________________
પ્રાસ્તાવિક
પંડિત મરણના ફળની વિચારણાં, જે આત્માઓ સમ્યગ્દર્શનમાં લીન છે, આલોક કે પરલોકના નિયાણાથી રહિત છે અને શુભ લેશ્યાથી આત્માને ભાવિત કરે છે તે પંડિત મરણને પામે છે અને ભવાંતરમાં સુલભબોધિ બને છે. - જિનવચનને પાળવામાં કટિબદ્ધ, ગુરુવચનને હૃદયપૂર્વક સ્વીકારનારા, નિર્મળ-નિરતિચાર આચારને પાળનારા અને અસંક્લિષ્ટ ચિત્તવૃત્તિવાળા તે ક્ષેપકો અલ્પસંસારી બને છે. સદ્ગતિ અને મુક્તિના ભાગી બને છે.
આ ભાવોથી ભાવિત બનેલો તે ક્ષેપક પોતાને ઉદ્દેશીને કહે છે કે, “હે આત્મન્ ! આજ સુધી ચૌદ રાજલોકમાં બાલમરણ વડે તું અનંતીવાર મૃત્યુ પામ્યો છે. આજે રૂડો અવસર આવ્યો છે તો દર્શનજ્ઞાનથી યુક્ત એવો તું પંડિતમરણ માટે સમુદ્યત થા !”
એ ક્ષપક આત્માને અનુશાસિત કરતાં વિચારે કે, “મરણ સમયે જે દુઃખ ઉત્પન્ન થયા છે. તેમાં તું પોતે જ નિમિત્તરૂપ છે. બીજું કોઈ તને દુખ આપતું નથી. આ દુઃખો કરતાં ઘણાં વધારે દુઃખો તેં આજ સુધી સંસારમાં અનંતીવાર ભોગવ્યાં છે, એની સામે આ દુઃખો શું વિસાતમાં ! હવે આ ભૂખના દુઃખમાં આહારની લાલસા કરવા જેવી નથી. કારણ કે, અનંતકાળમાં દરેક પુગલોને તે આહાર તરીકે ગ્રહણ કર્યા છે. પણ તેનાથી ય હજુ જો તું તૃપ્તિ પામ્યો નથી તો હવે અલ્પમાત્ર આહારાદિકથી તું શું તૃપ્તિ પ્રાપ્ત કરીશ ? અગ્નિ જેમ ઘાસ અને લાકડાથી ક્યારેય ધરાતો નથી, લવણ સમુદ્ર હજારો નદીઓથી જેમ ભરાતો નથી તેમ દેહધારી આત્મા આહારથી ક્યારેય તૃપ્તિ પામતો નથી.”
આવી અનેક ભાવનાઓથી ભાવિત ક્ષેપકનું દષ્ટાન્ત આપીને ગુરુ ભગવંત વર્તમાન ક્ષેપકને સમાધિમરણ માટે સજ્જ બનાવે છે. રાધાવેધ તુલ્ય આ અનશનનું ફળ મુક્તિ છે. મુક્તિ જન્મ-મરણની પરંપરાથી રહિત છે, આધિ-વ્યાધિ-ઉપાધિથી રહિત છે, રોગ-શોક-ભૂખ-તૃષા વગેરે સંપૂર્ણ દુઃખોથી રહિત છે. આ રીતે ફળની સુંદરતા અને મહાનતા બતાવીને ગુરુ ભગવંત ક્ષેપકના ઉત્સાહને વધારે છે.
ગુરુ ભગવંતના મુખે સાંભળેલ પૂર્વ ક્ષપકોના સ્વરૂપને અને સમાધિમરણના ફળ વર્ણનને વર્તમાન ક્ષપક તેવી જ શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે.
ગાથા ૫૯થી અંતિમ વાતો જણાવતાં ગ્રંથકાર લખે છે કે મરણની અનંત વેદનામાં ચૌદપૂર્વધરની કક્ષાને પામેલા, સમર્થ ચિત્તવાળા પકો પણ અભ્યસ્ત એવી દ્વાદશાંગીના ચિંતન-સ્મરણ-પુનરાવર્તન માટે પૂરેપૂરા સમર્થ નથી બનતા.
તેથી અંત સમયે માત્ર પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવારૂપ મહામંત્રના અત્યંત ભાવિત એવા એકાદ પદમાં જે સાધક સ્થિર થાય છે. તે મરણને સમાધિમય બનાવે છે, તેના પરિણામે તે વધુમાં વધુ ત્રણ ભવમાં જ મુક્તિને વરે છે. આ વાતને સુપેરે જાણનાર તે ક્ષેપક પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવારૂપ પદોમાં અત્યંત ઉપયોગશીલ બની પંડિત મૃત્યુને વરે છે. નિષ્કષાય, દાંત, શૂરવીર, શીલવાન, ધીર અને શાંત એવો તે ક્ષેપક મોક્ષની દિશામાં ઝડપભેર આગળ વધે છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org