________________
થાથાકાર મહર્ષિઓનો પરિચય
આંચલિકગચ્છાચાર્ય પૂ.આ.શ્રી. ભુવનતુંગસૂરિ મહારાજા અંચલગચ્છની પરંપરામાં વિ.સં. ૧૨૧૬માં દીક્ષિત બની વિ.સં. ૧૨૩૪માં સૂરિપદને પામેલા પૂ.આ.શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ એક પ્રભાવક આચાર્ય હતા. તેઓશ્રીમદે પોતાના જીવનકાળ દરમ્યાન અનેકાનેક ગ્રંથ રચનાનાં કાર્યો કર્યાં હતાં. વાદવિજેતા આદિ અનેક પદવી પામેલા પ્રકાંડ વિદ્વાન તેઓ શ્રીમદે મહેન્દ્રકુમાર નામના નવ વર્ષના બાળકને વિ.સં. ૧૨૩૭માં દીક્ષા આપી. વિ.સં. ૧૨૯૩માં એમને આચાર્યપદવી આપીને પૂ.આ.મહેન્દ્રસિંહસૂરિજી મહારાજ નામે ઘોષિત કર્યા. તે પૂ.આ. મહેન્દ્રસિંહસૂરિજી મહારાજના પ્રભાવક શિષ્ય પરિવારમાં પૂ.આ.શ્રી ભુવનતુંગસૂરિજી મહારાજ થયા હતા.
તેઓશ્રીના જીવન અંગે વિશેષ કોઈ માહિતી વર્તમાનમાં ઉપલબ્ધ થતી નથી. અંચલગચ્છ દિગ્ગદર્શન પુસ્તકના આધારે તેઓશ્રીનું કાર્ય ક્ષેત્ર ચોક્કસ જાણી શકાય છે. તેઓશ્રીમદે પોતાના જીવનમાં વિવિધ વિષયક સાહિત્યનું વિપુલ નિર્માણ કરેલું છે. તે સાહિત્યમાં મુખ્યત્વે ૧-ઋષિમંડલ વૃત્તિ, ૨-ચતુઃ શરણ વૃત્તિ, ૩-આતુરપ્રત્યાખ્યાન વૃત્તિ, ૪-સીતા ચરિત્ર, પ-મલ્લિનાથ ચરિત્ર, ૯-આત્મસંબોધ કુલક, ૭-ઋષભદેવ ચરિત્ર, ૮-સંસ્મારક અવસૂરિ આદિનો સમાવેશ થાય છે. આ બધા ગ્રંથોનો વિસ્તારથી પરિચય અંચલગચ્છ દિગ્દર્શનમાં આપેલો છે.
સાહિત્ય રચનાનાં કાર્ય સાથો સાથ તે મહાપુરુષે અનેક રાજવીઓને જૈન ધર્મના ઉપાસક બનાવ્યા હતા. સંઘ રક્ષાના પ્રસંગે તે મહાપુરુષ મંત્રવાદી તરીકે આગવું સ્થાન ધરાવતા હતા. તેઓશ્રીએ રાજા રાઉલ ખેંગાર ચોથાની સમક્ષ જુનાગઢમાં તક્ષનાગને પ્રત્યક્ષ આણીને સોળ ગારુડીઓના વાદ જીત્યા હતા અને તેમને આજીવન પર્યત સર્પ પકડવાનો તથા ખેલાવવાનો ધંધો ન કરવો એવો નિયમ લેવડાવ્યો હતો. આજ આચાર્યદેવે રાજા પાસેથી ફરમાન મેળવી સવા લાખ જાળ છોડાવી હતી. તેમજ પાંચસો ભઠ્ઠીઓ પણ બંધ કરાવી હતી. લોકવાચકા મુજબ એવું પણ કહેવાય છે કે તેઓશ્રીએ ચોર્યાસી જ્ઞાતિના વણિકો અને ચોર્યાસી ગચ્છના આચાર્યોના દેખતાં આદીશ્વર ભગવાનની પ્રતિમાને બોલાવી મંત્ર ચમત્કાર પણ દેખાડેલો હતો.
અંચલગચ્છના ઈતિહાસમાં તો સમર્થ મંત્રવાદી, પ્રભાવક આચાર્ય તરીકે તેમજ આગમાદિ જૈન શ્રતના અઠંગ અભ્યાસી અને પ્રકીર્ણક ગ્રંથોના આદ્ય ટીકાકાર તરીકે તેઓશ્રીને બિરદાવવામાં આવ્યા છે.
તપાગચ્છપુરંદર પૂ.આ.શ્રી. સોમસુંદરસૂરિ મહારાજા | શ્રી તપાગચ્છનાં આદ્ય મહાપુરુષ, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ જગદૂચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની ઉજળી પાટ પરંપરામાં પૂ.આ.દે શ્રી દેવસુન્દરસૂરિજી મ. થયા. (જન્મ વિ.સં. ૧૩૯૬, દીક્ષા વિ.સં.
www.alinelibrary org