________________
વ્યાખ્યાકાર મહર્ષિઓનો પરિચય
૧૪૦૪ તથા આચાર્યપદ વિ.સં. ૧૪૨૦) તેઓશ્રીમદુના વિદ્વાન શિષ્યોમાં મુખ્યત્વે પૂ.આ.શ્રી. જ્ઞાનસાગરસૂમ., પૂ.આ.શ્રી. કુલમંડનસૂરિ મ., પૂ.આ.શ્રી. ગુણરત્નસૂરિ મ., પૂ.આ.શ્રી. સાધુરત્નસૂરિ મ., પૂ.આ.શ્રી સોમસુન્દરસૂરિ મ., પૂ.શ્રી સાધુરાજગણિ મ., આ શ્રી. ક્ષેમકરસૂરિ મ. આદિના નામો ઉપલબ્ધ થાય છે.
તેઓ શ્રીમદ્ભા પ્રત્યેક શિષ્યરત્નો એ અનેક ગ્રંથોની રચનાઓ કરેલ છે. તેમાં પાંચમા શિષ્યરત્ન પૂ.આ.શ્રી. સોમસુન્દરસૂરિ મ. તે સમયના સર્વશ્રેષ્ઠ પ્રભાવક મહર્ષિ હતા. તેઓ શ્રીમનો જન્મ વિ.સં. ૧૪૩૦માં અલ્હાદનપુર (વર્ત. પાલનપુર)માં થયો હતો. પિતાનું નામ “સજ્જન” તથા માતાનું નામ માલ્ડણદેવી” હતું. વિ.સં. ૧૪૩૭માં માત્ર સાત વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કર્યો હતો. વિ.સં. ૧૪૫૦માં વાચક પદની પ્રાપ્તિ થઈ હતી અને વિ.સં. ૧૪૫૭માં પાટણ મુકામે ગુરુદેવ પૂ.આ.શ્રી. દેવસુન્દરસૂરિજી મહારાજે એમને આચાર્યપદ આપી પોતાની પાટે સ્થાપીને તપાગચ્છ નાયક બનાવ્યા હતા. વિ.સં. ૧૪૯૯માં તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો હતો. તેઓશ્રીનો આત્મા શ્રી સીમંધર પ્રભુના સાનિધ્યમાં પૂર્વમહાવિદેહ ક્ષેત્રમાં સારા કુળમાં ઉત્પન્ન થયો છે એવું અતિશયવાળા સ્થવિર મુનિઓએ કહ્યું હતું. આવો ઉલ્લેખ સોમસૌભાગ્ય મહાકાવ્યના નવમા સર્ગમાં જોવા મળે છે. એ મહાપુરુષ જેવા જ્ઞાની હતા. તેવા જ અપરિશ્રાવી-ગંભીર હતા. તેથી સ્વપક્ષની જેમ જ પરપક્ષના સાધકો તેઓશ્રી પાસે નિ:શંકપણે આલોચના ગ્રહણ કરી શુદ્ધિ સાધતા હતા.
આ મહાપુરુષના જીવન સંબંધી વિશેષ માહિતી પૂ.આ.શ્રી મુનિસુન્દરસૂરિકૃત “ગુર્વાવલી” (રચના વિ.સં. ૧૪૬૬), પૂ. શ્રી ચારિત્રરતિ ગણિકૃત “શ્રી ચિત્રકૂટ મહાવીર પ્રસાદ પ્રશસ્તિ” (રચના વિ.સં. ૧૪૯૫), પૂ. મુનિ શ્રી પ્રતિષ્ઠાસોમકૃત “સોમસોભાગ્ય કાવ્ય” (રચના વિ.સં. ૧૫૨૪), પૂ. શ્રી સોમચરિત્રગણિકૃત “ગુરુગુણરત્નાકર” (૨ચના વિ.સં. ૧૫૪૧) આદિ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. તેઓશ્રીમદે પોતાના જીવનકાળ દરમ્યાન અનેક ગ્રંથરત્નોની રચના કરેલ છે; તેમાં “આરાધના રાસ', ઉપદેશ માળા બાલાવબોધ', “યોગશાસ્ત્ર બાલાવબોધ', ષડાવશ્યક બાલાવબબોધ, નવતત્ત્વાદિ બાલાવબોધ અને તેના ભાષ્યાદિ “આવશ્યક નિર્યુક્તિ અવચૂરિ', “સાધુ સમાચારી કુલક” ઉપરાંત કલ્યાણકાદિ અનેક સ્તવો આદિ અગ્રગણ્ય અનેકગ્રંથોની રચના કરી હતી, જેમાનાં ઘણા ખરાં આજે ઉપલબ્ધ થાય છે. પ્રસ્તુત શ્રી ચતુદશરણ પ્રકીર્ણક અવચૂરિ (વૃત્તિ) પણ તેઓ શ્રીમદ્ભી જ એક રચના છે.
જૈન શાસનના મહાપુરુષોની પંક્તિમાં પોતાની વિદ્વત્તા, પુણ્ય પ્રતિભા આદિ ગુણોથી સ્થાન-માનપ્રતિષ્ઠાને પામનારા આ મહાપુરુષના ચાર શિષ્યો આચાર્યપદને પામેલા હતા. (૧) પૂ.આ.શ્રી. મુનિસુન્દર સૂરિ મ., (૨) પૂ.આ.શ્રી. જયસુન્દરસૂરિ મ., (૩) પૂ.આ.શ્રી. ભુવનસુન્દરસૂરિ મ., (૪) પૂ.આ.શ્રી. જિનસુન્દરસૂરિ મ. જે પ્રભાવક કક્ષાના હતા અને જેમણે અનેક ગ્રંથોનું સર્જન કર્યાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org