Book Title: Agam 25 Prakirnak 02 Atur Pratyakhyan Sutra
Author(s): Veerbhadra  Gani, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ ગુરુદેવનું જીવન ચરિત્ર ગગલદાસનું પ્રાથમિક શિક્ષણ ભોરોલ તીર્થમાં થયું. યુવાન થયા બાદ તેમણે અમદાવાદ આવવાનું નક્કી કર્યું. ભોરોલની ભૂમિ અને ભગવાન શ્રી નેમિનાથની ભક્તિ છોડવી ન હતી. પણ વ્યવહારિક જવાબદારીઓને પૂરી કરવા માટે બીજો ઈલાજ ન દેખાતાં ભગવાનને ભેટી પ્રયાણ કર્યું. રાજનગરમાં આવી ભાડાની જગ્યા લીધી. વ્યાય-નીતિથી ધંધો કર્યો. કાપડની ફેરી અને લારી કરી. આગળ જતાં પોતાની દુકાન પણ કરી. પ્રામાણિકતા અને દિલની ચોફખાઈથી વેપારીઓના તેમજ ગ્રાહકોના માનીતા બન્યા. આ ગાળામાં પરમાત્માના દર્શન-પૂજા, ગુરુવંદન-પૂજન-પ્રવચન શ્રવણ વગેરે આચારો જાળવી રાખ્યા. ઉપાશ્રયે-ઉપાશ્રયે ફરે. દરેક સાધુ ભગવંતોનાં પ્રવચનો સાંભળે. ઘરે બોલાવી વહોરાવે. અંગત પરિચય કરી ભક્તિનો લાભ લે. પણ એમની પરીક્ષક દૃષ્ટિ સાધુ તત્વને ગોતતી રહે. રાજનગરના અનેક ઉપાશ્રયોમાં ફરી વળ્યા બાદ વિદ્યાશાળે બિરાજમાન પૂ.આ.શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજામાં એમનું મન ઠર્યું. આદર્શ સાધુતા અહીં દેખાણી. એમણે મનોમન સમર્પણ કરી દીધું. હવે પ્રત્યેક બાબતમાં તેઓ ગુજ્ઞા મેળવી પ્રવર્તવા લાગ્યા. આ અરસામાં રામપુરાના હકમચંદ કેવલચંદ વોહરાના શીલવતી-રૂપવતી કન્યા જીવીબેન જોડે એમનાં લગ્ન લેવાણાં. દાંપત્ય જીવન શરૂ થયું. ગગલભાઈનું મન સંસાર તરફ ઓછું અને સંયમ તરફ વધુ હતું. શ્રાવક જીવનને શોભાવે તેવા ઉપધાનાદિ તપો કર્યા. રાત્રિભોજન, અભક્ષ્યભક્ષણ જેવાં પાપોને તો ક્યારનો દેશવટો આપી દીધેલો. એકવાર નગરશેઠના વડે પૂ.આ.શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજાનું પ્રવચન સાંભળી માંહલ્યો જાગી ઊઠ્યો. જીવનની દિશા નક્કી કરી લીધી. વિ.સં. ૨૦૦૬માં પાલીતાણા ચાતુર્માસ કર્યું. રહ્યા હતા આગમમંદિરમાં પણ ત્યાંના મહાત્માની સંમતિથી પૂ.આ.શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજાનાં થતાં પ્રવચનો સાંભળવા રોજ નરશીનાથા ધર્મશાળાએ જતા. આ પ્રવચનોએ વૈરાગ્યને વલંત બનાવી દીધો. મનોમન ઘણા નિર્ણયો લઈ લીધા. સવિશેષ તપ ધર્મમાં જોડાઈ ગયા. | વિ.સં. ૨૦૦૮માં પુત્ર કાંતિલાલનો જન્મ થયો. જન્મ બાદ નવકારની ભેટ આપી. પુત્ર સમજણો થયો. ત્યારથી મા પુત્રમોહથી એનું અહિત ન કરી દે એની કાળજી રાખી, સાથે ને સાથે રાખતા, તપ કરાવતા. તપ પળાય એનું ધ્યાન રાખતા. પૂ.આ.શ્રી સિદ્ધિસૂરિજી (બાપજી) મહારાજા સાથે પુત્રનું પણ ભાવનાત્મક જોડાણ કરી આપ્યું. આદર્શ જીવન ઘડવૈયા બની પુત્રમાં ઉચ્ચત્તર વિદ્યાઓનું આધાર કર્યું. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 400