________________
૨૪
પ્રાસ્તાવિક
એક જ આદર્શના આધારે વૃત્તિનું લિવ્યંતર કર્યા પછી અર્થ-નિર્ણય, પાઠ-નિર્ણય દ્વારા તેની પ્રેસકોપી તૈયાર કરી. આ વૃત્તિમાં વૃત્તિકારે અનેક શાસ્ત્રોના ઉદ્ધરણ પાઠોનો સમાવેશ કરેલ છે. તે ઉદ્ધરણ પાઠોના મૂળસ્ત્રોત શોધવા પૂર્વક શક્ય શુદ્ધિ કરવામાં આવી.
ત્રણેય વ્યાખ્યાઓની તુલનાત્મક વિચારણાના અંતે ચોક્કસ એમ કહી શકાય કે, “સૌ પ્રથમ વૃત્તિની રચના થયેલ છે અને ત્યાર બાદ તેને આંખ સામે રાખીને બંને અવચૂરિની રચના થયેલ છે.” આ વાત કર્તાનો કાળ અને કૃતિની રચના શૈલી જોતાં સ્પષ્ટ થાય છે. પૂ.આ.શ્રી. ભુવનતુંગસૂરિ આંચલિક ગચ્છની પરંપરામાં લગભગ તેરમા સૈકામાં થયેલા છે. જ્યારે પૂ.આ.શ્રી ગુણરત્નસુ.મ. તથા પૂ.આ.શ્રી સોમસુન્દરસૂરિ મ. તપાગચ્છની પરંપરામાં પંદરમાં સૈકામાં થયેલા છે.
રચના શૈલીમાં શબ્દોની ગૂંથણી-પદાર્થની સ્પષ્ટતામાં પણ વૃત્તિની સમાનતા બંને અવચૂરિમાં જોવા મળે છે. જ્યારે પરસ્પર બંને અવચૂરિમાં તો બહુલતયા શબ્દો અને પદાર્થની સમાનતા જોવા મળે છે. આ સમાનતાના કારણે વચ્ચેના કાળમાં કર્તાના ઉલ્લેખોમાં ભૂલ થઈ હોય તેમ જણાય છે. અનેક પ્રતો એવી પણ જોવા મળી છે. જેમાં વૃત્તિ અને બંને અવચૂરિનું મિશ્રણ થયું હોય.
એક વિકલ્પ એવો પણ ઉભો રહે છે કે બંને અવચૂરિ અલગ માનવી કે કેમ ? કદાચ એક કર્તાની જ એ અવસૂરિ હોય અને તે પછી તે અવસૂરિનો પોતાના અધ્યયન-અધ્યાપન માટે જરૂરી ફેરફાર સાથે બીજાએ સ્વીકાર કર્યો હોય. આ વિકલ્પને મહત્ત્વ ન આપતાં પ્રસ્તુત પ્રકાશનમાં ત્રણેય વ્યાખ્યાઓને અલગ-અલગ કર્તાની કૃતિ તરીકે ગ્રહણ કરેલ છે. સંપાદન શૈલી..
શ્રી ચતુશરણ પ્રકીર્ણકમાં સ્વીકારેલ સંપાદન શૈલી મુજબ ખંડ-૧, ૨, ૩ ના વિભાગ મુજબ પ્રસ્તુત પ્રકીર્ણકનું સંપાદન કરેલ છે. વાચકને તુલનાત્મક અભ્યાસ અને વિશેષ સ્પષ્ટીકરણ કરવાનું સરળ બને તે માટે ખંડ-૧માં ઉપરોક્તવૃત્તિ અને બંને અવચૂરિનો સાથોસાથ સમાવેશ કરેલ છે. ખંડ૨માં પ્રકીર્ણક અંતર્ગત ૩૩ દુર્ગા સંબંધી શતાધિક કથાઓને અન્ય અન્ય ગ્રંથોમાંથી સંકલિત કરીને સમાવેલ છે. જે કથાનકો દ્વારા દુર્ગાનના વિષયને બહુ સારી રીતે સમજી શકાય તેવો છે.
ખંડ-૩માં પરિશિષ્ટોનો સમાવેશ કર્યો છે. તે પરિશિષ્ટોમાં મુખ્યત્વે અજ્ઞાતકર્તક બાલાવબોધ, ભાવાનુવાદ, અજ્ઞાતકર્તક લઘુ આતુર પ્રત્યાખ્યાન-૧, ૨, અજ્ઞાતકર્તક ૧૩ દુર્બાન કથા પ્રકીર્ણક, મૂળ પ્રકીર્ણકની ગાથાનો અકારાદિ વગેરે વિગતો લીધેલ છે. તે ઉપરાંત દીગંબરીય શ્રી વટ્ટકરાચાર્ય રચિત મૂલાચારગ્રંથમાં શ્રી આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણકની ઘણી ગાથાઓ ટીકા સહિત મળે છે, તેથી તેને પણ અંતમાં લીધેલ છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
WWW.jainelibrary.org