________________
પ્રાસ્તાવિક
પjથ પરિયય :
- પરમતારક શ્રીવીરવિભુના શાસનના આરાધક શ્રી ચતુર્વિધ સંઘ માટે એ પરમાત્માએ અર્થથી પ્રરૂપિત અને શ્રી ગણધર ભગવંતોએ સૂત્રથી ગૂંથિત અને ત્યાર બાદ ચૌદ પૂર્વધરાદિ સ્થવિર શ્રુતધરોએ સૂત્રિત કરેલ જિનવચનને આગમ કહેવાય છે. આ આગમ ગ્રંથો સંસારસમુદ્ર તરવા માટે પ્રબળ પ્રવહણ સમાન છે. જે પુણ્યાત્મા એકવાર આ પ્રવહણમાં સવાર થઈ જાય તે સંસારસમુદ્રના અંતરૂપ મોક્ષને પામનારો બને છે.
અંગ-ઉપાંગાદિ વિભાગોમાં વિભક્ત પ્રભુવાણીરૂપ આ આગમ પ્રવહણમાં વર્તમાન સમયમાં ૪૫ આગમો મુખ્ય ગણાયાં છે. એમાં અગ્યાર અંગ, બાર ઉપાંગ, છ છેદસૂત્ર, ચાર મૂળસૂત્ર, બે ચૂલિકા સૂત્ર અને દસ પન્ના સૂત્રોનો અંતર્ભાવ કરાયો છે. આ દશ પન્ના જ “પ્રકીર્ણક’ યા “પઈણય' રૂપે પ્રસિદ્ધ છે.
પયન્ના ગ્રંથો માટે એવો વૃદ્ધવાદ છે કે એ ગ્રંથો પ્રભુવીરના મુખરૂપી હિમાચલમાંથી જે શ્રુતગંગા નિઃસૃત થઈ તેના અંશોનો સંગ્રહ કરીને પ્રભુવીરના એક-એક સ્વહસ્તદીક્ષિત શિષ્યવરે બનાવેલાં છે. પ્રત્યેક તીર્થકરોના શાસનમાં પણ તે-તે તીર્થકરોના સ્વહસ્તદીક્ષિત સર્વ શિષ્યો પ્રકીર્ણક ગ્રંથોની રચના કરે છે, આ એક નિશ્ચિત ક્રમ ગણાયેલો છે. ' ( ૪૫ આગમગ્રંથમાં જે દશ પયગ્રાનો સમાવેશ થાય છે તે પૈકી પ્રથમ હતું શ્રી ચતુઃ શરણ પ્રકીર્ણક. જેનું વિવિધ ટીકાઓ આદિ સાથે પ્રકાશન અમારા દ્વારા આ પૂર્વે થઈ ચૂકયું છે.
બીજા ક્રમે આવે છે, “આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણક’ આ પ્રકીર્ણકનો સામાન્ય પરિચય આપવો અસ્થાને ન જ ગણાય.
આના કર્તા છે પ્રભુવીરના સ્વહસ્તદીક્ષિત શિષ્યરત્ન શ્રી વીરભદ્ર નામના આચાર્ય મહારાજા ! ગણધર ભગવંતોના પગલે પગલે ચાલીને એમણે ભુવનગુરુ ભગવાન શ્રી મહાવીરદેવની હિતવાણીના પ્રકાશનનો પ્રશસ્ત પુરુષાર્થ કર્યો છે.
ional 2010