ વર્તમાનકાળમાં ભાષાંતર તેટલા માટે મૂક્યું છે કે તે જ સંગત લાગે છે. કદાચ જીર્ણ શરીર ન હોય તેને શાનો ભય છે કે તે પ્રમાદમાં ન પડે ? ૨૭. (પદાર્થો) પ્રત્યે અરુચિ, ગડમુડનાં દર્દ, વિસૂચિકા (કોલેરા) વગેરે જુદી જુદી જાતના રોગો તેને સ્પર્શ કરે, જેનાથી શરીર કષ્ટ પામે અને કદાચ નાશ પણ પામી જાય, માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ
ન કર.