________________
પ્રાસ્તાવિક
ઉપકારી કારણ
ઐદંયુગીન ગીતાર્થમૂર્ધન્ય, અનેકવાર ૪૫ આગમોનું પરિશીલન કરી માર્ગસ્થ પ્રરૂપણાના સ્વામી બનેલા તેમજ જીવનના અંત સમયે પણ ૪૫ આગમો પૈકીના જ એક શ્રી મરણસમાધિપયજ્ઞા ગ્રંથનો સ્વાધ્યાય કરીને સમાધિના શિખરે ચડેલા સ્વનામધન્ય, દીક્ષાયુગ પ્રવર્તક, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજે પોતાના આશ્રિત મહાત્માઓને ૪૫ આગમોનું સંશોધન અને સંપાદન કરી શુદ્ધવાચનાપૂર્વક પ્રકાશનમાં સહયોગી બનવાનો સદુપદેશ આપ્યો હતો; એ મહાપુરુષની આંતરિક ભાવનાને અંશે અંશે પણ સાકાર કરવા માટેનો પ્રયત્ન આ પ્રકીર્ણક-આગમ ગ્રંથોના સંશોધનપૂર્વક પ્રકાશન દ્વારા થયો તે મારા માટે અત્યંત આનંદનો વિષય છે. પૂજ્યપાદશ્રીજીની કૃપાથી આ રીતે બધા જ પ્રકીર્ણકો અને અન્ય આગમાદિ ગ્રંથોનું સંશોધન પ્રકાશન સંપન્ન થાય તેવી ભાવના સેવું છું.
આ સંશોધન-સંપાદન કાર્યમાં પ્રારંભથી જ દાક્ષિણ્યમૂર્તિ પંન્યાસ પ્રવર શ્રી બોધિરત્નવિજયજી ગણિવરના શિષ્યરત્ન મુનિ શ્રી ધર્મરત્નવિજયજી મ. તથા પ્રશાંતમૂર્તિ પૂ.આ.દે.શ્રી.વિ. જિનચન્દ્ર સૂ. મહારાજાના પ્રશિષ્ય વિદ્વાન આચાર્ય શ્રી યોગતિલકસૂરિજીના શિષ્યરત્ન મુનિ શ્રી શ્રુતતિલકવિજયજી મ. આદિએ લિવ્યંતરથી લઈને પ્રૂફ ચેકીંગના કાર્યો ખૂબ જ નિખાલસભાવે કરેલ છે. તે ઉપરાંત અનેક સાધકો અને સંસ્થાઓએ આ કાર્યને આજે જે રીતે દેખાય છે તે રીતે પ્રકાશિત કરવામાં ફાળો આપ્યો છે તે સર્વે અનુમોદનીય છે. મારા શિષ્યવર્તુળે સ્વાધ્યાયની મૂડીના અંગ રૂપે આનાં પ્રૂફો અનેકવાર વાંચીને મેળવ્યાં–સુધાર્યાં છે. એમાં મુખ્યત્વે મુનિ શ્રી વિવેકયશવિજયજીએ શ્રુત-સેવાનો પ્રશસ્ય લાભ લીધો છે.
૨૫
પ્રસ્તુત પ્રકાશનના વાંચન-મનન-ચિંતન દ્વારા અનેક સાધક આત્માઓ ક્રમપ્રાપ્ત અથવા આકસ્મિક રીતે ઉપસ્થિત થયેલા મૃત્યુને મહોત્સવરૂપ બનાવે, પરમ સમાધિના બળે સદ્ગતિની પરંપરાને પામી મોક્ષના શાશ્વત સુખને વહેલામાં વહેલા પ્રાપ્ત કરે એ શુભાભિલાષા.
સાથો સાથ આ સંપાદન-સંશોધન દ્વારા પ્રગટ થયેલા આ પ્રસ્તુત પ્રકાશનના માધ્યમથી ઉપાર્જિત થયેલ તાત્ત્વિક શુદ્ધિ-પુષ્ટિ મારી-અમારી પરમ સમાધિનું કારણ બને, સદ્ગતિની પરંપરા દ્વારા શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરાવે તે જ શુભ ભાવના.
વિ.સં. ૨૦૭૭ માગસર સુદ ૩ ગુરુવાર શ્રી મોતીશા લાલબાગ જૈન સંઘ
મુંબઈ-૪
Jain Education International 2010_02
વ્યાખ્યાન વાચસ્પતિ, જૈન શાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ, ભાવાચાર્ય ભગવંત, શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પરમ સમાધિસાધક વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનો ચરણ ચંચરીક વિજય કીર્તિયશસૂરિ,
For Private & Personal Use Only
www.jainelibrary.org