________________
પ્રાસ્તાવિક
- બાહ્ય-અત્યંતર ઉપધિનો ત્યાગ કરે છે, - ભોજન સહિત દેહને મન-વચન-કાયાથી વોસિરાવે છે, - દેહના મમત્વનો સંપૂર્ણ ત્યાગ કરે છે, - કર્મના ઉદયથી પ્રગટનારા રાગ-દ્વેષ-હર્ષ-શોક-દીનતા-ઉત્સુકતા-રતિ અને અરતિના
પરિણામોનો ત્યાગ કરે છે, - અપ્રશસ્ત ક્રિયાઓ, અશુભ વિચારો અને અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરી શુભ ચિંતન કરે છે. - સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક ચારિત્રરૂપ મોક્ષમાર્ગને આલંબનભૂત બનાવે છે.
તત્વચિંતન અને ભાવનામાં આગળ વધતો તે ક્ષપક એકત્વ ભાવના ભાવતાં વિચારે છે કે, “હે આત્મા ! પરભવથી તું આ ભવમાં એકલો જ આવ્યો છે, અહીં એકલો જ ઉત્પન્ન થયો છે અને અહીંથી કર્મસહિત મૃત્યુ પામીશ તો એકલો જ પરલોકમાં જવાનો છે, કર્મરહિત થઈને જઈશ તો મોક્ષમાં પણ એકલો જ જવાનો છે. આત્મસ્વરૂપ સિવાયના સર્વ ભાવો સંયોગથી સર્જાયેલા છે અને વિયોગને પામનારા છે. આ સંયોગો જ દુઃખની પરંપરાને સર્જનાર છે. તેથી હવે હું સર્વ
સંયોગોનો ત્યાગ કરું છું.” - ભૂતકાળના પાપોની નિંદા-ગઈ અને ભવિષ્યમાં તે પાપોનું પ્રત્યાખ્યાન કરું છું. નાના બાળકની
જેમ સરળ હૈયે સર્વ પાપો ગુરુ ભગવંત સમક્ષ પ્રગટ કરું છું. આલોચના-પ્રાયશ્ચિત્ત આપનાર તે ગુરુ ભગવંત સમક્ષ આજ સુધીમાં ક્યારેય પણ વિપરીત બોલાયું હોય તો તેની પણ માફી માગું છું.
આ પ્રમાણે ગાથા-૧૨થી ગાથા-૩૫માં જણાવ્યા મુજબ આરાધના કરી પોતાના આત્માને સુવિશુદ્ધ કરનાર અને સમાધિ ભાવથી પુષ્ટ બનાવનાર તે પક જિનેશ્વર ભગવંતે બતાવેલા ત્રણ પ્રકારના મરણના સ્વરૂપને યાદ કરે છે કે, તારક તીર્થકરોએ ત્રણ પ્રકારના મરણ કહ્યાં છે. ૧) બાલ મરણ, ૨) બાલ પંડિત, ૩) પંડિત મરણ (પંડિત પંડિત મરણ).
આ દરેક મરણને પ્રાપ્ત કરનારા જીવો કેવા કેવા હોય છે, તે કેવા કેવા પ્રકારનાં ફળને પામે છે. તેનું ચિંતન કરતાં ક્ષપક ૩૦મી ગાથાથી આરાધનામાં આગળ વધે છે.
આઠ મદથી ઉન્મત્ત બનેલા, સન્માર્ગથી ભ્રષ્ટ મતિવાળા અને વક્ર પરિણતિવાળા જીવો બાલ મરણને પામે છે. મૃત્યુને વિરાધનારા તે જીવો ભવાંતરમાં દેવદુર્ગતિ-દેવપણું મળવા છતાં દુર્ગતિ સમાન દારૂણ સ્થિતિને પામે છે, બોધિદુર્લભ બને છે અને અંતે અનંતસંસારી બને છે. મિથ્યાત્વમાં રત બનેલા, આલોક કે પરલોક સંબંધી નિયાણું કરનારા, અશુભ લેશ્યાથી ભાવિત બનેલા, ગુરુના પ્રત્યેનીક અને શિથિલાચારી આત્માઓ ક્યારેય મરણ સમયે સમાધિ પામી શકતા નથી.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org