________________
પ્રાસ્તાવિક
ગાથા-૭૧માં ઉપસંહાર કરતાં ગ્રંથકાર મહર્ષિ એ અંતિમ મંગલાચરણ માટે શ્રી વીર પરમાત્મા પાસે સર્વજીવોના સર્વદુઃખોના નાશની પ્રાર્થના કરી છે. સંશોધનની પ્રારંભિક ક્ષણો...
પંન્યાસપ્રવર શ્રી બોધિરત્ન વિ.મ.ના શિષ્યરત્ન મુનિરાજ શ્રી ધર્મરત્નવિજયજી મ.સા.એ શુભ સંકલ્પપૂર્વક શ્રી ચતુઃ શરણાદિ ચાર પ્રકીર્ણક ગ્રંથોનું અપ્રગટ સાહિત્ય જહેમતપૂર્વક અલગ-અલગ ભંડારોમાંથી સંગ્રહીત કર્યું. ત્યાર બાદ તે ચાર પ્રકીર્ણક ગ્રંથોની હસ્તલિખિત પ્રતોના આધારે લિવ્યંતર, પાઠાન્તરો અને તુલનાત્મક સાહિત્યનો સંગ્રહ કરવાનું કામ પણ કર્યું. તૈયાર થયેલ તે મેટર સર્વાગીણ રીતે, સુવ્યવસ્થિત રીતે અને શુદ્ધિપૂર્વક સંપાદિત થાય તો સારું, આવી શુભ ભાવનાથી મારા ઉપર મોકલેલ. ત્યારથી આ કાર્ય મારા હસ્તક આગળ વધ્યું. સૌ પ્રથમ શ્રી ચતુશરણ પ્રકીર્ણકને તૈયાર કરવાનું થયું. તેમાં અનેકવિધ જવાબદારીના કારણે બે થી અઢી વર્ષનો ગાળો પસાર થયો. વિ.સં. ૨૦૧૪ના ચૈત્ર સુદ ૯ના શુભ દિને તેનું પ્રકાશન થયું. ત્યાર બાદ શ્રી આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણકનું કાર્ય શરૂ કર્યું. આ પ્રકીર્ણક આગમને પણ પૂર્વની જેમ જ સર્વાગીણ, સુવ્યવસ્થિત અને શુદ્ધિપૂર્વક પ્રકાશિત કરવાની ભાવના હતી.
આ આગમ ગ્રંથને સર્વાગીણ રીતે તૈયાર કરવાના ધ્યેયપૂર્વક સૌ પ્રથમ હસ્તલિખિત પ્રતોનું અવલોકન કર્યું. હસ્તલિખિત પ્રતોમાં તે-તે કાળના લહિયાઓની ભૂલથી અનેક તૂટીઓ-અશુદ્ધિઓ જોવામાં આવી. મુખ્ય મુંઝવણ તો ત્યારે ઉભી થઈ કે વિવરણ એક હોવા છતાં અલગ-અલગ પ્રતિઓમાં કર્તા તરીકે અલગ-અલગ નામ ઉપલબ્ધ થયાં. ટાંચા સાધનો, દુષ્કાળ આદિ નબળી પરિસ્થિતિના ફળરૂપે આવી અનેક ભૂલોની પરંપરા સર્જાતી હતી તે સર્વજન વિદિત જ છે.
અનેક પ્રતોમાંથી આદર્શ તરીકે ગ્રહણ કરેલ તથા કર્તાના નિર્ણય માટે ઉપયોગમાં લીધેલ પ્રતોની આઘંત પૃષ્ઠોની પ્રતિકૃતિ અહીં સમાવિષ્ટ કરી છે. તેને જોવાથી વિદ્વાનોને મારી મુંઝવણનો અંદાજ
આવશે.
વ્યાખ્યા સાહિત્યની તૈયારી:
કાર્યના પ્રારંભિકકાળમાં મુખ્ય બે અવસૂરિઓ આંખ સામે હતી. ૧- રૂદ સર્વેષ નીવાનાં. રૂ૫ બૃહદ્ અવચૂરિ, ૨- રેશી ત્રસંસ્થિ ... રૂપ સંક્ષિપ્ત અવચૂરિ. બૃહદ્ અવચૂરિની હસ્તલિખિત પ્રતોના અંતે કર્તા તરીકે બે નામ મળતાં હતાં. ૧-પૂ.આ.શ્રી.ભુવનતુંગસૂરિ મહારાજ અને ર-પૂ.આ.શ્રી. સોમસુન્દરસૂરિ મહારાજ. “કૃતિ એક અને કર્તાનાં નામ બે' આ મુદ્દો સહજ મુંઝવણ પેદા કરે તેવો હતો. જ્યારે સંક્ષિપ્ત અવસૂરિની ઉપલબ્ધ સર્વે પ્રતોમાં પૂ.આ.શ્રી. ગુણરત્નસૂરિ મહારાજનું નામ ઉપલબ્ધ થતું હતું.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org